ભરૂચ જનશિક્ષણ સંસ્થાન દ્વારા કોરોના વોરિયર્સનું રક્ષાસૂત્ર બાંધી સન્માન કરાયું...




જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક જયનુલ સૈયદના માર્ગદર્શન હેઠળ સંસ્થાની મહીલા પાંખ દ્વારા ભરૂચમાં સેવા બજાવતા પ્રથમ હરોળના કોરોના વોરીયર્સ કે જેઓ કોવીડ-૧૯ મહામારીમાં ખડેપગે સેવા આપી રહ્યા છે. તેવા પોલીસ કર્મચારીઓ, સ્વાસ્થય કર્મચારીઓ, એબ્યુલન્સ પાયલોટ તથા સફાઇ કર્મચારીઓને પ્રોત્સાહીત કરવા તેમની કામગીરીને બીરદાવવા સ્વહસ્તે તૈયાર કરેલ. “મેં હું કોરોના વોરીયર” રાખડીઓ બાંધી સાથે માસ્ક અને મિઠાઇનું વિતરણ કરી તેઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આવા કપરા દિવસોમાં ઉત્સાહપૂર્વક સેવા બજાવવા માટે પ્રેરણા પણ આપી હતી..

                           આ કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તરફથી ગીતાબેન સોલંકી,  ક્રિષ્ણાબેન ઢોલીયા, ઝહીમ કાઝી, ડી.આર. સિંધા વગેરે દ્વારા આયોજન કરી ભરૂચ સીટી પોલીસ સ્ટેશન સોનેરી લાઇન્સ તેમજ ભરૂચ નગરપાલીકા ખાતે કાર્યક્રમનું સફળ આયોજન કરેલ હતું . સંસ્થાના બોર્ડ ઓફ મેનેજમેન્ટ તેમજ પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી તેઓને આ શ્રેષ્ઠ કાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.  અને આગામી દિવસોમાં આવા ઉત્સાહવર્ધક કાર્યક્રમો કરવા અનુરોધ કરાયો હતો..


Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....