ભરૂચ જિલ્લામાં મૂશળધાર વરસાદ નદી-નાળા-તળાવ ઊભરાયા, અનેક ગામોના મકાનોમાં ભરાયા પાણી, પશુપાલકોની હાલત કફોડી....



ભરૂચ જીલ્લા ના વિવિધ તાલુકાઓ માં ધોધમાર વરસાદ વરસવા ના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો તથા ગામોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે. જેમાં ભરૂચ જીલ્લાના આમોદ- જંબુસર તાલુકાઓ માં વરસાદી પાણી એ લોકો ના હાલ બેહાલ કર્યા છે.જંબુસર ના રામપુર ગામે તથા અન્ય ગામો માં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે પશુપાલકો ના પશુઓ પાણી માં ગરકાવ થઈ જતા પશુપાલકો ની હાલત કફોડી બની છે. ત્યારે ભરૂચ જીલ્લા માં વરસાદ યથાવત રહ્યો છે. ભરૂચ માં પણ ચાર રસ્તા, ફાટાતળાવ સહીત ના અનેક જાહેરમાર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા જાહેરમાર્ગો ઉપર રહેલી ખુલ્લી ગટરો માં વાહનો ખાબકી રહ્યા છે. ત્યારે કેટલાય વાહન ચાલકો જીવ ના જોખમે પણ મુખ્ય માર્ગો ઉપર ભરાયેલા વરસાદી પાણી માંથી પસાર થઈ રહ્યા છે..
ભરૂચ જીલ્લા માં સતત વરસી રહેલા વરસાદ ના પગલે જર્જરિત ઈમારતો ધસી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે જંબુસર શહેર ના કપાસિયાપુરા વિસ્તાર માં આવેલી બે માળ ની જર્જરિત ઈમારત વરસાદી પાણી માં ધોવાણ થવાના કારણે મોડી રાત્રી એ અચાનક ધડાકા સાથે ધસી પાડતા આસપાસ ના રહીશો ઈમારત ધસી પડવાના કારણે ઘરતીકંપ નો અહેસાસ થતા બહાર નીકળી પડતા ઈમારત ધસી પડવાનું સામે આવતા હાશકારો અનુભવ્યો હતો.ઈમારત ધસી પડવાની ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ભરૂચ કલેકટર કચેરી ની બહાર જાહેરમાર્ગો વરસાદી પાણી માં ધોવાણ થઈ જવાના કારણે મસ્ત મોટા ખાડો પડી જતા ભરૂચ ના કેટલાક જાગૃત અને સામાજીક કાર્યકરો એ જાહેરમાર્ગો ઉપર પડેલા ખાડાઓ માં વૃક્ષારોપણ કરી જાહેરમાર્ગો ઉપર પડેલા ખાડાઓ માં કોન્ટ્રાકટરો એ કરેલા ભ્રષ્ટાચાર અંગે ની પોલ ખોલતા ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા.એક તરફ સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી ના ભાગરૂપે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર કાદવ કીચડ ના સામ્રાજ્ય ઉપર કપચીઓ પાથરવામાં આવી રહી છે.પરંતુ જાહેરમાર્ગો ઉપર પડેલા મસ્ત મોટા ખાડાઓ ન પુરવામાં આવતા તંત્ર ની કામગીરી સામે સવાલો ઉઠા થઈ રહ્યા છે.

ભરૂચ જીલ્લા સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે આમોદ - જંબુસર માં સોથી વધુ વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે આમોદ નજીક ની ઢાઢર નદી ગાંડીતુર થતા પાણી ના પ્રવાહ માં નાહવા ની મજા માણવા માટે કેટલાય યુવાનો વૃક્ષ ઉપર ચઢી પાણી ના પ્રવાહ માં જીવ ના જોખમે છલાંગ લગાવી નાહવાની મજા માણી રહ્યા હોવાના વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા છે.ત્યારે દહેજ ના ભુવા સહીત ના ગામો માં વરસાદી પાણી પણ ઢાઢર નદી ના ફરી વળ્યા છે.તો હજુ પણ આજવા ડેમ માંથી પાણી નો પ્રવાહ છોડવાની દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે.તો આમોદ ના કેટલાય જાહેરમાર્ગો ઉપર જળબંબાકાર ના દ્રશ્યો સર્જાયા છે.

ભરૂચ જીલ્લામાં તા.12-8-2020 નાં રોજથી વરસાદે જમાવટ કરી છે. ભારે વરસાદ સાથે તીવ્ર ગતિથી પવન ફૂંકવાના પગલે ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા હોવાના બનાવો જાણવા મળ્યા છે. જેમાં આમોદ તાલુકામાં બે વૃક્ષો તેમજ ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં બે-બે વૃક્ષોનો સમાવેશ થાય છે. ભરૂચ તાલુકામાં ધરાશાયી થયેલ વૃક્ષ અંગે નગરપાલિકાનાં ફાયરબ્રિગેડ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. પરંતુ અન્ય તાલુકામાં સમયસરની કાર્યવાહી ન થતાં કલાકો સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર તરફ જતાં મકતમપુર રોડ પર સી. ડીવીઝન પોલિસ મથકની સામે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર અવરોધાયો હતો. ત્યારબાદ હાલ પણ ધરાશાયી વૃક્ષ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરીમાં વનવિભાગ દ્વારા વૃક્ષો અંગે જે કાર્યવાહી થવી જોઈએ તે કરવામાં આવી ન હોવાના પગલે આવા બનાવો બની રહ્યા છે. વરસાદમાં જોખમકારક લાગતાં એવાં વૃક્ષો અગાઉથી જ ઉતારી દેવાનાં પગલાં ભરાવા જોઈએ તે પગલાં વનવિભાગ દ્વારા લેવાયા હતા.



 

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....