ભાડભૂત ખાતે રૂ. 5300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભાડભૂત બેરેજ યોજનાનું ખાતમુર્હત, માછીમારોએ કાળા વાવટા ફરકાવ્યા...
ભરૂચના ભાડભૂત સ્થિત દરિયાઈ ભરતી ના પાણી ને રોકવા અને નર્મદા નદી ને શુદ્ધ રાખવાના ભાગરૂપે સરકાર દ્વારા બેરેજ યોજના અમલ માં મુકવામાં આવી હતી.જે વડપ્રધાન નરેન્દ્ર મોદી એ ભરૂચ ના મક્તમપુર સ્થિત યોજાયેલ સભા માંથી ખાતમુર્હત ઓનલાઇન કર્યું હતું અને તે સમયે માછીમારો તથા સમગ્ર ભાડભૂત ગામ ના તથા વેજલપુર સહીત અન્ય માછીમારો ને નજર કેદ કરાયા હતા.છતાં તે સમયે પણ કેટલાયે માછીમારો એ નર્મદા નદી માં પોતાની નાવડી અને બોટ ઉપર કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો.જે બાદ બેરેજ યોજના 5300 કરોડ ના ખર્ચે નિર્માણ થનાર હોવાનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા પુનઃ આજે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી દ્વારા ઈ ખાતમુર્હત વિધિ યોજાઈ હતી.જેમાં ભાડભૂત ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા ધારાસભ્યો તથા રાજકીય હોદ્દેદારો એ વિધિવત ખાતમુર્હત કર્યું હતું. જેના પગલે આજે પણ બેરેજ યોજના ના વિરોધ માં માછીમારીઓ એ નર્મદા નદી માં પોતાની નાવડી અને બોટ ઉપર કાળા વાવટા ફરકાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.જોવું રહ્યું કે માછીમારો ના વિરોધ વંટોળ વચ્ચે બેરેજ યોજના ની કામગીરી ચાલશે.માછીમારો એ પણ વિરોધ કરતા જણાવ્યું હતું કે બેરેજ યોજના થી દરિયા નું પાણી નર્મદા નદી સાથે ભળવાથી જે માછલીઓ નું ઉત્પાદન થતું હતું જે હવે આ યોજના બાદ નહિ થાય અને દરિયો અને નર્મદા નું જે સંગમ થતો હતો તે પણ હવે બેરેજ યોજના ના કારણે નહિ થાય તેવા આક્ષેપો પણ માછીમારો એ કર્યા હતા.
એવું કંઈ નથી પણ તેના દ્વારા નર્મદાનું પાણી જે નારેશ્વર સુધી દરિયાઈ ભરતી ના કારણે ખારું થતું હતું તે નહીં થાય અને સમગ્ર ભરૂચ જિલ્લાના પીવા ના પાણી નો પ્રશ્ન હલ થશે. આ ઉપરાંત નર્મદાનું પાણી જે દરિયા માં વહી જતું હતું તે અટકી જશે. પ્રશ્ન ફક્ત માછલીના ઉત્પાદન નો છે તો તે પણ થશે જ. પણ માછીમારો ને જે મીઠા તેમજ ખારા બન્ને પાણી ની માછલી તથા ઈંડા સાથેની માછલી ના ઉંચા ભાવ મળતા હતા. તે નહિ મળે બાકી માછલીના ઉત્પાદન માં કોઈ ફરક નહિ પડે ઉલટાનું ઉત્પાદન વધશે
ReplyDelete