શ્રીજીને પણ કોરોનાનું ગ્રહણ : શ્રીજીને ઘરે જ વિસર્જન કરવા પડશે તેવા જાહેરનામાથી મૂર્તિકારો માટીની મૂર્તિ તરફ વળ્યા...
ભરૂચ જીલ્લા માં કોરોના ની મહામારી એ તમામ ઉત્સવો સાથે ધાર્મિક તહેવારો ને ફીકા પાડી દીધા છે. જેમાં પ્રથમ 250 વર્ષ થી ગુજરાત માં માત્ર ભરૂચ ખાતે ઉજવાતા મેઘ ઉત્સવ ને પણ કોરોના ના ગ્રહણ ના પગલે મેળો નહિ યોજાય તેવું જાહેરનામું જીલ્લા વહીવટી તંત્ર એ પ્રસિદ્ધ કર્યું છે અને તેમાં શ્રીજી ઉત્સવ ને પણ આવરી લેવામાં આવ્યો છે.જેમાં ઉલ્લેખ કરાયો છે.કે શ્રીજી ની સ્થાપના જાહેર સ્થળો માં સ્થાપિત નહિ કરી શકાય.જાહેર માં સરઘસો નહિ કાઢી શકાય.તદ્દઉપરાંત શ્રીજી ને પોતાના ઘરે જ વિસર્જન કરવા પડશે તેવા જાહેરનામા ના પગલે શ્રીજી આયોજકો અને મૂર્તિકારો મૂંઝવણ અનુભવી રહ્યા છે.
ભરૂચ ના અંકલેશ્વર, રાજપીપળા ચોકડી અને ગડખોલ પાટીયા નજીક મૂર્તિકારો એ પીઓપી ની મૂર્તિઓ નો ખડકલો કરી આયોજકો પીઓપી ની મૂર્તિઓ બુકીંગ કરાવશે તો મૂર્તિ ને રંગરોગાણ કરી આયોજકો ને આપવામાં આવશે.તો કેટલાય મૂર્તિકારો આયોજકો ની રાહ જોઈ બેઠા છે.કે આયોજકો મૂર્તિ પસંદ કરવા આવે અને તેઓ ને રોજગારી મળે.પરંતુ ગતરોજ પ્રસિદ્ધ થયેલા જીલ્લા કલેકટર ના જાહેરનામા ના પગલે આયોજકો પણ મૂંઝવણ માં મુકાઈ ગયા છે.ત્યારે કોરોના ની મહામારી ના પગલે ભરૂચ જીલ્લા માં મૂર્તિકારો ના ધામા ઓછા જોવા મળી રહ્યા છે.પરંતુ મૂર્તિકારો પણ હવે જીલ્લા વહીવટી તંત્ર ના જાહેરનામા ના પગલે માટી ની મૂર્તિ બનાવવા માટે મજબુર બન્યા છે.
ભરૂચ જીલ્લા માં શ્રીજી ઉત્સવ પણ વર્ષે ફીકા પડી રહ્યા છે.જીલ્લા વહીવટી તંત્ર એ શ્રીજી નું વિર્સજન ઘરે જ કરવું પડશે તેવા જાહેરનામા થી મૂર્તિકારો એ પણ શ્રીજી ભક્તો પોતાના ઘરે શ્રીજી ને વિસર્જીત કરી શકે તેવી માટી ની મૂર્તિ તૈયાર કરવા સાથે આ મૂર્તિ ને શણગાર કરી નયનરમ્ય બનાવાઈ રહી છે અને આ મૂર્તિ ઘરે કોઈ પણ વાસણ માં પાણી ની અંદર વિસર્જીત કરી માત્ર 30 જ મિનિટ માં ઓગળી જશે તેમ મૂર્તિકારો એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
Comments
Post a Comment