ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....
ખળભળાટ ઉભો કરતા વીડિયોમાં ભરૂચના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રણ યુવાનોમાં નો એક યુવાન ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવતો હોય તેમ બોલતો દેખાય છે. એટલુંજ નહિ બે યુવાનો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના પ્લેટફોર્મ પર બેસી તેમના માથા ઉપર હાથ ફેરવી મજાક કરતા પણ દેખાય છે. આંબેડકરને ટેડીબિયર સાથે સરખાવા ઉપરાંત પ્રતિમાને બાથમાં લઈ બેસી મજાકનું સાધન બનાવી દેતો આ વીડિયો વાયરલ થતા જ તેના ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા છે. દલિત ઉપરાંત આંબેડકરવાડીઓમાં આ વીડિયોને લઈ રોષ ઉભો થયો છે. દલિત સમાજ સહિત આંબેડકરવાદીઓએ ત્રણે યુવાનો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. જોકે સમગ્ર વાયરલ વીડિયોમાં ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું અપમાન કરી રહેલા યુવાનો સામે દલિત સંગઠનો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ હોબાળો મચાવી આંબેડકરની મૂર્તિ સાથે મશ્કરી અને મજાક કરતો વિડિયો બનાવનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરનાર છે ભરૂચ જિલ્લાના દલિત સંગઠનોમાં પણ વાયરલ વિડીયો ના પગલે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે..
Comments
Post a Comment