વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં 200 વર્ષથી ઉજવાતો મેઘમેળો ઇતિહાસમાં પ્રથમ વખત નહિ યોજાઈ....

 



ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા 200 વર્ષથી વધુ સમયથી ઉજવાતા પરંપરાગત તહેવાર મેઘરાજા અને છડી મહોત્સવ-મેળો આ વખતે કોરોનાને કારણે નહિ યોજાય... કોરોના ગ્રહણના કારણે છડી,મેઘ મેળા સાથે જન્માષ્ટમી, ગણેશોત્સવની ઉજવણી પર પણ પ્રતિબંધ..  બે છડી અને મેઘરાજાના મિલનને લઈ જાદવ-ખારવા સમાજ અવઢવમાં..

વિશ્વમાં એકમાત્ર ભરચમાં 2 સદી ઉપરાંતથી ઉજવાતા આ ઐતિહાસિક ઉત્સવની દંતકથા છપ્પનિયા દુષ્કાળના પહેલાંના ભયંકર દુષ્કાળ સમયની છે. ફૂરજા બંદરે અંદાજે 200 વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનુ વિધીવત પૂજન કરાયુ હતું. જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહિ‌ થાય તો ભોઇ સમાજના વડવાઓએ મૂર્તિ‌ને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવા સાથે જળદેવતાએ અમૃતવર્ષા કરી હતી. ત્યારથી અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમુહ વચ્ચે શ્રધ્ધા અને ભકિતરૂપે ઉજવવામાં આવે છે. આ મેળો 'મેઘમેળો’ કે મેઘરાજાના મેળા તરીકે ઓળખાય છે. તેની પુર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરવામાં આવે છે.


જોકે આ વર્ષે મેઘરાજાનું સ્થાપન તો કરી દેવાયુ છે પણ સાતમ થી દશમ સુધી યોજાતો લોકમેળો 200 વર્ષના ઇતિહાસમાં કોરોનાને કારણે નહિ યોજાઈ. ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ જે.ડી. પટેલે જાહેરનામું જારી કરી મેઘ-છડી મેળા, જન્માષ્ટમી, ગણેશોત્સવની જાહેર તેમજ સામુહિક ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....