ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વીજ ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા 3 દિવસથી લાઈટો જનરેટર પર.....
ભરૂચ સિવિલ હોસ્પીટલ હંમેશા વાદ વિવાદમાં રહ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રાન્સફોર્મર માં કોઈ કારણોસર ક્ષતિ સર્જાતા વીજ પુરવઠો ખોરવાયો છે જેના કારણે ભરૂચ સિવિલ હોસ્પીટલ હાલ જનરેટર ઉપર નિર્ભર છે અને છેલ્લા ત્રણ દિવસથી 75 હજાર ઉપરાંતનું ડીઝલ જનરેટર માં વાપરી નાખ્યું છે ગત મોડી રાત્રિએ જનરેટરમાં ડીઝલ પૂરૂ થઇ જવાના કારણે જનરેટરમાં ડીઝલ પુરવા માટે સિવિલ સર્જન ની સરકારી ગાડીની લાઈટના ઉજાસ વડે ડીઝલ પુરવામાં આવ્યો હતો જેના વિડિયો પણ સામે આવ્યા છે રોજ હજારો રૂપિયાનું ડીઝલ જનરેટરમાં વાપરવામાં આવી રહ્યું છે જેના 10 10 લિટર ના કેટલાક કેરબાઓ પણ જનરેટર નજીકથી મળી આવ્યા છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફોર્મર ક્યારે શરૂ થશે તેની કોઈ માહિતી નથી એટલે હાલ તો ભરૂચ સિવિલ હોસ્પીટલ જનરેટર ઉપર નિર્ભર થઈ રહ્યું છે અને વારંવાર ડીઝલ પૂરું થઈ જવાના કારણે વીજ પુરવઠો ખોરવાઇ જતા ડાયાલિસિસ ના દર્દીઓ અને કોવિડ હોસ્પિટલ ના દર્દીઓની હાલત અત્યંત કફોડી બની રહી છે...
Comments
Post a Comment