ભરૂચમાં સલ્મ વિસ્તારમાં કથા માત્ર રૂ. 11માં કરાવતા ભૂદેવો, કોરોનાની મહામારીમાં પણ મંદિર સંકુલમાં કથાઓ કરાવી....
શ્રાવણ માસએ ધાર્મિક અને પવિત્ર માસ ગણાય છે અને આ માસ દરમ્યાન અનેક ધાર્મિક વિધિઓમાં સત્યનારાયણ કથાનું અનેરું મહાત્મ્ય રહેલું છે.જેમાં સલ્મ વિસ્તારના લોકો આ કથાનો ખર્ચ 3000 થી 3500 થતો હોવાના પગલે કરાવી શકતા નથી.જેના પગલે ભરૂચના મક્તમપુર સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા દર શ્રાવણ માસમાં જરૂરિયાતમંદ સલ્મ વિસ્તારમાં જઈ દિવસ દીઠ બે કથા માત્ર રૂપિયા 11 માં કરાવી એક ઉત્તમ ઉદારહણ પૂરું પાડી રહ્યા છે.ત્યારે કોરોનાની મહામારીના સમયે પણ મંદિર સંચાલકોએ ભગવાન સત્યનારાયણની કથા સંકુલમાં કરાવી હતી.
ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલું સિદ્ધિ વિનાયક મંદિર ભક્તો અને ગ્રામજનો માટે એક આસ્થાનું કેન્દ્ર છે આ મંદિરે દર મંગળવારે ભક્તો દર્શન અર્થે ઉમટી રહ્યા છે.ત્યારે કોરોનાની મહામારીના કારણે શ્રદ્ધાળુઓની સુરક્ષાના ભાગરૂપે મંદિરમાં આવતા ભક્તોનું ટેમ્પરેચર અને સેનિટાઈઝર કરવા સાથે ભક્તો ની નામો ની નોંધ કર્યા બાદ તેઓ ને મંદિરમાં દર્શન કરવા દેવા સાથે મંદિરને પણ દિવસમાં બે વાર સેનિટાઈઝર કરવામાં આવે છે.
ભરૂચના સિદ્ધિ વિનાયક મંદિરના સંચાલકો દ્વારા છેલ્લા 15 વર્ષ થી દર શ્રાવણ માસમાં દિવસ દીઠ સલ્મ વિસ્તારોમાં જઈ માત્ર રૂપિયા 11 ની દક્ષિણામાં ભગવાન સત્યનારાયણની કથા માં વપરાતી તમામ પૂજાપાની સામગ્રી સહીત દિવસમાં બે વખત અલગ અલગ ઘરોમાં જઈ કથા કરાવી રહ્યા છે.તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના પગલે સિદ્ધિ વિનાયક મંદિરના સંચાલકો દ્વારા 15 વર્ષ થી ચાલી આવેલી સલ્મ વિસ્તારોમાં જઈ ભગવાન સત્યનારાયણની કથાની પરંપરા ખંડિત ન થાય તે માટે સિદ્ધિ વિનાયક મંદિર સંકુલમાં ભગવાન સત્યનારાયણની કથા કરાવાઈ રહી છે અને સલ્મ વિસ્તાર ના દંપતીઓ ઉપસ્થિત રહી ભગવાન સત્યનારાયણની કથા કરાવી રહ્યા છે અને આ કથામાં વાપરવામાં આવતી તમામ પૂજાપા સહીત ની સામગ્રીઓ સિદ્ધિ વિનાયક મંદિરના સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.જેથી મંદિર સંચાલકોની આ પહેલ અન્ય મંદિરોના સંચાલકો માટે પ્રેરણાદાયી બની રહી છે.
વિશ્વ કોરોના મુક્ત થાય તે માટે સિદ્ધિ વિનાયક મંદિરમાં વિશેષ કથાઓ કરાવાઈ રહી છે.
છેલ્લા 15 વર્ષ થી દર શ્રાવણ માસ માં ભરૂચ ના સલ્મ વિસ્તારમાં જઈ માત્ર રૂપિયા 11 માં સત્યનારાયણ ની કથા કરાવાઈ રહી છે.પરંતુ કોરોના ની મહામારી ના કારણે તેમજ સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય અને લોકો ની સુરક્ષા ના ભાગરૂપે શ્રાવણ માસ દરમ્યાન મક્તમપુર ના સિદ્ધિવિનાયક મંદિર ખાતે ભગવાન સત્યનારાયણ ની કથા સમૂહ માં અને સોશ્યલ ડિસ્ટન્સ તથા સેનિટાઈઝર કરવા સાથે કરાવાઈ રહી છે અને આ મહામારી થી મુક્તિ મેળવવા માટે એક માત્ર સહારો છે ભગવાન ની ભક્તિ જેથી શ્રાવણ માસ દરમ્યાન પણ ભગવાન સત્યનારાયણ ની કથા કરવામાં આવી રહી છે તેમ મંદિર સંચાલકો જણાવી રહ્યા છે.
Comments
Post a Comment