ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ 4 દર્દીઓના મોત, નવા 19 પોઝિટિવ નોંધાયા...

 


ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વકરી રહ્યું છે અને સારવાર લઈ રહેલા કેટલાય દર્દીઓ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે આજે પણ ભરૂચની ત્રણ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ ચાર દર્દીઓના મોત નિપજ્યા હતા જેમાં ભરૂચની પટેલ હોસ્પિટલમાં વાગરા તાલુકાના ગામના 56 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું હતું, તો ભરૂચના ફલશ્રુતિ નગરની ખાનગી હોસ્પિટલમાં ભરૂચના સિધ્ધનાથ નગરના 72 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું હતું જ્યારે આ જ હોસ્પિટલમાં ભરૂચની કૃષ્ણનગર સોસાયટી ના 64 વર્ષીય દર્દીનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.. તો ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ માં પત્નીના મૃત્યુ બાદ પુષ્પા બાગ બળેલી ખો વિસ્તારમાં રહેતા 56 વર્ષીય દર્દીનું પણ મોત નીપજ્યું હતું જેના કારણે ભરૂચ જિલ્લામાં આજરોજ કોરોના પોઝિટિવ ૪ દર્દીઓ ના મોત નિપજયા હતા જ્યારે નવા 19 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા જેમાં અંકલેશ્વર 10, ભરૂચ 6, આમોદ 1, જંબુસર 1, ઝઘડિયા 1 મળી કુલ 19 પોઝિટિવ નોંધાયા હતા, જેના પગલે ભરૂચ જિલ્લાનો કોરોના પોઝિટિવનો આંકડો 1231 ઉપર પહોંચી ગયો છે ત્યારે હજુ પણ લોકોમાં સાવચેતી આવે તે જરૂરી છે નહીંતર આવનારા સમયમાં કોરોના નું સંક્રમણ વધુ વકરે તો નવાઈ નહીં...

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....