ભરૂચ ગોલ્ડનબ્રીજની જળ સપાટી 17 ફૂટે... કાંઠા વિસ્તારોના કિનારા ધોવાયા, 35 ગામોને એલર્ટ કરાયા, નર્મદા ડેમના 23 ગેટ ખોલી 3 લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાયુ...
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં સતત પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની જળ સપાટી માં સતત વધારો થતાં સવારથી ૨૩ દરવાજા ખોલી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તારના ખેડૂતો રહીશોને સાવચેત કરાયા હતા સતત પાણીની આવક નર્મદા નદીમાં થતાં નર્મદા નદી પુનઃ એકવાર તેના અસલ સ્વરૂપમાં માહિતી જોવા મળી રહી છે જેના કારણે પૂર્વ પટ્ટીના ગામોમાં નર્મદા કાંઠે રહેતા લોકોનું પણ સ્થળાંતર કરાયું છે તો ભરૂચના નિકોરા ગામના નર્મદા નર્મદા નદીમાં પાણીની સતત આવક થતાં કાંઠા વિસ્તારના કિનારાઓ નું ધોવાણ થવાના કારણેે ધસી રહી છે જેના કારણે ઉપર રહેતા લોકોના જીવનું જોખમ પણ ઉભું થઇ રહ્યું છે... સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે અને ત્રણ લાખ ક્યુસેક કરતાં વધુ પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે જેના કારણે નર્મદા નદી કાંઠાના ગ્રામજનો તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે તો ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક ની ઝૂંપડપટ્ટીમાં રહેતા કેટલાય લોકોનું સ્થળાંતર કરાયું છે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાય તો નર્મદાની જળ સપાટી વધવાની સંભાવનાને લઈ તંત્રએ માછીમ