બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અપમાનિત વિડીયો બનાવનાર લુલીગેંગ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા સંગઠનોનો હોબાળો....

 

ભરૂચ ના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા સાથે કેટલાક યુવાનો વધુ લાઈક અને વ્યુ મળેવવા ની લ્હાય માં ભાન ભૂલી વિશ્વ વિભૂતિ અને રાષ્ટ્ર પુરુષ ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને મશ્કરી અને મજાક નું સાધન બનાવી ડૉ.બાબા સાહેબ આંબડેકર ને ટેડીબીયર સાથે સરખાવી પ્રતિમા ને પકડી તેમના માથા ઉપર હાથ ફેરવી અપમાનિત કરતો વિડિઓ લુલી ગેંગે બનાવી પોતાના યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરતા દલિત સંગઠનો ની લાગણી દુભાઈ હોવાના પગલે દલિત સંગઠનો એ વિડીયો બનાવનાર તત્વો અને સમગ્ર લુલી ગેંગ સામે રાષ્ટ્રદ્રોહ નો ગુનો દાખલ કરી માંગ ઉઠાવી ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ધસી આવી સમગ્ર ઘટના ને વખોડી કલેકટર ને ઉગ્ર રજૂઆત કરી વારંવાર ની આવી ઘટના ઉપર અંકુશ મેળવવા માટે કલેકટર ને આવેદન પત્ર પાઠવી વિડીયો બનાવનાર અને સમગ્ર લુલી ગેંગ સામે ડૉ.બાબા સાહેબ આંબેડકર નું અપમાન કરવા બદલ રાષ્ટ્રદ્રોહ નો ગુનો દાખલ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.

યુટ્યુબ ચેનલ ઉપર ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા સાથે મસ્તી મજાક અને મશ્કરી કરતો વિડીયો બનાવી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરનાર યુવાનો સામે દલિત સમાજ માં રોષ ભભૂકી ઉઠતા રેલવે પોલીસે વિડીયો માં દેખાતા પુનિત રામશંકર વર્મા એ પોતાના સાથીદારો ધ્રુવ કુમાર સોલંકી,હાર્દિક રસીકભાઈ લીમ્બાચીયા,મનીષ ચંદુભાઈ વસાવા સાથે વિડીયો બનાવવા ના ગુનાના કામે ચારેય સામે લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરી કોરોના ટેસ્ટ બાદ અટકાયતી પગલાં લેવામાં આવવા અંગે ની રેલવે પોલીસ દ્વારા જણાવવા માં આવી રહ્યું છે.


Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....