ભરૂચ જિલ્લામાં કોરોના શંકાસ્પદ 2 પોઝિટિવ 4 મળી 6 ના મોત, નવા 17 કોરોના પોઝિટિવ નોંધાયા...

 


ભરૂચ જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા કેટલાય દર્દીઓ દમ તોડી રહ્યા છે જેમાં ખાનગી હોસ્પિટલમાં શ્રી કુંજ રેસીડેન્સી અંકલેશ્વરના ૭૦ વર્ષીય મહિલાનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું તો સેવાશ્રમ ની એક ખાનગી હોસ્પિટલમાં ભરૂચના ગાયત્રી નગર ગુજરાત હાઉસિંગ બોર્ડની ૬૪ વર્ષીય મહિલાનું પણ શંકાસ્પદ મોત નીપજ્યું હતું તો અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા સાકાર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી ના ૭૩ વર્ષીય દર્દીનું પણ મોત નીપજ્યું હતું તો પાલેજ ના સી.એચ.સી હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા કપાસિયા હોલ પાલેજ ના ૮૮ વર્ષીય દર્દીનું પણ મોત નીપજ્યું હતું તો ભરૂચની પટેલ હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા શ્યામ રેસીડેન્સી અંદાડા અંકલેશ્વરના ૪૬ વર્ષીય દર્દીનું પણ મોત નીપજ્યું હતું તો ભરૂચ રંગ કુટીર બંગલોઝ સોસાયટી ના ૬૫ વર્ષીય દર્દીનું પણ કોરોના ની સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું ભરૂચ જિલ્લામાં કોરોના ની સારવાર લઈ રહેલા કેટલાય દર્દીઓ હોસ્પિટલમાં દમ તોડી રહ્યા છે ત્યારે હજુ પણ લોકોમાં સાવચેતી આવે તે જરૂરી છે..

તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં નવા ૧૭ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા જેમાં ભરૂચ પ અંકલેશ્વર ૧૦ જગડીયા ૨ મળી કુલ ૧૭ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતાં ભરૂચ જિલ્લાનો કુલ આંકડો ૧૩૯૬ ઉપર પહોંચી ગયો છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે...


Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....