*અંકલેશ્વરમાં સાચું પત્રકારત્વ કરનાર એટલે મના કાકા..*



દુઃખદ :-  અંકલેશ્વરમાં સાચું પત્રકારત્વ કરનાર એટલે મના કાકા.. અવસાનના સમાચાર સમગ્ર પત્રકાર જગત માટે દુઃખદ..

પત્રકાર એટલે હંમેશા ભાંગ દોડમાં કામ કરનાર વ્યક્તિ એટલે પત્રકાર હંમેશા ઠરીને જમી પણ ન શકે અને જમતા જમતા પણ જો કોઈ ગંભીર સમાચાર નો કોલ આવે તો તાત્કાલિક દોટ મૂકવી એટલે પત્રકાર પત્રકાર હંમેશા નિસ્વાર્થ ભાવે દોડીને પણ સમાચાર કવરેજ કરી દર્શકો સમક્ષ મુકતા હોય છે અને એટલા માટે જ પત્રકાર જગતને ચોથો સ્તંભ માનવામાં આવે છે આવા જ એક પત્રકાર મના કાકાએ સૌ પત્રકારોને અચંબામાં મૂકી આ દુનિયાને અલવિદા કરી દીધી છે 

એવું કહેવાય છે કે પત્રકાર એટલે શું પત્રકાર એટલે એક અરીસો કહેવાય જે હંમેશા સાચાનું સાચું દર્શાવવાની હિંમત રાખતા હોય છે આવા જ એક અંકલેશ્વરના પત્રકાર કે જેને હુલામણા નામથી મના કાકા તરીકે ઓળખતા અને હંમેશા આગ જેવી દુર્ઘટના કે નર્મદા નદીમાં પુર કે અન્ય કોઈપણ મોટી ગંભીર ઘટના બની હોય તો ત્યાં હંમેશા પહોંચી જતા ડ્રોન ઉડાવીને પણ કવરેજ આપતા અને સાચા અર્થમાં પત્રકારત્વ કરતા આજે તેઓએ આ દુનિયાને અલવિદા કરતાં પત્રકાર જગત માટે પણ ગંભીર દુઃખદ દિવસ રહ્યો છે 

સોશિયલ મીડિયા ઉપર રહેવા ન્યુઝ નામનું પેજ સૌ કોઈ જોતા હશે અને તેમાં કંઈક નવા સમાચાર અને નવી સ્ટોરી જોવા મળતી હોય છે એવું કહેવાય છે રેવા ન્યુઝ ચેનલના મનહરભાઈ પટેલ (મના કાકા) હંમેશા કોઈપણ સીઝન હોય શિયાળો હોય ઉનાળુ હોય કે હોય ચોમાસુ કે પછી હોય કોરોના જેવો કહેર હંમેશા મના કાકા સમાચાર કવરેજ કરવામાં અગ્રેસર રહેતા અને સૌ પ્રથમ દર્શકો સમક્ષ મુકતા આજે સવાર માં ગુડ મોર્નિંગ થતાં જ સોશિયલ મીડિયા ઉપર મના કાકા નો ફોટો દુઃખદ સમાચાર સાથે જોયો અને લાગી આવ્યો કે પત્રકાર જગતે એક અનમોલ પત્રકાર તરીકેનો હીરો ગુમાવ્યો ભરૂચ અંકલેશ્વરના પત્રકાર સાથે હંમેશા હસતા મસ્તી મજાક કરતા રહેતા મના કાકા નું હાર્ટ એટેક થી અવસાન થયું હોવાના સમાચારથી પત્રકાર જગત માટે પણ ઘણું દુઃખદ રહ્યું છે

દુનિયાને અલવિદા કરીને ગયેલા પત્રકારો ત્યારે જ યાદ આવે છે ત્યારે કોઈક એવી ઘટના આવે ત્યારે તે આ સમાચાર ઉઠાવવા હોત તો આવા પત્રકાર ની જરૂર હોય અને ત્યારે અવસાન થયેલા પત્રકારની હંમેશા યાદ રહેતી હોય છે આવા જ એક મના કાકા પત્રકાર જગત માટે હંમેશા યાદગાર બની રહેશે.. મનાકાકાની પુણ્ય આત્માને પ્રભુ તેના ચરણોમાં સમર્પિત કરે તેવી સમગ્ર ભરુચ જિલ્લા પત્રકાર જગત તરફથી હાર્દિક શ્રદ્ધાંજલ...

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....