ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..
ભરૂચમાં એક એવા પત્રકારે દુનિયાને કરી અલવિદા કે માત્ર પત્રકારત્વ નહીં પરંતુ જરૂરિયાત મંદ લોકો માટે પણ હતા આર્શીવાદરૂપ..
ભરૂચમાં નર્મદાના નીર વર્તમાન પત્રના પત્રકાર અને સામાજિક અગ્રણી સાથે સાદગી સ્વભાવ ધરાવતા પત્રકારે દુનિયાને કરી અલવિદા..
દિનેશ મકવાણા ભરૂચ
કહેવાય છે ને કે કોણ ક્યારે દુનિયાને અલવિદા કરે તેનો હવે કોઈ સમય નક્કી નથી આવો જ એક દુનિયાને અલવિદા એક પત્રકારે કરી છે જેમાં ભરૂચમાં વર્તમાન પત્ર ધરાવતા અને મારી સાથે વર્ષો અગાઉ એક સાથે નોકરી કરતા મકબુત પટેલ કે જેઓએ આજે આ દુનિયાને અલવિદા કરી છે અને પત્રકારત્વ સાથે તેઓએ સામાજિક સેવાઓ પણ કરી છે અને એટલા માટે જ પત્રકાર જગત સાથે જરૂરિયાત મંદ લોકોએ પણ એક સમાજસેવક ગુમાવ્યો હોવાનો અનુભવ કરી રહ્યા છે
ભરૂચમાં પત્રકાર જગત સાથે સંકળાયેલા અને હંમેશા સામાજિક કાર્યો સાથે જરૂરિયાત મંદ લોકોને પગભર કરવા હંમેશા તત્પર રહેતા અને મારા ગુરુ સાથે એક મિત્ર તરીકે હંમેશા રહેતા અને ભૂતકાળમાં એક જ ઓફિસમાં એક સાથે નોકરીમાં રહી ચૂકેલા અને હંમેશા સલાહ સુચન આપનારા અને ભરૂચની ગુજરાત સમાચારની ઓફિસમાં ફરજ નિભાવતા મકબુલભાઈ પટેલ નબીપુરના રહીશ અને છેલ્લા ઘણા સમયથી નર્મદાના નીર વર્તમાન પત્ર ચલાવતા પત્રકાર અને ૩ દિવસ પહેલા જ મારી સાથે વાત કરનારા મકબુલભાઈ પટેલનું આજે અવસાન થયું હોવાના આજના સમાચાર ઘણા દુઃખદ છે હંમેશા નાનામાં નાના માણસને મોટા નામથી બોલાવતા અને હંમેશા શાંતિપૂર્ણ સ્વભાવ ધરાવતા મકબુલભાઈ પટેલે આજે દુનિયાને અલવિદા કરી છે
હું જ્યારે મકબુલભાઈ પટેલ સાથે નોકરી કરતો ત્યારે એક જરૂરિયાત મંદ વ્યક્તિ આવ્યો હતો એ જરૂરિયાત મદને વ્યવસાય કરવો હતો. પગભર થવું હતું પરંતુ તેની પાસે રૂપિયાનો અભાવ હતો અને તે સમયે મારી નજરની સામે જ એ જરૂરિયાત મંદ વ્યક્તિને રૂપિયા આપી પણ પગભર કર્યો અને એ જરૂરિયાત મદ આજે શાકભાજીની લારી ચાલવી પોતાના પરિવારનું ગુજરાન પણ ગુજારી રહ્યો છે આવા તો ઘણા કિસ્સાઓ છે એટલું નહીં મકબુલ પટેલે સામાજિક કાર્યમાં તહેવારો હોય તો રાશન કીટથી માંડી નવદંપતીઓના લગ્ન કરાવવા સુધીનો ખર્ચ ઉપાડીને પણ અનોખી સેવા કરી હતી અને આજે સમાજસેવક સાથે એક પત્રકારે દુનિયાને અલવિદા કરી છે ત્યારે મકબુલભાઈ પટેલના પરિવારને અલ્લાહતાલા દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી જ દિનેશ મકવાણા તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ..
Comments
Post a Comment