ભરૂચ ગોલ્ડનબ્રીજની જળ સપાટી 17 ફૂટે... કાંઠા વિસ્તારોના કિનારા ધોવાયા, 35 ગામોને એલર્ટ કરાયા, નર્મદા ડેમના 23 ગેટ ખોલી 3 લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાયુ...



ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં સતત પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની જળ સપાટી માં સતત વધારો થતાં સવારથી ૨૩ દરવાજા ખોલી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તારના ખેડૂતો રહીશોને સાવચેત કરાયા હતા સતત પાણીની આવક નર્મદા નદીમાં થતાં નર્મદા નદી પુનઃ એકવાર તેના અસલ સ્વરૂપમાં માહિતી જોવા મળી રહી છે જેના કારણે પૂર્વ પટ્ટીના ગામોમાં નર્મદા કાંઠે રહેતા લોકોનું પણ સ્થળાંતર કરાયું છે તો ભરૂચના નિકોરા ગામના નર્મદા નર્મદા નદીમાં પાણીની સતત આવક થતાં કાંઠા વિસ્તારના કિનારાઓ નું ધોવાણ થવાના કારણેે ધસી રહી છે જેના કારણે ઉપર રહેતા લોકોના જીવનું જોખમ પણ ઉભું થઇ રહ્યું છે... 

સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે અને ત્રણ લાખ ક્યુસેક કરતાં વધુ પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે જેના કારણે નર્મદા નદી કાંઠાના ગ્રામજનો તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે તો ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક ની ઝૂંપડપટ્ટીમાં રહેતા કેટલાય લોકોનું સ્થળાંતર કરાયું છે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાય તો નર્મદાની જળ સપાટી વધવાની સંભાવનાને લઈ તંત્રએ માછીમારોને માચ્છીમારી કરવા નર્મદા નદીમાં ન જવાની સૂચના આપવા સાથે કિનારાના ૧૭ જેટલા ગામોને એલર્ટ કરાયા છે. જેમાં અંકલેશ્વર તાલુકાના ૮, ઝઘડિયા તાલુકાના ૯ ગામોનો સમાવેશ  થાય છે. સાથે જ઼ ભરૂચ તાલુકાના જુના તવરા, નવા તવરા, મંગલેશ્વર, નિકોરા, દશાન બેટ તેમજ શહેરના કસક અને ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટી, દાંડિયા બજાર, લાલબજાર, નવચોકી, ફુરજા, વેજલપુર, મક્તમપુર જેવા નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાવચેત રહેવા સૂચનાઓ આપી દેવાઈ છે...

પૂર્વ પટ્ટીના ગ્રામજનો ખેતી ઉપર નિર્ભર છે ખેડૂતો અને ખેત મજૂરો સામે પાર ખેતી કરવા માટે જઈ રહ્યા છે પરંતુ નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે જેના કારણે નર્મદા નદીમાં પાણીની આવક થતા નર્મદા નદી સતત બે કાંઠે વહેતી થવા સાથે ધસમસ્ત આ પાણીમાં પણ બોટ અને નાવડી મારફતે પણ ખેડૂતો અને ખેત મજૂરો જીવના જોખમે નર્મદા નદી પસાર કરી રહ્યા છે...


 

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....