ભરૂચના લીંબુછાપરી વિસ્તારમાં પીવાના પાણીમાં જીવાતો નીકળતા રોષ....
ભરૂચ જિલ્લા માં કોરોના ની મહામારી સાથે નિમોનિયા ડેન્ગ્યુ જેવા રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારો માં પૂરો પાડવામાં આવતો પીવાના પાણી પુરવઠો પ્રદુષિત અને દુર્ગંધ વાળો તથા જીવાત નીકળતી હોવાના કારણે પાણી નો પુરવઠો રોગચારા ને આમંત્રણ આપી રહ્યો હોય જેના કારણે લોકો ને રોગચાળા ની દેહસત વર્તાઈ રહી છે ત્યારે લીંબુછાપરી વિસ્તાર માં લોકો ના ઘરે ભરૂચ નગરપાલિકા દ્વારા અપાતો પીવાના પાણી ના પુરવઠામાં જીવતો તથા કચરાવાળું પાણી આવતા હવે લોકો ને રોગચાળા ની દેહસત વર્તાઈ રહી છે ત્યારે પીવાનું પાણી પ્રદુષિત હોઈ તો રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહિ ત્યારે પીવાના પાણી માં જીવાત આવતા મહિલા એ નગરપાલિકા સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
Comments
Post a Comment