ભરૂચ ના મકતમપુર ની અવાવરું જગ્યા એ થી મહિલા-પુરુષ ના મળી આવેલ મૃતદેહ નો ભેદ ઉકેલતી પોલીસ....
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ ના મકતમપુર રોડ ઉપર આવેલ એક આશ્રમ ની પાછળ સેફાયર એપાર્ટમેન્ટ ની પાસે ઝાડી ઝાંખડા ની અવાવરું જગ્યા એ થી મહિલા અને પુરુષ ના લોહી લુહાણ અવસ્થા માં મૃતદેહ મળી આવ્યા હતા.જે અંગે ની જાણ સી ડીવીઝન પોલીસ મથક ના પીઆઈ દીપક ઉનડટક ને થતા પોલીસ કાફલા સાથે સ્થળ ઉપર દોડી આવી.ઘટના ની જીણવટ ભરી તપાસ કરી નજીક માં રહેલી બે મહિલા ની પૂછપરછ કરતા મહિલાઓ એ સમગ્ર ઘટના અંગે પુરુષે મહિલા ની હત્યા કરી કબુલાત કરી હતી અને પુરુષે પોતે ગળું કાપી આત્મહત્યા કરી હોવાની કેફિયત રજુ કરી હતી.જો કે મૃતકો ના વાલીવારસોને સ્થળ ઉપર બોલાવવામાં આવતા મૃતક મહિલા પરણિત હોય અને બે સંતાનો ની માતા હોવા છતાં તેની મારનાર પ્રેમી સાથે પાંચ વર્ષ થી પ્રેમ સબંધ હોવાનો મહિલા મૃતક ના પતિ એ ખુલાસો કરી મારનાર તુલસી સોલંકી વિરુદ્ધ પત્ની ની હત્યા કરવા અંગે ની ફરીયાદ આપી હતી.જેના પગલે સમગ્ર હત્યા ની ભેદ ઉકેલી નાંખવામાં આવતા ડીવાયએસપી જે એસ નાયકે જણાવ્યું હતું કે મહિલા અને પુરુષ વચ્ચે ના પ્રેમ સંબધ હોવાના કારણે પ્રેમિકા એ પ્રેમી ને સબંધ રાખવાનો ઈન્કાર કરતા પ્રેમીએ પ્રેમિકા ની હત્યા કરી નાંખી છે અને હત્યા કરનાર તુલસીભાઈ સોલંકીએ મકતમપુર રોડ ઉપર થી એક દુકાન ઉપર થી ચપ્પુ અને દાતરડું ખરીદયું હોવાનું પણ તપાસ માં બહાર આવ્યું છે.જેના પગલે પ્રેમી સામે હત્યા નો ગુનો દાખલ કરી સમગ્ર ઘટના નો ભેદ ઉકેલાઈ ગયો છે.
Comments
Post a Comment