કોરોનાના ગ્રહણ / ગુજરાતમાં માત્ર ભરૂચમાં 250 વર્ષ થી ઉજવાતો મેઘ ઉત્સવ યોજાસે...? 2019 ની ઝલક...
ભરૂચના ભોઇવાડમાં સ્થાપિત કરવામાં આવેલી મેઘરાજાની પ્રતિમાને શણગારવા તથા નવા વાઘા પહેરાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે..દુનિયામાં ઠેરઠેર ઉજવાતા વિવિધ મેળાઓ પાછળ કોઈ ને કોઈ પ્રકાર ની દંતકથા પ્રચલિત હોય છે અને એ દંતકથા ને આધારે પ્રતિવર્ષ એ મેળા ઉજવાતા જ રહે છે આવા મેળાઓ માં ભારતભર માં પ્રચલિત એવો એક મેળો તે મેઘરાજા નો મેળો, આ મેળો આશરે ૨૫૦ વર્ષથી દર વર્ષે ઉજવાઈ રહ્યો છે.. આ મેળો ભરૂચ માં આવેલા મોટા ભોઈવાડ માં ખુબ જ ધામધૂમ થી ભોઈ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે મોટા ભોઈવાડ માં અષાઢ માસ ની વદ ચૌદશ થી રાત્રે માટી માંથી મેઘરાજા ની ભવ્ય પ્રતિમા બનવવા માં આવે છે આ પ્રતિમા એક જ રાત માં તૈયાર થઇ જાય છે અને એ પ્રતિમા ને સમયાંતરે શણગારી શ્રાવણ વદ દશમ ના દિવસે સાંજે નર્મદા માતા ના પવિત્ર જળ માં પઘરાવી દઈ આ ઉત્સવ ની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આ ભવ્ય મેળા પાછળ ની લોકવાયકા એવી છે કે ભરૂચ માં વસતા યાદવ વંશ ની પેટા જ્ઞાતિ ના ભોઈ લોકો ના વંશજો તરફ થી આજ થી આશરે ૨૫૦ વર્ષ પહેલા આ મૂર્તિ ની પ્રથમ સ્થાપના કરવામાં આવી હતી...
કોરોના વાયરસના કહેરના કારણે આ વર્ષે તહેવારોની ઉજવણી ભલે ફીકકી પડી હોય પણ શ્રધ્ધાળુઓની આસ્થા અને શ્રધ્ધામાં લેશમાત્રનો ફરક પડયો નથી. ભરૂચમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભોઇ સમાજે ભોઇવાડમાં મેઘરાજાની વિશાળ પ્રતિમાની સ્થાપના કરી છે. નર્મદા નદીના કિનારેથી કાળી માટીમાંથી આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. દિવાસાના દિવસે પ્રતિમાની સ્થાપના કર્યા બાદ રક્ષાબંધન સુધી પ્રતિમાના રંગરોગાન તથા શણગારવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
દેશમાં એક માત્ર ભરૂચમાં જ મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાય છે. છપ્પનીયા દુકાળ વખતે ભોઇ સમાજના લોકોએ મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી આખી રાત ભજન કિર્તન કર્યું હતું. સવાર સુધી પણ વરસાદ નહિ પડતાં તેમણે તલવારથી પ્રતિમા ખંડિત કરવાનું નકકી કર્યું હતું પણ પ્રતિમા ખંડિત થાય તે પહેલાં જ વરસાદ વરસ્યો હતો. ત્યારથી ભરૂચમાં મેઘરાજાનો ઉત્સવ ઉજવાતો આવે છે.
આ વર્ષે કોરોના વાયરસના કારણે મેઘરાજાનો મેળો ભરાય તેમ નથી પણ શ્રધ્ધાળુઓ સોશિયલ ડીસ્ટન્સ જાળવી ભોઇવાડમાં મેઘરાજાના દર્શન કરી શકશે. મેઘરાજાની પ્રતિમા ની વિશેષતા એ છે કે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજાની પ્રતિમા બનાવવામાં આવે છે પરંતુ તેમ છતાં મૂર્તિની મુખાકૃતિ દર વર્ષે એક સરખી જ રહે છે.. ભાવિક ભક્તો માં એવી પણ પ્રચલિત માન્યતા છે કે જો મેઘરાજા ની પ્રતિમા સાથે બાળકો ને ભેટાવવા માં આવે તો બાળકો પણ મેઘરાજા જેવા હુષ્ટપુષ્ટ અને નિરોગી બને છે જ્યાં સુધી લોકો ને ઈશ્વર માં અતૂટ શ્રધ્ધા હશે ત્યાં સુધી મેઘરાજા નો આ ભવ્ય મેળો ભરાતો જ રહેશે...
પરંતુ ભરૂચ જીલ્લા માં તાજેતર માં કોરોના વાયરસ ની ચાલી રહેલી મહામારી ના સમયે ભરૂચ ના ૨૫૦ વર્ષ થી ફુરજા બંદરે થી નીકળતી ભગવાન જગન્નાથ ની રથયાત્રા રદ્દ કરાઈ હતી.. ત્યારે હવે મેઘમેળો પણ ૨૫૦ વર્ષ થી ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ છે અને આ પર્વ ભોઈ સમાજ માટે દિવાળી ના તહેવાર કરતા પણ મોટો માનવામાં આવે છે.. ત્યારે હાલ ની મહામારી ના કારણે મેઘરાજા નો મેળો યોજાશે કે નહિ તે મૂંઝવણ લોકો અનુભવી રહ્યા છે... ત્યારે આ વખતે મેઘરાજા નો મેળો યોજાશે કે નહિ તે અંગે નું જાહેરનામું જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ ન કરાયું હોવાના કારણે મેળો યોજાશે કે નહી અને યોજાશે તો કોરોના વકરે તો જવાબદાર કોણ....?? જેથી જીલ્લા વહીવટી તંત્ર પણ મેઘરાજા ના મેળા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરે તે જરૂરી છે...
Comments
Post a Comment