કોરોનાવાયરસ ની મહામારી માં લોકોની ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક સામગ્રીમાંથી શ્રીજી બનાવી પાણીમાં વિસર્જન કરી પાણીનું વિતરણ કરાયું....
ભરૂચના મકતમપુર વિસ્તારમાં આંગન એપાર્ટમેન્ટ માં એક પરિવારે કોરોનાની મહામારી ના સમયે લોકોની ઇમ્યુનિટી ની ચિંતા કરી આયુર્વેદિક સામગ્રીમાંથી ગણપતિ બનાવી દોઢ દિવસ માટે સ્થાપના કરી તેને ઘરમાં જ વિસર્જન કરી તે પાણીનું લોકોને વિતરણ કરી અનોખી રીતે શ્રીજી ભક્તિ ના દર્શન કરાવ્યા છે...
ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલા આંગન એપાર્ટમેન્ટ માં રહેતા ખુશ્બુબેન પંડ્યા ના પરિવારે પોતાના ઘરમાં કોરોનાની મહામારી ના સમયે પણ ઇકોફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા આયુર્વેદિક સામગ્રીમાંથી બનાવી હતી જેમાં હળદ સૂંઢ પાવડર લવિંગ મરી એલચી સહિતની જડીબુટ્ટીઓ ના પાવડર માંથી શ્રીજીની પ્રતિમા બનાવી તેને સ્થાપિત કરી દોઢ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ ઘરમાં જ તે શ્રીજીનું વિસર્જન કરી વિસર્જન કરાયેલા પાણી ભક્તોને પ્રસાદીરૂપે વિતરણ કરી ભક્તોની ઇમ્યુનિટી માં વધારો થાય તેવો અનોખો પ્રયાસ કર્યો છે ત્યારે અન્ય શ્રીજી ભક્તો માટે પણ પ્રેરણારૂપ છે....
Comments
Post a Comment