ભરૂચની APMCમાં કિન્નાખોરી રાખી આગ લગાડવામાં આવી હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરીએ હોબાળા મચાવશે....

 


ભરૂચના મંહમદપુરા એપીએમસી ખાતે એક દુકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક સાથે 15 જેટલી દુકાનોમાં આગ પ્રસરી જતા આગમાં સમગ્ર શાકભાજી અને ફળ ફ્રૂટ બળીને ખાખ થઇ જવા પામ્યું હતું એ છે કે મહંમદપુરા એપીએમસી બપોર બાદ સદંતર બંધ હોય છે ત્યારે આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે વેપારીઓએ પણ આક્ષેપ કર્યા હતા કે દુકાનમાં આગ લગાડવામાં આવી છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે

જોકે મંહમદપુરા એપીએમસીમાં દુકાનોની અંદર લાગેલી આગના ધુમાડાના ગોટેગોટા વાદળોમાં છવાઇ જતાં લોકોએ વીડિયો બનાવીને પણ સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કર્યા હતા એપીએમસીમાં આગ લાગી હોવાની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ લેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ આગ એટલી ભયંકર હતી કે આગને કાબુમાં લેતા ચાર કલાકનો સમયગાળો લાગી ગયો હતો આગ લાગવાની ઘટનાને પગલે દુકાનદારોએ પણ દોડી આવી આંગમાં રહેલો માલ સામાન બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા..

મંહમદપુરા એપીએમસીમાં આગ લાગવાની ઘટના પગલે જીઈબી કંપનીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને વીજ કનેકશનો કાપી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા ત્યારે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ વેપારીઓએ સમગ્ર આગના બનાવ ને શંકાસ્પદ ગણાવ્યો હતો અને આગ લગાવવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા..

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એપીએમસીની એક દુકાનની આગની ઘટનાએ ૧૫ જેટલી દુકાનો અને અડફેટમાં લેતા 15 દુકાનમાં રહેલા શાકભાજી સહિત ફળ ફ્રૂટ નો જથ્થો બળીને ખાખ થઇ જતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો હતો વરસતા વરસાદ વચ્ચે પણ એપીએમસીમાં આગની ઘટનાને પગલે વેપારીઓમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો..

ભરૂચ માં લોકડાઉન થયું ત્યાર થી જ એપીએમસી વિવાદ માં રહ્યું છે અને મહંમદપુરા એપીએમસી ના વેપારીઓ વડદલા એપીએમએસીમાં સ્થળાંતર ન થતા મહંમદપુરા એપીએમસી ના કેટલાક તત્વો એ કિન્નાખોરી રાખી એપીએમસી માં રવિવાર ની રજા ના દિવસે આગ લગાડી હોવાની કેફિયત વેપારીઓ રજુ કરી રહ્યા છે અને એપીએમસી ખાલી કરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોય જેના કારણે આગ ના છમકલાં કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ગુરુવારે તમામ વેપારીઓ કલેકટર કચેરી માં હોબાળો મચાવી આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવાનું મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી.

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....