ભરૂચમાં 1 કોરોના શંકાસ્પદ તથા 5 પોઝિટિવ મળી 12 કલાકમાં 6ના મોત....

 



ભરૂચ જીલ્લા માં શ્રાવણ માસ ના ધાર્મિક તહેવારો શરૂ થતા જ કોરોના સતત વકરી રહ્યો છે.જે ગતરોજ ૨૪ કોરોના પોઝિટિવ નોંધ્યાં હતા અને કેટલાક દર્દીઓ એ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે એક જ રાત માં માત્ર ૧૨ કલાક માં ભરૂચ ની સરકારી અને ખાનગી હોસ્પીટલો માં ૬ દર્દીઓ ના મોત નિપજ્યા હતા. જેમાં (૧) અંકલેશ્વર ની ખાનગી હોસ્પીટલ માં કોરોના ની સારવાર લઈ રહેલા ૬૫ વર્ષીય વચનામૃત સોસાયટી અંકલેશ્વર ના દર્દી નું મોત નીપજ્યું હતું.. (૨) અંકલેશ્વરની હોસ્પીટલ માં વધુ એક દર્દી ૫૬ વર્ષીય જનકવાટિકા સોસાયટી અંકલેશ્વર નું પણ શંકાસ્પદ મોત નીપજ્યું હતું. (૩) ભરૂચ ની આર કે હોસ્પીટલ માં સારવાર લઈ રહેલા ૪૫ વર્ષીય ગેંડીગેટ માંડવી વડોદરા નાઓ ને વડોદરા માં સારવાર અર્થે ખસેડવામાં આવે તે પહેલા જ રસ્તા માં દમ તોડ્યો હતો. (૪) ભરૂચ ની સિવિલ હોસ્પીટલ માં કોરોના ની સારવાર લઈ રહેલા ૪૬ વર્ષીય સનરાઈઝ એપાર્ટમેન્ટ જોલવા ના રહીશ નું મોત નીપજ્યું હતું. (૫) મહંમદપુરા નજીકની પટેલ વેલફેર હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા બુદ્ધદેવ માર્કેટ સેવાશ્રમ રોડ ઉપર ના ૪૭ વર્ષીય દર્દીનું પણ મોત નીપજ્યું હતું..  (૬) હોસ્પિટલમાં જ અંકલેશ્વરના રઘુવીર નગર બોરભાઠા ના ૪૬ વર્ષીય દર્દીનું પણ કોરોના થી મોત નિપજતા તમામના અંતિમ સંસ્કાર અંકલેશ્વર ના દક્ષિણ છેડે કોવિદ 19 સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા.

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....