ચૂંટણીએ ચૂંટણીએ પાર્ટી બદલવી અને અપક્ષમાંથી ઉમેદવારી કરનારના સમર્થનમાં કોંગ્રેસનું જ સૂરસૂરિયું
એક એવો કે સૌ પ્રથમવાર એઆઈએમએઈએમ, આપ પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, અને અંતે લોકસભામાં અપક્ષમાંથી ઉમેદવારી..?
ભરૂચ
ભરૂચમાં રાજકારણ કરવું હોય તો માન સન્માન હોવું જરૂરી છે પણ માન સન્માન મેળવવા માટે દેખાવા પૂરતા કાર્યક્રમ કરવા કેટલા યોગ્ય આવું ઘણી વખત થતું હશે ભરૂચમાં હાલ રાજકારણમાં પણ કોઈ પાર્ટી જેને ન સાચવે તે અંતે અપક્ષમાંથી ઉમેદવારી કરતા હોય છે અપક્ષ માંથી ઉમેદવારી કરવાથી ફાયદો મતદારોને કે ઉમેદવારને આ પ્રશ્ન આજે પણ લોકો માટે ગંભીર બન્યો છે..? પશ્ચિમ વિસ્તારમાં રિક્ષા એસોસિયેશનના પ્રમુખે ઘણાં પ્રદર્શનનું એલાન કર્યું રીક્ષા ચાલકો તો ન જોડાયા પરંતુ કોંગ્રેસને તોડવાનું કામ કરતી કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાયા અને લોકો માટે કોંગ્રેસીઓ મનોરંજનરૂપી બની ગયા સામાન્ય રીતે ભરૂચમાં રીક્ષા ચાલકો કેટલા અને પ્રમુખની પડખે કેટલા..? તેનો જીવતો જાગતો નમૂનો રિક્ષા એસોસીએશનના ધરણા પ્રદર્શનમાં જોવા મળી ગયું છે
ભરૂચમાં રીક્ષા એસોસિએશનના પ્રમુખ મરહૂમ અબ્બાસ પેઇન્ટર હતા અને તેમના નિધન બાદ પ્રમુખનો તાજ આબિદભાઈ મિર્ઝા ને પહેરાવ્યો એ કાયદેસર કે ગેરકાયદેસર તેની ચર્ચામાં પડવું નથી..? પણ રીક્ષા ચાલકોની સમસ્યા શું સૌપ્રથમ રિક્ષાચાલકોનો આ એક સવાલ છે રીક્ષા ચાલકોને સીએનજીમાં ભાવ વધારા ના કારણે તકલીફો પડે છે સાથે આરટીઓના કામ માટે ભારે હાલાકી ભોગવી પડે છે નડરત રૂપ રીક્ષા મૂકી હોય તો પોલીસ કાર્યવાહી કરતી હોય તે ગંભીર સમસ્યા છે આવી તમામ સમસ્યા છોડીને રીક્ષા એસોસિયેશનના પ્રમુખે બિસ્માર રસ્તા મુદ્દે આખરે રિક્ષા એસોસિયેશનના પ્રમુખે નગરજનોને જોડાવા ધરણા પ્રદર્શનમાં એલાન કર્યું જોકે ધરણા પ્રદર્શનની મંજૂરી ન મળી છતાં ધરણા પ્રદર્શન પર બેઠા.. મંજૂરી ન હોવાના કારણે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. તેમની સાથે ઇન બિન તીન કોંગ્રેસીઓ પણ સમર્થનમાં જોડાયા પરંતુ કોંગ્રેસીઓને ખબર જ નહોતી કે ધરણા પ્રદર્શનની મંજૂરી નથી.. ચાલો ધરણા પ્રદર્શનને છોડી દઈએ ધરણા પ્રદર્શનમાં બેઠા બાદ પોલીસે ઉઠાવી મૂક્યા અને મીડિયા સમક્ષ રિક્ષા એસોસિયેશનના પ્રમુખે સ્થાનિક ચૂંટાયેલા વિપક્ષના નેતાઓ ઉપર જ પ્રહારો કરી દીધા હા રીક્ષા એસોસિએશનના પ્રમુખ ભાજપના સદસ્ય હોવાનો ચોકાવનારો ઓળખ કાર્ડ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે સાથે ભરૂચ સ્ટેશન નજીક ગોપાલ ઇટાલીયાના હસ્તે આપનો ખેસ પણ રિક્ષા એસોસિયેશનને પ્રમુખે પહેર્યો હતો..? ત્યારબાદ એઆઈએમઆઈએમમાં પણ એક ફાર્મ હાઉસમાં હાજર થઈ ખેસ ધરણ કર્યો હતો અને અપક્ષ માંથી ઉમેદવારી પણ કરી હતી એવું કહેવાય છે કે કોઈ પાર્ટી ન સાચવે જેમ અલગ અલગ પાર્ટી બદલાય તેમ અલગ અલગ બયરા બદલાય આ કહેવત કોને સાર્થક થાય..? (બંધ બસતી પાઘડી પહેરવી નહીં) આ તો જસ્ટ યાદ આવ્યું..? ઘણી વખત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પણ જે લોકો ડગલે અને પગલે પાર્ટીઓ બદલતા હોય છે તેમને જ સાચવતા હોય છે અને અંતે તેનું પરિણામ ભોગવવાનો ચૂંટાયેલા નેતાઓને જ આવે છે
મારો એક જ પ્રશ્ન છે જો રીક્ષા એસોસિએશનના પ્રમુખ કાયદેસર હોય અને ખરેખર બિસ્માર રસ્તા મુદ્દે રીક્ષા ચાલકોને તકલીફ હોય તો રિક્ષા એસોસિએશનના પ્રમુખના ધરણા પ્રદર્શનમાં રીક્ષા ચાલકો ભૂગર્ભમાં કેમ ઉતર્યા? રીક્ષા ચાલકો હાજર કેમ ન રહ્યા..? એક વાત નિશ્ચિત છે કે રિક્ષા એસોસિએશનના નામે ભલે મંજૂરી માંગવામાં આવે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી રીક્ષા એસોસિએશનના પ્રમુખ ખરેખર કાયદેસર પ્રમુખ છે તેવા સવાલો હવે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે જો સાચા અર્થમાં રિક્ષા એસોસીએશનના પ્રમુખ હોય તો પાંચ રીક્ષા ચાલકો તો ઘણા પ્રદર્શનમાં જોડાઈ..? જે વાત હોય તે..? પણ જે વિસ્તારમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિ કોંગ્રેસીઓ હોય અને ચૂંટાયેલા નગર સેવકોની વિરુદ્ધ જ જો રીક્ષા એસોસિયેશનના પ્રમુખ સમર્થન આપતી કોંગ્રેસની વિરુદ્ધ જ નિવેદન આપતા હોય તો તે સૌથી મોટી મૂર્ખામી કહેવાય..?
આખરે રિક્ષા એસોસિએશનના પ્રમુખના ખભા ઉપર બંદુક કોણ ફોડે છે..? જે હોય તે કોંગ્રેસ જ કોંગ્રેસની ઘોળ ખોદવા રીક્ષા એસોસિયેશનના પ્રમુખ સાથે રમત રમી રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જે રીક્ષા એસોસિએશનના પ્રમુખ માટે ટેકેદાર માં સહી કરનાર કોંગ્રેસના જ બે હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આજે આજ કોંગ્રેસીઓ અપક્ષના ઉમેદવારના ખોળામાં બેસી સમર્થન જાહેર કરી હાસ્યસ્પદ બની રહ્યા છે

Comments
Post a Comment