લો બોલો :- ભરૂચમાં ન્યાયના મંદિરમાં વકીલોએ જ વકીલોની સામે બાયો ચઢાવી..?

પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ પોતાના માનિતા વકીલોને જ બોલાવીને કામ આપતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત..

વકીલ બાર એસોસિએશનના પ્રમુખ સહિત વકીલ મંડળે ભરૂચ એસપી આઈજી ડીજીપી તથા ડિસ્ટ્રિક્ટ જજને લેખિતમાં કરી રજૂઆત 


દિનેશ મકવાણા ભરૂચ 

ભરૂચ કોર્ટમાં ઘણા આવતા કેસોમાં જે તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ તેઓના માનિતા વકીલો ને બોલાવી કામ આપતા હોવાના આક્ષેપ સાથે ઘણા પોલીસ સ્ટેશનના નામ સહિતની ફરિયાદ વકીલ બાર એસોસિએશનના પ્રમુખની આગેવાનીમાં ભરૂચ એસપી ડીજીપી આઈજી તથા ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ રજૂઆત કરતા પોલીસ બેડામાં ખળભળટ મચી ગયો છે

ભરૂચમાં વકીલો એ જ વકીલોની સામે બાયો ચઢાવી હોય તેવો મામલો સામે આવ્યો છે જેમાં વકીલ બાર એસોસિએશનના પ્રમુખએ વકીલ મંડળો સાથે ડિસ્ટ્રિક્ટ જજ તથા ભરૂચ એસપી આઈજી અને ડીજીપીને સંબોધીને વિનંતી પત્ર સાથે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે કેટલાક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ તેઓના માનીતા વકીલોને જ કામ આપતા હોય અને તેમાં તેમને શું ફાયદો થતો હશે તેવા સવાલ ઉભા કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં કેટલા વકીલોના વકીલાતનામાઓનો ઉપયોગ કરાયો છે અને એક જ વકીલોના વધારે પડતા વકીલાતનામાં શું શંકા ઉપજાવે છે તેવા સવાલો ઉભા કરી દીધા છે ગણ્યા ગાંઠિયા વકીલોને તમામ પોલીસ સ્ટેશનમાંથી કામ મળી જતું હોય જ્યારે અન્ય વકીલો સાથે અન્યાય થતો હોય તેવા આક્ષેપ સાથે પોલીસ વિભાગ સામે પણ વકીલ મંડળે શંકા કુશંકા ઉભી કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે 

પોલીસ સ્ટેશનમાંથી ગણ્યા ગાંઠિયા વકીલોને કામ અપાતું હોવાના આક્ષેપનો મામલો છેલ્લા ત્રણ દિવસથી વકીલ મંડળમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો અને અંતે વકીલ મંડળોના સભ્યોએ પણ પ્રમુખને ઉગ્ર રજૂઆત કરતા આખરે તેઓએ પણ સમગ્ર વાતને ગંભીરતાથી લઇ તાત્કાલિક લેખિતમાં લાગતા વળગતા અધિકારીઓ તથા ડિસ્ટ્રિક્ટ જજને લેખિતમાં રજૂઆત કરતા ઘણા પોલીસ કર્મીઓમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે

જોકે વકીલ બાર એસોસિએશનએ કરેલી રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે કેટલાક પોલીસ કર્મીઓને વકીલો વ્યવહાર કરી સાચવતા હોય અને એટલા માટે જ તેમના માનીતા વકીલોને કામ આપવામાં આવતું હોય તેવા આક્ષેપો કરવામાં આવતા પોલીસ કર્મીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પ્રમુખે કરેલી રજૂઆતમાં જે રજૂઆત કરવા આવ્યા છે તે જ રજૂઆતમાં ઉલ્ટા કાન પકડાવી કામની માંગણી કરી રહ્યા હોય તેવું પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે પોલીસ વિભાગ પાસેથી આ તો કેવી રીતે કામ માંગી શકાય..? શું પોલીસને બાનમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે..? તેવું લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પરંતુ આક્ષેપ ગંભીર છે..?


Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....