ભરૂચના ગાંધીબજારની ખુલ્લી ગટરો રાહદારીઓ માટે જીવલેણ, વાયરલ વિડિઓ ભરૂચ નગરપાલિકા માટે શરમજનક...

 


ભરૂચ નગર પાલિકા હરહમેંશા વિવાદ માં રહ્યું છે.ત્યારે ભરૂચ ના ગાંધીબજાર ની ખુલ્લી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ બની રહ્યા છે અને વાહન ચાલકો અને રાહદારીઓ ખુલ્લી ગટર માં ખાબકી રહ્યા હોવાના વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ પણ પાલિકા કુંભકર્ણ ની નિંદ્રા માં રહેતા સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે..

ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ ફાટાતળાવ થી ચાર રસ્તા સહીત ગાંધીબજાર ના જાહેરમાર્ગો ઉપર ની ખુલ્લી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ બની રહી છે અને વાહનચાલકો અને રાહદારીઓ જાહેરમાર્ગો ઉપર ભરાયેલા વરસાદી પાણી માં ખુલ્લી ગટર નજરે ન ચઢતા અનેક લોકો ખુલ્લી ગટર માં ખાબકી રહ્યા છે.જેમાં એક મોટર સાયકલ ચાલક પોતાની મોટર સાયકલ સાથે ખાબકી ગયો હતો.જયારે આજ રોડ ઉપર ખુલ્લી ગટરમાં સાયકલ ચાલક પોતાની સાયકલ લઈ ત્યાંથી પસાર થતી વેળા ખુલ્લી ગટર માં ખાબકી રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે.તો આજ ખુલ્લી ગટર પાસે થી પસાર થતી એક બાળકી પણ ખુલ્લી ગટર માં ખાબકી રહી છે.જેને આસપાસ ના લોકો દોડી આવી સુરક્ષિત રીતે બહાર કાઢી રહ્યા હોવાના વિડીયો પણ સામે આવ્યો છે.ત્યારે ફાટાતળાવ થી ચાર રસ્તા સુધી ના માર્ગો ઉપર ની ખુલ્લી ગટરો દુકાનદારો,રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ બની રહી હોવા છતાં ભરૂચ નગર પાલિકા આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.કારણ કે વાયરલ વિડીયો બાદ પણ ભરૂચ નગર પાલિકા ગાંધીજી ના ત્રણ વાંદરાની માફક જોવું નહિ,સાંભળવું નહિ અને બોલવું નહિ જેનો ભોગ આખરે પ્રજા બની રહી છે.   
તો સેવાશ્રમ રોડ ઉપર થી પસાર થઈ રહેલી રીક્ષાના આગળ ના ભાગનું ટાયર જાહેરર્માગ ઉપર પડેલા ખાડા માં પડતા રીક્ષા નું ટાયર છુટી પડી રોડ ઉપર રમતું જોવા મળ્યું હતું.જો કે રીક્ષા પલ્ટી મારી જતા રહી ગઈ હતી.ત્યારે ભરૂચ ના જાહેરમાર્ગો લોકો માટે જીવલેણ બની રહ્યા છે.

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....