ભરૂચના મકતમપુર યુનિવર્સલ સ્કૂલની નજીક ગેસ લીકેજથી શાળા સંચાલકોની ચિંતા વધી..યુનિવર્સલ સ્કૂલના 700 બાળકોને ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જઈ રજા આપવી પડી..

જેટકો કંપનીની લાઇન નાખવાની કામગીરી વેળા જેસીબી થી ગેસ લાઇન લીકેજ થતા દુર્ગંધથી સ્થાનિકો ચિંતામાં...

ગેસ લાઇન તૂટ્યા બાદ પણ જેસીબી સંચાલકે કામ ચાલુ રાખતા સ્થાનિકો રોસે ભરાયા..

ગેસ લાઇન તૂટી જતા શાળા નજીક એક જ રસ્તો અવરજવર માટે હોવાના કારણે શાળા સંચાલકો ચિંતામાં 

ગેસ લીકેજ થઈ ત્યાં મોટા પ્રમાણમાં સ્ક્રેપ નું ગોડાઉન નજીકમાં શાળા અનેક તરફનો રસ્તો બંધ મોટી હોનારત ટળી 


દિનેશ મકવાણા ભરૂચ 


ભરૂચ મકતમપુર વિસ્તારમાં આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ જાતની સેફટી પણ રાખવામાં આવતી નથી તેવા સમયમાં જેટક કંપની દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું તે દરમિયાન ગેસ લીકેજ થતા માત્ર 10 મીટરની હદમાં જ આવેલી સ્કૂલના બાળકોને ગેસની દુર્ગંધથી શાળા સંચાલકો તાત્કાલિક બાળકોને ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ ગયા હતા અને તાત્કાલિક રજા આપી દેવાની નોબત આવતા 700 બાળકોનું જીવનું જોખમ ટળ્યું હતું સાથે જ્યાં ગેસ લીકે થયો ત્યાં જ સ્ક્રેપનું ગોડાઉન પણ આવેલું હોય આગની ઘટના બની હોત તો મોટી હોનારત થવાની સંભાવનાઓ વર્તાઈ હતી 

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મકતમપુરમાં મકતમપુર પાટિયાથી યુનિવર્સલ સ્કૂલ સુધી આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે રોડ વાહન વ્યવહાર માટે બંધ છે અને એક જ રસ્તો ચાલુ હતો અને તે રસ્તા ઉપર ઝટકો કંપનીનું કામ ચાલુ હતું અને જેસીબી થી ખોદકામ વેળા ગુજરાત ગેસની લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હોવાના કારણે ગેસ પવનમાં ઉડી માત્ર 10 મીટરની હદમાં આવેલી યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં જતા બાળકોને ગેસની અસર થતા શાળા સંચાલકો ચિંતામાં મુકાયા હતા અને તાત્કાલિક 700થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલની પાછળ આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવ્યા હતા અને તાત્કાલિક રજા આપી દેવાની નોબત પણ આવી ગઈ હતી અને ગેસ લીકેજની ઘટનામાં આગ લાગી હોત તો નજીકમાં જ ભંગાણનો ગોડાઉન પણ આવેલું છે જેના કારણે મોટી હોનારતનો ભય ઊભો થયો હતો

બાબતે એ છે કે જેટકો કંપનીનું કામ ચાલુ હોવા છતાં jcb વાળા એ પણ ગેસ લીકે થયો હોવા છતાં ગુજરાત ગેસને જાણ કરવાની તસ્દી ન લીધી સ્થાનિકોએ તાત્કાલિક ગુજરાત ગેસનો સંપર્ક કરતા ગુજરાત ગેસની ગાડી ઘટના સ્થળ ઉપર આવી ગઈ હતી અને ગેસ લાઇન લીકેજ હોય તેનું તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી અને છતાં પણ જેસીબી પણ મીડિયા ઘટન સ્થળ ઉપર પહોંચતા તાત્કાલિક ભાગવાની નોબત આવી ગઈ હતી પરંતુ એક જ રસ્તો ચાલુ હોય અને બીજા રસ્તા ઉપર આ પ્રકારનીનું કામ કરવું સ્થાનિકોના જીવનું જોખમ ઊભું થતું હોય તેવું લોકો માની રહ્યા છે

બોક્સ 

ગેસ લીકેજ થતા દુર્ઘટના કારણે બાળકોને ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જઈ રજા આપી પડી :- મુસ્તાક મલેક શાળા પ્રિન્સિપાલ 

પવનના કારણે સ્કૂલની બહાર ગુજરાત ગેસની પાઇપલાઇન જેસીબી વાળા થ તૂટી ગઈ હોય અને ગેસની દુર્ગંધથી બાળકોને શિક્ષકોએ જાણ કરતા તાત્કાલિક તમામ બાળકોને સ્કૂલની પાછળ શાળાનું જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં લઈ ગયા હતા અને ત્યાંથી તેમને રજા આપવાની ફરજ પડી છે પરંતુ સેફટી વિના કામ થતું હોય જેથી તંત્ર એ પણ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ જેસીબી વાળાએ ગેસ લાઇનમાં પંચર કર્યું છતાં પણ શાળાઓમાં જાણ કરી નહીં અને આજુબાજુવાળાને જાણ નહીં કરતા આખરે દુર્ગંધ આવતા અમોએ પોતે ગુજરાત ગેસનો સંપર્ક કર્યો હતો. પરંતુ સમય સૂચકતા ના કારણે મોટી હોનારત ટળી ગઈ છે તેમ શાળાના આચાર્ય મુસ્તાક મલેકે કહ્યું હતું

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....