કોરોનાથી સાવચેતી રાખો / ભરૂચ જિલ્લામાં કોરોના અને શંકાસ્પદ 5 દર્દીઓના મોત સાથે નવા 16 પોઝિટિવ નોંધાયા...
ભરૂચ જિલ્લામાં સતત કોરોના ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની તથા જિલ્લા બહારની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોના ની સારવાર લઈ રહેલા કેટલાક દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આજે પણ પાંચ જેટલા કોરોના અને શંકાસ્પદ દર્દીઓના મૃત્યુ નિપજયા હતા જેમાં ભરૂચની ફલશ્રુતિ નગરની ખાનગી હોસ્પિટલમાં ઝઘડિયા તાલુકાના હનુમાન ફળિયા ના ૫૮ વર્ષીય પુરુષનું મોત નિપજયુ હતું તો જયાબેન મોદી હોસ્પિટલમાં ૬૫ વર્ષીય નારાયણ ફળિયાના પંચાયતી બજાર ના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું તો વેજલપુરના એક દર્દીનું પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું તો ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં પણ કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીનું મોત નિપજતા ભરૂચ જિલ્લામાં પાંચ જેટલા કોરોના અને શંકાસ્પદ દર્દીઓના મોત નિપજ્યા હતા જ્યારે આજે નવા ૧૬ કોરોના પોઝેટીવ કેસ નોંધાયા હતા જેમાં ભરૂચ ૮ અંકલેશ્વર ૭ જંબુસર ૧ મળી કુલ ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ભરૂચ જિલ્લાનો કુલ આંકડો ૯૬૧ ઉપર પહોંચ્યો હતો...
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના અંકલેશ્વરના દક્ષિણ છેડે તંત્ર દ્વારા ઉભુ કરાયેલ કોંવિંડ ૧૯ સ્મશાનમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે હજુ પણ લોકોમાં સાવચેતી આવે તે જરૂરી છે...
Comments
Post a Comment