Posts

SNP EXCLUSIVE NEWS :

*અંકલેશ્વરમાં સાચું પત્રકારત્વ કરનાર એટલે મના કાકા..*

Image
દુઃખદ :-  અંકલેશ્વરમાં સાચું પત્રકારત્વ કરનાર એટલે મના કાકા.. અવસાનના સમાચાર સમગ્ર પત્રકાર જગત માટે દુઃખદ.. પત્રકાર એટલે હંમેશા ભાંગ દોડમાં કામ કરનાર વ્યક્તિ એટલે પત્રકાર હંમેશા ઠરીને જમી પણ ન શકે અને જમતા જમતા પણ જો કોઈ ગંભીર સમાચાર નો કોલ આવે તો તાત્કાલિક દોટ મૂકવી એટલે પત્રકાર પત્રકાર હંમેશા નિસ્વાર્થ ભાવે દોડીને પણ સમાચાર કવરેજ કરી દર્શકો સમક્ષ મુકતા હોય છે અને એટલા માટે જ પત્રકાર જગતને ચોથો સ્તંભ માનવામાં આવે છે આવા જ એક પત્રકાર મના કાકાએ સૌ પત્રકારોને અચંબામાં મૂકી આ દુનિયાને અલવિદા કરી દીધી છે  એવું કહેવાય છે કે પત્રકાર એટલે શું પત્રકાર એટલે એક અરીસો કહેવાય જે હંમેશા સાચાનું સાચું દર્શાવવાની હિંમત રાખતા હોય છે આવા જ એક અંકલેશ્વરના પત્રકાર કે જેને હુલામણા નામથી મના કાકા તરીકે ઓળખતા અને હંમેશા આગ જેવી દુર્ઘટના કે નર્મદા નદીમાં પુર કે અન્ય કોઈપણ મોટી ગંભીર ઘટના બની હોય તો ત્યાં હંમેશા પહોંચી જતા ડ્રોન ઉડાવીને પણ કવરેજ આપતા અને સાચા અર્થમાં પત્રકારત્વ કરતા આજે તેઓએ આ દુનિયાને અલવિદા કરતાં પત્રકાર જગત માટે પણ ગંભીર દુઃખદ દિવસ રહ્યો છે  સોશિયલ મીડિયા ઉપર રહેવા ન્યુઝ નામન...

ભરૂચના મકતમપુર યુનિવર્સલ સ્કૂલની નજીક ગેસ લીકેજથી શાળા સંચાલકોની ચિંતા વધી..યુનિવર્સલ સ્કૂલના 700 બાળકોને ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જઈ રજા આપવી પડી..

Image
જેટકો કંપનીની લાઇન નાખવાની કામગીરી વેળા જેસીબી થી ગેસ લાઇન લીકેજ થતા દુર્ગંધથી સ્થાનિકો ચિંતામાં... ગેસ લાઇન તૂટ્યા બાદ પણ જેસીબી સંચાલકે કામ ચાલુ રાખતા સ્થાનિકો રોસે ભરાયા.. ગેસ લાઇન તૂટી જતા શાળા નજીક એક જ રસ્તો અવરજવર માટે હોવાના કારણે શાળા સંચાલકો ચિંતામાં  ગેસ લીકેજ થઈ ત્યાં મોટા પ્રમાણમાં સ્ક્રેપ નું ગોડાઉન નજીકમાં શાળા અનેક તરફનો રસ્તો બંધ મોટી હોનારત ટળી  દિનેશ મકવાણા ભરૂચ  ભરૂચ મકતમપુર વિસ્તારમાં આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ જાતની સેફટી પણ રાખવામાં આવતી નથી તેવા સમયમાં જેટક કંપની દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું તે દરમિયાન ગેસ લીકેજ થતા માત્ર 10 મીટરની હદમાં જ આવેલી સ્કૂલના બાળકોને ગેસની દુર્ગંધથી શાળા સંચાલકો તાત્કાલિક બાળકોને ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ ગયા હતા અને તાત્કાલિક રજા આપી દેવાની નોબત આવતા 700 બાળકોનું જીવનું જોખમ ટળ્યું હતું સાથે જ્યાં ગેસ લીકે થયો ત્યાં જ સ્ક્રેપનું ગોડાઉન પણ આવેલું હોય આગની ઘટના બની હોત તો મોટી હોનારત થવાની સંભાવનાઓ વર્તાઈ હતી  ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મકતમપુરમાં મકતમપુર પાટિયાથી યુનિવર્સલ સ્કૂલ સુધી આરસીસી રોડ...

*સુપર સ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં ચોરી અર્થે ઘૂસેલા ચોરે ભરૂચમાં પણ ચોરીને અંજામ આપ્યો..*

Image
ભરૂચની મોનાપાર્ક સોસાયટીમાં નિવૃત્ત આર્મીના ઘરમાં સિમેન્ટના થાંભલા ઉપર ચડી ચોરી મામલે એક પાડોશી અને બીજો આમોદનો ઝડપાયો.. મોના પાર્ક સોસાયટીના રહી છે પાડોશીના ઘરમાં ચોરીનો બનાવ્યો હતો પ્લાન.. પાડોશી અને આમોદ નો રહી ઝડપાયો નિવૃત આર્મી ના ઘરમાં સિમેન્ટના થાંભલા ઉપર ચડી ચોરી કરનાર રામસ્વરૂપ કુસવાહે સુપર સ્ટાર શાહરૂખના ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો હતો  દિનેશ મકવાણા ભરૂચ  ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નિવૃત આર્મીના ઘરમાં સિમેન્ટનો થાંભલા ઉપર ચડી ચોરે ચોરીને અંજામ આપ્યો હોય જે મામલે સ્થાનિક બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ અને પીએસઆઇની બે ટીમોએ સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરોનું પગેરું મેળવવાના પ્રયાસ કરતા એક સ્થાનિક પાડોશી સોસાયટીનો રહીશ અને સુપર સ્ટાર શાહરૂખ ખાનના ઘરમાં ચોરીના ઈરાદે ગુસેલો આમોદનો ચોર કે જે સિમેન્ટના થાંભલા ઉપર ચડી ચોરીને અંજામ આપ્યો હોય તેમ બે લોકોને ઝડપી પાડ્યા છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોનાપાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી સિરાજ મહેતા ના ઘરમાં અજાણ્યા તસ્કરે ઘર નજીકના સિમેન્ટના થાંભલા ઉપર ચડી ઘરમાં પ્રવેશી આઠ તોલા સોનાના દાગીના ચાંદી તથા રોકડા સવા બે લાખની મત્તા ઉપર હાથ ફેરો ...

લો બોલો :- ભરૂચમાં ન્યાયના મંદિરમાં વકીલોએ જ વકીલોની સામે બાયો ચઢાવી..?

Image
પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ પોતાના માનિતા વકીલોને જ બોલાવીને કામ આપતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત.. વકીલ બાર એસોસિએશનના પ્રમુખ સહિત વકીલ મંડળે ભરૂચ એસપી આઈજી ડીજીપી તથા ડિસ્ટ્રિક્ટ જજને લેખિતમાં કરી રજૂઆત  દિનેશ મકવાણા ભરૂચ  ભરૂચ કોર્ટમાં ઘણા આવતા કેસોમાં જે તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ તેઓના માનિતા વકીલો ને બોલાવી કામ આપતા હોવાના આક્ષેપ સાથે ઘણા પોલીસ સ્ટેશનના નામ સહિતની ફરિયાદ વકીલ બાર એસોસિએશનના પ્રમુખની આગેવાનીમાં ભરૂચ એસપી ડીજીપી આઈજી તથા ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ રજૂઆત કરતા પોલીસ બેડામાં ખળભળટ મચી ગયો છે ભરૂચમાં વકીલો એ જ વકીલોની સામે બાયો ચઢાવી હોય તેવો મામલો સામે આવ્યો છે જેમાં વકીલ બાર એસોસિએશનના પ્રમુખએ વકીલ મંડળો સાથે ડિસ્ટ્રિક્ટ જજ તથા ભરૂચ એસપી આઈજી અને ડીજીપીને સંબોધીને વિનંતી પત્ર સાથે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે કેટલાક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ તેઓના માનીતા વકીલોને જ કામ આપતા હોય અને તેમાં તેમને શું ફાયદો થતો હશે તેવા સવાલ ઉભા કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં કેટલા વકીલોના વકીલાતનામાઓનો ઉપયોગ કરાયો છે અને એક જ વકીલ...

ચૂંટણીએ ચૂંટણીએ પાર્ટી બદલવી અને અપક્ષમાંથી ઉમેદવારી કરનારના સમર્થનમાં કોંગ્રેસનું જ સૂરસૂરિયું

Image
એક એવો કે સૌ પ્રથમવાર એઆઈએમએઈએમ, આપ પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, અને અંતે લોકસભામાં અપક્ષમાંથી ઉમેદવારી..? ભરૂચ  ભરૂચમાં રાજકારણ કરવું હોય તો માન સન્માન હોવું જરૂરી છે પણ માન સન્માન મેળવવા માટે દેખાવા પૂરતા કાર્યક્રમ કરવા કેટલા યોગ્ય આવું ઘણી વખત થતું હશે ભરૂચમાં હાલ રાજકારણમાં પણ કોઈ પાર્ટી જેને ન સાચવે તે અંતે અપક્ષમાંથી ઉમેદવારી કરતા હોય છે અપક્ષ માંથી ઉમેદવારી કરવાથી ફાયદો મતદારોને કે ઉમેદવારને આ પ્રશ્ન આજે પણ લોકો માટે ગંભીર બન્યો છે..? પશ્ચિમ વિસ્તારમાં રિક્ષા એસોસિયેશનના પ્રમુખે ઘણાં પ્રદર્શનનું એલાન કર્યું રીક્ષા ચાલકો તો ન જોડાયા પરંતુ કોંગ્રેસને તોડવાનું કામ કરતી કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાયા અને લોકો માટે કોંગ્રેસીઓ મનોરંજનરૂપી બની ગયા સામાન્ય રીતે ભરૂચમાં રીક્ષા ચાલકો કેટલા અને પ્રમુખની પડખે કેટલા..? તેનો જીવતો જાગતો નમૂનો રિક્ષા એસોસીએશનના ધરણા પ્રદર્શનમાં જોવા મળી ગયું છે  ભરૂચમાં રીક્ષા એસોસિએશનના પ્રમુખ મરહૂમ અબ્બાસ પેઇન્ટર હતા અને તેમના નિધન બાદ પ્રમુખનો તાજ આબિદભાઈ મિર્ઝા ને પહેરાવ્યો એ કાયદેસર કે ગેરકાયદેસર તેની ચર્ચામાં પડવું નથી..? પણ રીક્ષા ચ...

એક અઠવાડિયામાં 2 દુષ્કર્મ 1 છેડતી અને 1 સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ.. ક્યાં છે મહિલા અને બાળકીઓની સુરક્ષા..?

Image
ભરૂચ જિલ્લો ઉદ્યોગ નગરી સુરક્ષાના નામે મીંડુ  ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં નરાધમના કૃત્યથી આઠ દિવસની સારવાર બાદ સગીરાએ દમ તોડ્યો.. આમોદના એક ગામમાં નરાધમે બીજી વખત 72 વર્ષની વૃદ્ધા ઉપર દુષ્કર્મ કર્યુ ભરૂચ શહેરમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તો તેનાથી 100 મીટરની હદમાં મહિલા પાસે અભદ્ર માંગણીની ફરિયાદ.. દિનેશ મકવાણા ભરૂચ  ભરૂચ જિલ્લો ઔદ્યોગિક નગરી માનવામાં આવે છે પરંતુ હવે ઔદ્યોગિક નગરી માં સ્થાનિકો કેટલા સુરક્ષિત તેવા પ્રશ્નો વચ્ચે હાલ એક અઠવાડિયામાં જ ભરૂચ જિલ્લામાં 2 દુષ્કર્મ એક છેડતી અને એક સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાઈ ગઈ છે અને એક દુષ્કર્મ માં તો એક જ નરાધમે બીજી વખત ભોગ બનનાર ઉપર દુષ્કર્મ આચર્યું હોવાના ચોકાવનારા અહેવાલો સામે આવ્યા છે આમ તો ભરૂચ જિલ્લાને ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે અનેક રાજ્યમાં જેટલા ઉદ્યોગ હોય તેટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે જેના કારણે ઉદ્યોગ નગરીમાં પરપ્રાંતીય લોકો મોટા પ્રમાણમાં રોજગારી મેળવતા હોય છે અને આ રોજગારી મેળવતા પરપ્રાંતીઓને સ્થાનિકો જ આશરો આપતા હોય છે ભરૂચ જિલ્લાની અને એક ઔદ્યોગિક નગરીમાં ખુલ્લી જગ્યામાં લોખંડના મોટ...

માત્ર શરદપૂર્ણિમાએ ફાલ્ગુની પાઠક આવશે ભરૂચમાં..

Image
ભરૂચ તપોવન સંસ્કાર દ્વારા ગરબાનું આયોજન કેટલું સુરક્ષિત? તપોવન સંસ્કાર કેન્દ્રમાં  પહેલા જ યુવકનું વીજ કરંટ થી મોત છતાં સંસ્થાના લોકોમાં નથી દુઃખ : કરી રહ્યા છે ગરબાનું ભવ્ય આયોજન  તપોવન સંસ્કાર સંચાલિત ગરબાનું આયોજન સ્થળ ઉપર ઇલેક્ટ્રીક ડીપી,જનરેટર સહીત અનેક મુદ્દાઓને લઈ ખૈલાયાઓની સુરક્ષાને લઈને થયા સવાલો ઉભા : શું આપશે તંત્ર મંજૂરી  ગરબાના આયોજન ના સ્થળની આજુબાજુ અવાવરું જગ્યા હોય જેને લઈ યુવક યુવતી સહિત ગરબા રમવા આવતા ખલૈયાઓની સુરક્ષા કેટલી  ભરૂચ, ભારતીય સંસ્કૃતિમાં માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે આસો નવરાત્રી અને આ પર્વ માં ઉપવાસ,ઉપાસના અને માતાજીની ભક્તિ કરવાનું પર્વ માનવામાં આવે છે.પરંતુ હવે આ પર્વ ઘણા આયોજકો માટે કમાણીરૂપી બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.તપોવન સંસ્કાર કેન્દ્ર દ્વારા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.પરંતુ આ જ તપોવન સંસ્કાર ના વિદ્યાર્થીનું વીજ કરંટ થી એક મહિના પહેલા મોત થયું હોય અને તે અંગેના દુઃખને ભૂલી ઈલેકટ્રીશ્યન ના ઉપકરણો ચલાવવા કોઈ ડીપી કે પછી હેવી જનરેટર ને લઈ ખલૈયાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ ગયા છે. ભરૂચની નીલકંઠેશ્વર તપોભૂમિ ઉપ...