ભરૂચમાંચાલુ ગાડીએ ફોન પર વાત કરનારને ઈ-મેમો ચલણ ઘરે, જાહેર માર્ગો ઉપર અડચણ રૂપ અડીંગો જમાવતા પશુપાલકો સામે પગલાં ક્યારે....??
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં શાકભાજી માર્કેટ સહિત સતત રાહદારીઓ થી ધમધમતા વિસ્તારમાં આખલાઓ તોફાને ચઢી રહ્યા છે જેના કારણે વાહનચાલકો માં પણ ભયનો માહોલ ઉભો થયો છે તોફાને ચડતા આના કારણે વારંવાર ટ્રાફીક જામની સમસ્યા સર્જાઇ રહી છે પરંતુ આ સમગ્ર ઘટના પોલીસના સીસીટીવી કેમેરામાં કેદ કેમ નથી થતી તેવા પ્રશ્નો ઉભા થયા છે વાહનચાલક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેના ઘરે ઈ મેમો ચલણ પહોંચાડવામાં આવે છે અને દંડ વસૂલવામાં આવે છે પરંતુ વાહનચાલકોને અડચણરૂપ અડીંગો જમાવતા આખલાઓ ના ન્યુસન્સ સામે પોલીસ ભરૂચ નગરપાલિકા કે જે તે વિભાગના અધિકારીઓને દંડ કેમ નથી કરતા તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે..
ભરૂચ જિલ્લામાં ઢોળોનું ન્યુસન્સ માથાના દુખાવા સમાન સાબિત થઇ રહ્યું છે ત્યારે ભરૂચના તમામ જાહેર માર્ગો ઉપર સવારથી જ ડિવાઇડ કરો અને મુખ્ય માર્ગો ઉપર ધોળો અડીંગો જમાવતા હોય છે જેના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે પોલીસ દ્વારા હાલ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ મેમો ચલણ તેઓના ઘરે પહોંચાડવામાં આવ્યો છે અને દંડ વસૂલાયો છે પરંતુ ભરૂચના જાહેર માર્ગોઉપર અડીંગો જમાવતા ઢોરોના ત્રાસથી અકસ્માતનો ભોગ બનતા વાહનચાલકો ની સુરક્ષા સામે ટ્રાફિક પોલીસ શું કરી રહી છે ભરૂચના કલેકટર કચેરીથી મામલતદાર કચેરી નજીકના ભૃગુઋષિ બ્રિજ સુધીના મુખ્ય રોડ ઉપર ડિવાઇડરો તથા વાહનો અડચણરૂપ અડીંગો જમાવતા ઢોળો ના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહેશે અને વારંવાર ટ્રાફિક ના દ્રશ્યો સર્જાયા છે ત્યારે ભરૂચ નગર પાલિકા જાહેર માર્ગો પર રખડતાં ઢોરોને પકડવા માટે ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપ્યો હતો છતાં પણ જાહેર માર્ગો ઉપર ઢોળોના અડીંગાનું ન્યુસન્સ યથાવત રહ્યું છે ભરૂચના કલેકટર કચેરી રોડ ઉપર ઓડીનો જમાવીને બેસેલા ઢોળો પાસેથી પોલીસની ગાડી પણ પસાર થઈ રહી છે છતાં પણ પોલીસ વિભાગ દ્વારા પણ રખડતા ઢોરોના માલિકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે રખડતા ઢોરોથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અગાઉ ભરૂચના પાંચબત્તીથી શ્રવણ ચોકડી સુધી એક આંખલાએ અનેક રાહદારીઓને અડફેટે લીધા હતા અને વાહન ચાલકોને પણ અડફેટે લીધા હતા....
જેમાં શ્રવણ ચોકડી નજીક ધોરણ 12 ના વિદ્યાર્થી નું ગંભીર ઈજાને પગલે મોત નિપજયુ હતું ત્યારબાદ ભરૂચ નગરપાલિકા એ દેખાવા પૂરતી કામગીરી શરૂ કરી હતી અને રખડતા ઢોરને પાંજરે પૂર્યા હતા ત્યારે હવે પુનઃ એકવાર ભરૂચ શહેરના માર્ગો ઉપર ઢોળો અડીંગો જમાવ્યો છે ત્યારે ભરૂચ નગર પાલિકા જાગૃત થાય તે જરૂરી છે.....
Comments
Post a Comment