ભરૂચ નર્મદા નદીમાં દરિયાઈ ભરતીના પગલે નર્મદા બે કાંઠે, ખેતરો પણ પાણી ફરી વળતા ખેડૂતોને ખેતીમાં નુકશાન....
ભરૂચ જીલ્લા ની ભાગોળ માંથી વહેતી નર્મદા નદી તેના અસલ સ્વરૂપ માં વહેતી રહી છે.ત્યારે દરિયાઈ ભરતી ના પાણી નર્મદા માં ભરતા નર્મદા નદી બે કાંઠે વહેતી થવા સાથે અનેક કાંઠા વિસ્તાર ના ખેતરો પણ પાણી ફરી વળતા ખેડૂતો ને ખેતી માં નુકશાન ભોગવવાનો વાળો આવ્યો છે.
દરિયાઈ ભરતી ના પાણી ઝનોર સુધી પહોંચતા હોય છે.ત્યારે ગત વર્ષે નર્મદા નદી માં પુર ની સ્થિતિ આવ્યા બાદ નર્મદા નદી સતત એક વર્ષ થી તેના અસલ સ્વરૂપ માં વહેતી થઈ છે.જેના કારણે દરિયાઈ ભરતી ના પાણી ના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.ત્યારે આજે દરિયા માં મોટી ભરતી આવતા પાણી નો મોટી સંખ્યા માં પ્રવાહ નર્મદા નદી માં આવતા ની સાથે જ નર્મદા નદી બે કાંઠે વહેતી થવા સાથે કાંઠા વિસ્તાર ના ખેતરો માં પણ પાણી ફરી વળ્યા છે.તો નર્મદા નદી બે કાંઠે વહેતી થતા માછીમારો પણ માછીમારી કરવામાં મગ્ન બન્યા હતા.નદી બે કાંઠે વહેતી થતા લોકો પણ નજારો જોવા ઉમટી રહ્યા છે.
Comments
Post a Comment