ભરૂચ જિલ્લામાં ફુલોની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી, ગુલાબના ફુલો ફેંકી દેવાનો વારો આવ્યો...
ફુલને ફેકી દેવાનુ કારણ પુછતા વેલુ ગામના ખેડુતે જણાવ્યું હતુ કે હાલમાં આઠ દિવસથી ફુલોના વેચાળ માટેનો બજાર બંધ છે અને ગુલાબ ના ફુલ કોઇ વેપારીઓ ખરીદવા આવતા નથી અને કોઈ વ્યાપારી ખરીદવા આવતો હોયતો તદ્દન ઓછા ભાવે માંગે છે જેથી ખેડૂતોને આ તૈયાર થયેલા ગુલાબના ફૂલોને પાણીના પ્રવાહમાં ફેંકી દેવાનો વારો આવ્યો છે તેમજ આ વર્ષે ગુલાબની ખેતીમાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન હોવાનુ પણ ખેડુતો જણાવી રહયા છે.. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે કારણકે કોરોનાના ગ્રહણને કારણે કેટલાય મંદિરો માં ફૂલો ચડાવવા ઉપર પ્રતિબંધ હોવા ના કારણે પણ ફૂલો નું વેચાણ ન થતું હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે સમગ્ર વર્ષ માં કોરોના ના ગ્રહણના કારણે ફુલોની ખેતી કરતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો હોય તેમ ખેડૂતો જણાવી રહ્યા છે...
તો કેટલાય ફુલોની ખેતી કરતા ખેડૂતો અન્ય ખેતી તરફ પણ વળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે કોરોનાના ગ્રહણને કારણે મંદિરોમાં ફૂલોનો ઉપયોગ ન કરવામાં આવતાં ખેડૂતો એ પણ હવે ફુલોની ખેતી થી દૂર થઇ રહ્યા છે ત્યારે ફુલોની ખેતી કરતા ખેડૂતો એ પણ ભરૂચ જિલ્લામાં કોરોના ના પ્રારંભથી ફૂલની ખેતી સદંતર નિષ્ફળ રહી હોવાના કારણે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું...
Comments
Post a Comment