ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર પોતાના જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે : સેજલ દેસાઈ
જીલ્લાકક્ષા નો ધ્વજ વંદન નો કાર્યક્રમ શું ૨૦ લોકો ની હાજરી માં ન થઈ શકે?અને મોટી સંખ્યા માં લોકો ને એકત્રિત કરી ધ્વજવંદન કરવામાં આવશે અને કોરોના ફેલાશે તો જવાબદાર કોણ?પરંતુ જે રીતે જીલ્લા વહીવટી તંત્ર નો જાહેરનામાનો ભંગ સરકાર ના અધિકારીઓ કરી રહ્યા છે.તે કાયદા ની વિરુદ્ધ છે.કાયદો માત્ર પ્રજા માટે નથી.જેથી જીલ્લા કક્ષા નો સ્વાતંત્ર્ય પર્વ ઉજવવો હોય તો ૨૦ લોકો ઉપસ્થિત રહી ધ્વજ વંદન કરી શકે તેમ છે તેમ જણાવી કલેકટર ને રજૂઆત કરી હતી.
કલેકટર ને સુપ્રત કરેલા આવેદનપત્ર માં રજૂઆત કરાઈ હતી કે તાજેતર માં ચાલી રહેલી કોરોના મહામારીમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય ઉત્સવ 15 ઓગષ્ટની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ પર કરવાનું આયોજન હાથ ધરાયુ છે તે અત્યંત ખેદ જનક છે.હાલ કોરોના સંક્રમણમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.હોસ્ટેલ ગ્રાઉન્ડના સરાઉન્ડિંગ એરિયામાં જ કોરોનામાં મોત થયેલા છે.સેવાશ્રમ કોવિડ હોસ્પિટલ અહીં આવેલી છે.આસપાસના વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓ પણ છે.રોજ વધતા જતા કોરોના પોઝિટિવ કેસોના પગલે લોકોમાં ભયનો માહોલ છે.પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થાય,કોરોના વાયરસનું સંક્રમણ ઘટે તે માટે ખુદ ગુજરાત સરકારની ગાઈડ લાઇન પ્રમાણે આપ કલેક્ટરશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી ધાર્મિક અને સામાજિક સહિત તમામ પ્રકારના જાહેર ઉત્સવો અને કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે.જેના પગલે ભરૂચમાં પરંપરાગત રીતે ઉજવાતો મેઘરાજા નો મેળો,છડીનોમ,જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી સહિતના ઉત્સવોની જાહેર ઉજવણી અને ધાર્મિક મેળાઓ રદ કરવામાં આવ્યા છે.તેવા સમયે ખુદ તંત્ર રાષ્ટ્રીય ઉત્સવને ભવ્ય રીતે મનાવવાનું આયોજન કરે તે અયોગ્ય છે.સરકારે નક્કી કરેલ ગાઈડ લાઈનનું પહેલા ખુદ સરકારના તંત્રએ જ પાલન કરવું જોઈએ. વહીવટી કાર્ય તંત્ર ઘ્વારા થાય તે આવશ્યક છે.પરંતુ ઉત્સવો પર પ્રતિબંધ મુકાય અને ખુદ તંત્ર નિયમોને નેવે મૂકી જાતે જ પ્રતિબંધોને, પોતે જ જાહેર કરેલ જાહેરનામાઓનો ભંગ કરે તે અયોગ્ય છે.શુ તંત્ર 15 ઓગષ્ટની જાહેર ઉજવણી કરે તો કોરોના સંક્રમણ નહિ થાય?માત્ર પ્રજા ઉત્સવો મનાવે તો જ કોરોના સંક્રમણ થાય?આ પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.ત્યારે કોરોનાની મહામારીમાં ભરૂચના હિતમાં ભરૂચના નાગરિકો વતી 15 ઓગષ્ટની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે થનાર ભવ્ય ઉજવણી રદ્દ કરવામાં આવે અને માત્ર લોકોને એકઠા કર્યા વિના સાદગાઈથી રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવે તેવી અમારી માંગ છે.
Comments
Post a Comment