માત્ર શરદપૂર્ણિમાએ ફાલ્ગુની પાઠક આવશે ભરૂચમાં..
ભરૂચ તપોવન સંસ્કાર દ્વારા ગરબાનું આયોજન કેટલું સુરક્ષિત?
તપોવન સંસ્કાર કેન્દ્રમાં પહેલા જ યુવકનું વીજ કરંટ થી મોત છતાં સંસ્થાના લોકોમાં નથી દુઃખ : કરી રહ્યા છે ગરબાનું ભવ્ય આયોજન
તપોવન સંસ્કાર સંચાલિત ગરબાનું આયોજન સ્થળ ઉપર ઇલેક્ટ્રીક ડીપી,જનરેટર સહીત અનેક મુદ્દાઓને લઈ ખૈલાયાઓની સુરક્ષાને લઈને થયા સવાલો ઉભા : શું આપશે તંત્ર મંજૂરી
ગરબાના આયોજન ના સ્થળની આજુબાજુ અવાવરું જગ્યા હોય જેને લઈ યુવક યુવતી સહિત ગરબા રમવા આવતા ખલૈયાઓની સુરક્ષા કેટલી
ભરૂચ,
ભારતીય સંસ્કૃતિમાં માં જગદંબાની આરાધનાનો પર્વ એટલે આસો નવરાત્રી અને આ પર્વ માં ઉપવાસ,ઉપાસના અને માતાજીની ભક્તિ કરવાનું પર્વ માનવામાં આવે છે.પરંતુ હવે આ પર્વ ઘણા આયોજકો માટે કમાણીરૂપી બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.તપોવન સંસ્કાર કેન્દ્ર દ્વારા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.પરંતુ આ જ તપોવન સંસ્કાર ના વિદ્યાર્થીનું વીજ કરંટ થી એક મહિના પહેલા મોત થયું હોય અને તે અંગેના દુઃખને ભૂલી ઈલેકટ્રીશ્યન ના ઉપકરણો ચલાવવા કોઈ ડીપી કે પછી હેવી જનરેટર ને લઈ ખલૈયાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ ગયા છે.
ભરૂચની નીલકંઠેશ્વર તપોભૂમિ ઉપર તપોવન સંસ્કાર કેન્દ્ર સાથે સત્યમ કોલેજ પણ કાર્યરત છે અને અહીં અભ્યાસ કરતા 21 વર્ષીય યુવકનું મહિના પહેલા સાઉન્ડ સિસ્ટમ ફિટ કરતી વેળા મોત થયું હતું અને મામલને રફેદફે કરવા મૃતકના પરિવારને સહાય ચૂકવી મામલો શાંત પાડયો હતો.પરંતુ હાલમાં જે પ્રકારે કોલેજ નજીક ખુલ્લી જગ્યામાં ભવ્યાતિ ભવ્ય ગરબાનું આયોજન થઈ રહ્યું છે.સાથે આ ગરબા આયોજન માટે ઈલેક્ટીક ઉપકારનો ચલાવવા માટે કોઈ હેવી ઈલેક્ટ્રીક ડીપી પણ નથી સાથે જો જનરેટર ઉપર ચલાવવામાં આવે અને હાલના ચોમાસાના વરસાદી માહોલને ધ્યાને રાખી જો કોઈ આકસ્મિક ઘટના બને તો ખૈલયાઓનું જીવનું જોખમ ઉભું થાય તો જવાબદાર કોણ તેવા સવાલો વચ્ચે હાલ તો ગરબા ના આયોજન માટે તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.પરંતુ ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ અને ખૈલયાઓની સુરક્ષા અંગે તપાસ કરશે કે પછી મંજૂરી આપી દેવાશે અને જો મંજૂરી આપી દેવામાં આવે અને ઘટના બને તો જવાબદાર કોણ કોણ ગણાય? કારણકે નહિ જેવા ગણેશજીના પંડાલ માં વિદ્યાર્થીઓ સાઉન્ડ સિસ્ટમ ફિટ કરતા એક વિદ્યાર્થીનું મોત થયું હતું જેની સાહી હજુ સુકાઈ પણ નથી અને જો ખૈલયાઓ ની સુરક્ષા વગર ગરબાનું આયોજન થાય તે ગંભીર બાબત હોવાનું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે.
બોક્સ...
વિદ્યાર્થીનું વીજ કરંટ થી માં મોતમાં સહાય ચૂકવી મામલાને રફેદફે કર્યો?
સામાન્ય રીતે કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય તો તે ઈલેકટ્રીશ્યનનું કામ ન કરી શકે છત એક વિદ્યાર્થીએ સાઉન્ડ સિસ્ટમનું વાયરિંગ કરતા જોરદાર વીજ કરંટ લાગતા મોત થયું હતું.મોટા હોબાળા બાદ પોલીસ ફરિયાદ ન થાય તે માટે મૃતકના પરિવારને 51 હજારની સહાય ચૂકવવા તૈયાર થયા પરંતુ મામલો ગંભીર હોવાના પગલે મૃતકના પરિવારને 7 લાખની સહાય ચૂકવીને પણ મામલાને રફેદફે કરી વિદ્યાર્થીના મોત ને સવા મહિનો નથી થયો છતાં ગરબાનું આયોજન થતા ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.
બોક્સ...
ગરબાના આયોજનના સ્થળની આજુબાજુ અવાવરું જગ્યા જોખમ કારક?
જે જગ્યાએ ગરબાનું આયોજન થઈ રહ્યું છે તેની આજુબાજુ ઝાડી ઝાંખળા સહીત અવાવરું જગ્યા હોવાનું સામે આવ્યું છે જેને લઈ ખૈલયાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.ગરબા રમવા આવેલા યુવક યુવતીઓ વચ્ચે અણબનાવ બને અને જો ખૂની ખેલ થાય તો હત્યાનો ભેદ ઉકેવલા માટે પોલીસને પણ મુશીબત બની શકે છે.જેને લઈ ગરબાનું આયોજન થાય પરંતુ લોકોની સુરક્ષા અંગે તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે.
બોક્સ...
અન્ય ધર્મના લોકોને એન્ટ્રી આપવી તે હજુ ચર્ચા વિચારણામાં છે : આયોજક જાગૃતિ પંડયા
ગરબાના આયોજનમાં અન્ય ધર્મના લોકોને એન્ટ્રી નહિ આપવા અને સ્ટોલ પણ નહિ આપવા માટે હિન્દૂ સંગઠનો લાલધૂમ બન્યા છે.તેવામાં તપોવન સંસ્કાર આયોજીત ગરબામાં અન્ય ધર્મના લોકોને એન્ટ્રી આપવી કે નહિ અને યુવકો માટે એન્ટ્રી ફ્રી એક દિવસના 350 રૂપિયા છે અને અન્ય ધર્મના લોકોને એન્ટ્રી આપવા હજુ આયોજકોની ચર્ચા વિચારણામાં હોવાનું પત્રકાર પરિષદમાં આયોજક જાગૃતિબેન પંડયાએ કહ્યું છે.
બોક્સ...
ફાલ્ગુની પાઠક માત્ર શરદ પૂર્ણિમા ના દિવસે આપશે હાજરી
ગરબા કવીન ફાલ્ગુની પાઠક માત્ર એક દિવસ શરદ પૂર્ણિમા ના દિવસે ગરબા ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત રહેનાર છે અને જો લોકોની જનમેદની વધુ પ્રમાણમાં ઉમટી પડે અને મોટી દુર્ઘટના ઘટી જાય તો જવાબદાર કોણ?કારણ કે ઇલેકટ્રીશ્યનના ઉપકરણોને લઈ જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવા સવાલો વચ્ચે ગરબાની મંજૂરી કયું વિભાગ આપે છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.
Comments
Post a Comment