ભરૂચ નગરપાલિકાના કર્મચારીના પરિવાર કોરોના પોઝિટિવ, 11 કોરોના પોઝિટિવ...
ભરૂચ નગરપાલિકાના સ્ટોર કીપર ફરજ નિભાવતા આર.પી.ઠાકોરનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓના પરિવારના પણ ટેસ્ટ કરવામાં આવતા તેઓની પત્ની તથા સંતાનો કોરોના પોઝિટિવ આવતા ત્રણ લોકો કોરોના સંક્રમિત નો ભોગ બન્યા છે ત્યારે ભરૂચ નગર પાલિકામાં કોરોના સંક્રમિત દર્દીઓ તથા કેટલાય કર્મચારીઓના કોરોના તથા શંકાસ્પદ મોત નીપજ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકાને કોરેન્ટાઈન કરવામાં આવે તો કોરોના નું સંક્રમણ ઘટી શકે તેમ પણ છે...
ભરૂચ જિલ્લામાં કોરોના સતત પોતાની હાજરી પુરાવી રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના ૯ તાલુકા પૈકી માત્ર ભરૂચ અને અંકલેશ્વરમાં જ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા જેમાં ભરૂચ તાલુકામાં સવથી વધુ ૮ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા જ્યારે અંકલેશ્વરમાં માત્ર ૨ જ કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા જ્યારે ભરૂચ જિલ્લાના સાત તાલુકામાં કોરોનાએ ગેરહાજરી પુરાવી હતી ભરૂચ જિલ્લામાં માત્ર ભરૂચ તાલુકામાં આઠ કોરોના જ્યારે અંકલેશ્વરમાં બે મળી ૧૦ કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ભરૂચ જિલ્લાનો કોરોના પોઝીટીવ નો આંકડો ૧૦૪૪ ઉપર પહોંચી ગયો છે ત્યારે ભરૂચ તાલુકામાં સૌથી વધુ કોરોના નું સંક્રમણ આજે સામે આવ્યું હતું ત્યારે લોકોમાં પણ સાવચેતી આવે તે જરૂરી છે ત્યારે આવનારા મેઘમેળા અંગેનું જાહેરનામું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ નહિ કરાય અને મેળો યોજાશે તો કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય તેવી પણ લોકો દહેશત વ્યક્ત કરી રહ્યા છે...
Comments
Post a Comment