ભરૂચ જીલ્લામાં કોરોના વકરવા પાછળ લોકો જવાબદાર, નર્મદા નદીમાં માતાજીના વિસર્જન ઉપર પ્રતિબંધ : સંધ્યાકાળે સહેલાણીઓના મેળાવડા....
ભરૂચ શહેરમાં દશામાંના સમાપન દિવસે સમગ્ર રાત્રી દરમ્યાન નર્મદા નદી ના ઘાટો ઉપર પોલીસ કાફલો ખડકી નર્મદા નદી માં માતાજી નું વિર્સજન ન કરવા માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો,જેથી લોકો એ માતાજી ની મૂર્તિ લઈ રાત્રી દરમ્યાન ભટકવાનો વાળો આવ્યો હતો.ત્યારે હવે રોજ બપોર બાદ સંધ્યાકાળ ના સમયે કોરોના ના દર વિના ભરૂચ ના ઝાડેશ્વર કેબલ બ્રિજ તથા શીતળા માતાજી ના તથા ગાયત્રી મંદિર ના ઘાટ ઉપર લોકો નો મોટી સંખ્યા માં મેળાવડો જામી રહ્યો છે અને લોકો માસ્ક વિના તથા સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે.ત્યારે લાપરવાહ લોકો ના કારણે કોરોના ભરૂચ જીલ્લા માં વકરી રહ્યો છે.દશામાં નું વિર્સજન નર્મદા નદી માં ન થાય તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.પરંતુ રોજ નર્મદા નદી ના ઘાટો ઉપર લોકો ના જામતા મેળાવડા ઓ ને પોલીસ દૂર કરવામાં સદંતર નિષ્ફળ નીવડી રહી છે.નર્મદા નદી ના ઘાટો ઉપર રોજ સંધ્યાકાળ ના સમયે લોકો મોટી સંખ્યા માં પોતાના વાહનો સાથે ઉમટી રહ્યા છે.ત્યારે લોકો માં પણ સાવચેતી ના આભાવે ભરૂચ શહેર અને જીલ્લા માં કોરોના વકરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.હોવું રહ્યું કે સમગ્ર અહેવાલ બાદ લોકો માં કેટલી જાગૃતા આવે છે.
Comments
Post a Comment