કોરોનાના ભય વચ્ચે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા તડામાર તૈયારી, જયારે ધાર્મિક તહેવારો ઉપર કોરોનાનું ગ્રહણ, પ્રતિબંધિત જાહેરનામું...
ભરૂચ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને સારવાર લઈ રહેલા દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે અને કોરોનાનું સંક્રમણ અટકાવવા જીલ્લા વહીવટી તંત્ર કમરકસી રહ્યું છે.ત્યારે ભરૂચ જીલ્લામાં કોરોના સંક્રમણ ને અટકાવવા માટે શ્રાવણ માસ ના તમામ ધાર્મિક તહેવારો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જીલ્લા વહીવટી તંત્ર એ પ્રસિદ્ધ કર્યું છે.જેના કારણે છેલ્લા 250 વર્ષ થી ઉજવાતો મેઘમેળો બંધ છે. છડી ઉત્સવ બંધ છે.જેવા અનેક મેળા અને મેળાવડા ઉપર રોક લગાવી દેવાઈ છે.ત્યારે આવા સંજોગો માં ભરૂચ શહેર માં અને સતત લોકો થી ભરચક વિસ્તાર અને શહેર ની મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર 15 ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વ ની જીલ્લાકક્ષા ની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે શું હવે કોરોના વધુ નહિ વકરે જેવા અનેક સવાલો ને લઈ લોકો એ પણ સોશ્યલ મીડિયા ઉપર મેસેજોનો મારો ચાલુ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી માં ભાગ લેનાર માંથી એક કોરોના પોઝીટીવ દર્દી અન્ય લોકો ને સંક્રમિત કરશે તો તેનો જવાબદાર કોણ..??
ભરૂચ જીલ્લા માં જીલ્લાકક્ષા નો સ્વાતંત્ર્ય પર્વ કોરોના ના ભય વચ્ચે પણ ભરૂચ ના હોસ્ટેલ ગ્રાઉન્ડ સાથે દેશ ભક્તિ સભર માં ઉજવાઈ તે માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.ભરૂચ ના હોસ્ટેલ ગ્રાઉન્ડ માં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહીત ની સુરક્ષા સાથે સ્વાતંત્ર્ય પર્વ રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે તંત્ર પણ ઉત્સુક જોવા મળી રહી છે.ત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક આવેલ દુકાનનો ના સંચાલકો ને કોરોનાનો ભય સતાવી રહ્યો છે.
Comments
Post a Comment