ભરૂચમાં શ્રીજી ઉત્સવમાં આત્મનિર્ભરની થીમે જમાવ્યું આકર્ષણ નું કેન્દ્ર, આત્મનિર્ભર શ્રીજીની થીમમાં ૭ જેટલી શ્રીજીની પ્રતિમાઓ....
ભરૂચ ની લાઇબ્રેરી ખાતે આત્મનિર્ભર ઉપર તૈયાર કરાયેલી થીમોની તમામ પ્રતિમા માટીની.... શ્રીજીની માટીની પ્રતિમાઓનું વિસર્જન કરવા લાઈબ્રેરી સંકુલમાં જ જળકુંડ ઊભું કરાયું... કે. જે. ચોકસી પબ્લિક લાઇબ્રેરી દ્વારા અન્ય ગણેશ યુવક મંડળો અને ઘરમાં જ શ્રીજીનું વિસર્જન કરવા અનોખી અપીલ....
ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારી ના કારણે અનેક ધાર્મિક તહેવારો ઉપર રોક લાગી ગઈ છે ત્યારે ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ પણ ફિક્કો પડી ગયો છે ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ ધૂમધામપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી ના પગલે જિલ્લા વહીવટીતંત્રએ ડેકોરેશન, જાહેરપંડાલલો ઊભા ન કરવા સહિતનું જાહેરનામું પ્રસિદ્ધ કરતા ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ ફીક્કો પડી ગયો છે ત્યારે સરકાર દ્વારા પણ આત્મનિર્ભર બનો તેઓ સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે ક્યારે ભરૂચની કે જે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને તેમાં પણ શ્રીજી ની તમામ પ્રતિમાઓ માટીમાંથી બનાવવામાં આવી છે અને "આત્મનિર્ભર બનો" ની થીમ ઉપર અનોખો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે, આત્મનિર્ભર બનો ની થીમમાં માટીની સાત જેટલી શ્રીજીની પ્રતિમાઓ બનાવવામાં આવી છે જેમાં જ્ઞાન આપતા શ્રીજીની પ્રતિમા લોકમાન્ય તિલક નું થીમ આપતી પ્રતિમા ગાંધીજી દ્વારા ચરખા ચલાવતા શ્રીજી ભ્રુણ હત્યા અંગેનું શિક્ષણ આપતા શિક્ષક ની શ્રીજીની પ્રતિમા ઉદ્યોગો સાહસિક માર્ગદર્શન આપતા શ્રીજી તથા સ્કુલ ચલે હમ તેમ લાઈબેરી ચલે હમ નો સંદેશો આપતા શ્રીજીની પ્રતિમા સાથે ની થીમ આત્મનિર્ભર બનો નો સંદેશો આપી રહ્યો છે..
Comments
Post a Comment