Posts

Showing posts from June, 2020

કેરીના જથ્થા નીચે સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડી અંકલેશ્વર પોલીસ.....

Image
અંકલેશ્વર શહેર પોલીસે નેશનલ હાઇવે પર આવેલ મૂલદ ટોલ નાકા પાસેથી કેરીના બોક્ષની આડમાં લઇ જવાતો રૂપિયા ૩૭ હજારથી વધુના વિદેશી દારૂના જથ્થા સહિત ૩.૫૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા...  અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમીના આધારે મૂલદ ટોલ નાકા તરફથી આવેલી તવેરા ગાડી ને રોકી તેમાં તલાસી લેતા કેરીના કેરેટ માં ચેકિંગ કરવામાં આવતા કેરીના જથ્થાની નીચે વિદેશી દારૂની બોટલો સંતાડેલી મળી આવતા પોલીસે તવેરા ગાડીના બે વ્યક્તિઓ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં પોલીસે કેરીના બોક્ષની આડમાં લઈ જવાતા ૩૭ હજારથી વધુના વિદેશી દારૂનો જથ્થો અને બે ફોન તેમજ તવેરા ગાડી  મળી કુલ ૩.૫૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે બે ખેપિયાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચની સરકારી કચેરીમાં ટોકન સિસ્ટમથી લોકોનો મેળાવડો જામ્યો : કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દેહશત.....

Image
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે સરકારી કચેરીઓ શરુ કરવાની પરવાનગી મળી હતી. જેથી ભરૂચની વિવિધ સરકારી કચેરીઓ અરજદારોથી પુનઃ ધમધમતી થતાં જ ભરૂચની મામલતદાર કચેરીમાં રાસન કાર્ડ ઈ-સ્ટેમ્પ, આવકના દાખલ સહીતની કામગીરી માટે અરજદારો સવારથી જ કચેરીઓ ઉપર મેળાવડો જમાવી ઉભા રહ્યા હતા.  ત્યારે સરકારી કચેરીઓમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે ટોકન સિસ્ટમ સારું કરવામાં આવી છે. ભરૂચની મામલતદાર કચેરીમાં ગેટ પાસે ટોકન મેળવવા માટે લોકોએ પડાપડી કરી મૂકી હતી. ગેટ પાસે કોઈ પણ જાતનું સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું જોવા મળ્યું ન હતું. જેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ લાપરવાહીના કારણે સરકારી કચેરીઓમાંથી જ ફેલાઈ તેવી દેહસત લોકો વ્યક્ત કરી રહ્યા છે.. ટોકન સિસ્ટમ સરકારી કચેરીઓમાં શરુ કરતા વરસતા વરસાદમાં પણ ટોકન મેળવવા માટે ગેટ ઉપર પડાપડી કરતા અરજદારો નજરે પડ્યા હતા..

ભરૂચ જિલ્લામાં કોરોના વકર્યો ૨ ના મોત સાથે નવા ૧૦ કોરોના પોઝિટિવ નોંધાયા....

Image
ભરૂચ જિલ્લો સવારથીજ ધમધમતો થઇ જાય છે ભરૂચ શહેર માં કોરોના વાયરસ ના ભય વચ્ચે પણ લોકો પોતાના કામકાજ અર્થે નીકળી પડતા હોઈ છે ત્યારે લોકડાઉંન  માં કોરોના પોઝિટિવ ની સંખ્યા કરતા અનલોક ૧ માં કોરોના પોઝિટિવ ની સંખ્યા સતત વધી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા માં 29 જૂન ના રોજ નવા ૧૦ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા જેના પગલે ભરૂચ જિલ્લા નો કોરોના પોઝિટિવ નો આંકડો ૨૨૦ ને પાર થયો છે જયારે આમોદ ના ૫૬ વર્ષીય હર્ષદ પટેલ અને વાગરા ના ૫૨ વર્ષીય સલીમ પટેલ નું કોરોના ની સારવાર બાદ મોત નીપજ્યું છે જે ભરૂચ જિલ્લા નું મૃત્યુ અંક ૧૩ ઉપર પહોંચ્યો છે ત્યારે હજુ પણ કોરોના વાયરસ ને લઇ લોકો માં સાવચેતી આવે તે જરૂરી છે નહીંતર આવનાર સમય માં કોરોના પોઝિટિવ ની આંકડો મોટો આવે તો નવાઈ નહિ....

અવશ્ય નિહાળો.... કોરોના કોવિદ-19 માટે અલગ હોસ્પિટલ તો કોરોનાના મૃતદેહ માટે અલગ સ્મશાન કેમ નહિ....?? એક મૃતદેહ આઠ કલાક રજળતો રહે તે કેટલે અંશે યોગ્ય...??

Image
જબુંસર ના કોરોના ના દર્દીના મૃત્યુ બાદ ભરૂચ ,અંકલેશ્વર ના સ્મશાન માં અંતિમવિધિ માટે ના કહેવા માં આવતા વિવાદ સર્જાયો હતો.. જે બાદ હવે ભરૂચ રોટરી કલબ દ્વારા પીપીઈ કીટ  સ્મશાન માં આપવામાં આવી છે. જે બાદ ભરૂચ ના શાંતિવન સ્મશાન ગૃહ માં કોવિડ - 19 ના દર્દીઓ ના મૃતદેહને અહીં અગ્નિદાહ આપવામાં આવશે તેવી દહેશતથી કબીરપુરા ના સ્થાનિક રહીશો સ્મશાન ખાતે દોડી આવ્યા હતા. અને કોરોના ગ્રસ્ત દર્દીઓ ના મૃતદેહ ની અંતિમવિધિ અહીં કરવા સામે ઉગ્રતા પૂર્વક મેનેજર સમક્ષ રજૂઆત કરી હતી...  સ્થાનિકો એ હોબાળો મચાવતા જણાવ્યું હતું કે શાંતિવન સ્મશાન ગૃહ માં કોરોના વાયરસ ના મૃતદેહ ની અંતિમવિધિ કરવાથી ચીમની માં જે મૃતદેહ બાળવામાં આવે છે, તેમના ધમાળા ના ગોટેગોટા ઉપર સુધી ઉડે છે અને નર્મદા નદી તરફ ની ખુલ્લી જગ્યા નો પવન શહેરી વિસ્તાર તરફ હોઈ ત્યારે ચીમની ના ધુમાડા રહેણાંક વિસ્તાર તરફ ઉડી રહ્યા છે જેના કારણે કોરોના ગ્રસ્ત નો મૃતદેહ અહીંયા બાળવામાં આવે તો તેના ધુમાડા થી અન્ય લોકો પણ કોરોના સંક્રમિત થઇ તદ્ઉપરાંત  આસપાસ ના રહીશો ના સ્વાસ્થ્ય ને નુકસાન થશે તેવી દહેશત પણ તેવો એ વ્યક્ત કરી  હતી.વહીવટી તંત્ર  દ્વારા કોઈ ખુલ્લી જગ

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કેસની ડબલ સેન્ચુરી : નવા ૮ પોઝીટીવ કેસ નોંધાયા.....

Image
ભરૂચ જિલ્લામાં નવા ૮ કોરોના પોઝિટિવ સામે આવતા ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કેસની ડબલ સેન્ચ્યુરી થતા આંકડો ૨૦3 ને પાર થયો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં હજુ પણ કોરોના પોઝિટિવના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ગતરોજ ૧૬ જેટલા કોરોના પોઝિટિવ નોંધાયા બાદ આજરોજ વધુ ૮ નવા કોરોના પોઝિટિવ આવતા ભરૂચ જિલ્લામાં કોરોનાએ ડબલ સેન્ચ્યુરી પાર કરી ૨૦3 પર આંકડો પહોંચ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં હજુપણ કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે અનલોક-૧ માં  વધુ કોરોના પોઝિટિવના દર્દીઓ મળી આવ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તંત્ર પણ સબ સલામતની વાત કરી રહ્યું છે, તંત્ર દ્વારા કડકાઈથી અમલ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં કોરોના પોઝિટિવના આંકડામાં વધારો થાય તો નવાઇ નહીં. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર હવે કડક વલણ અપનાવવાની જરૂર જણાય છે....

વેડચના હેડ કોન્સ્ટેબલ જગદીશ સોલંકી કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ પામતા કોરોના વોરિયર્સ ગાર્ડ ઓફ ઓનર અપાયું.....

Image
ભરૂચ જિલ્લામાં બે પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાં જંબુસર તાલુકાના પોલીસ મથકમાં ફરજ નિભાવતા જગદીશભાઈ સોલંકી તથા અન્ય પોલીસ કર્મી કોરોના વાયરસનો ભોગ બન્યા હતા અને તેઓ સારવાર હેઠળ હતા તે દરમિયાન જગદીશભાઈ સોલંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જેના કારણે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.. કોરોનાવાયરસ ના સંક્રમણનો ભોગ બનેલા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ સોલંકી નું સારવાર દરમિયાન મોત નીપજતા તેઓને કોરોના વોરિયર્સ ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન અપાયું હતું કોરોનાવાયરસ થી મૃત્યુ પામેલા જગદીશભાઈ સોલંકી ની કામગીરી સારી હતી જેના કારણે તેઓ ની વિદાયથી પોલીસ બેડામાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે..

ભરૂચ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ૫ હજારથી વધુ માસ્કનું વિતરણ કરાયું...

Image
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા પણ માત્ર ફરજિયાત કરી દેવાયું છે અને માસ્ક વિનાના વાહન ચાલકો અને રાહદારીઓને દંડ પણ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ શાકભાજીનો વેપાર કરનારા લોકો પણ માસ્ક ન પહેરતા હોય જેને લઇ કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાય તેવી દહેશત વર્તાઇ રહી છે ત્યારે ભરૂચ માં કાર્યરત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની બહેનો દ્વારા લોકડાઉનના સમય નો સદુપયોગ કરી પોતાના ઘરમાં રહી ૫૦૦૦ જેટલા માસ્ક બનાવ્યા હતા.. ૫૦૦૦ જેટલા માસ્કો તૈયાર થતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સેજલભાઈ દેસાઈની આગેવાનીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ૧૦૦થી વધુ કાર્યકરોએ જાહેર માર્ગોઉપર થી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો સહિત વિવિધ વિસ્તારો તથા સોસાયટી વિસ્તારોમાં પણ માસ્કનું વિતરણ કરી કોરોનાવાયરસ ની મહામારી થી સાવચેત રહેવા અંગે અપીલ પણ કરી હતી...

અહેવાલ નિહાળવાનું ચૂકસો નહીં.... ભરૂચની મામલતદાર કચેરીમાંથી કોરોના નું સંક્રમણ ફેલાય તેવી દહેશત....

Image
ભરૂચ જિલ્લા માં કોરોના વાયરસે ૧૭૫ પર વટાવી દીધી છે.ત્યારે કોરોના વાયરસ થી ૯ લોકો એ જીવ પણ ગુમાવી ચુક્યા છે.ત્યારે લોકો માં સાવચેતી નો અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે સરકારી કચેરી માં સોશ્યલ ડીસન્ટન્સ સાથે સરકારી કચેરી શરુ કરવા માટે સરકારે આહવાન કરતા ભરૂચ ની સરકારી કચેરીઓ પુનઃ ધમધમતી થઈ છે પંરતુ સોશ્યલ ડીસન્ટન્સ ના નિયમો ના ઉલ્લઘન થઈ રહ્યા છે.ત્યારે ભરૂચ ના મામલતદાર કચેરી માં તાજેતર માં વિવિધ ઉચ્ચતર અને માધ્યમિક ના પરિણામો આવતા જ અન્ય કોલેજો અને વધુ શિક્ષણ મેળવવા માટે એડમિશન માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ ડોટ મૂકી છે.ત્યારે એડમિશન માં સોગંધનામુ,આવક નો દાખલ સહીત ના દસ્તાવેજ ની જરૂર હોવાના કારણે લોકો એ મામલતદાર કચેરી માં સ્ટેમ્પ પેપર,આવક ના દાખલ,વિધવા મહિલા ઓ વિધવા સહાય માટે દસ્તાવેજી ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે ભારે ભીડ જમાવી રહ્યા છે.ત્યારે કોરોના વાયરસ ની મહામારી માં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના કારણે કોરોના સરકારી કચેરીઓ માંથી જ વધુ ફેલાઈ તેવી દહેશત વર્તાઈ રહી છે.ત્યારે સરકારી કચેરીઓ માં પણ સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન થાય તે જરૂરી છે....

પાલેજ પોલીસ પુનઃ એકવાર ઉંઘતી ઝડપાય... LCB પોલીસે ઝડપી પાડ્યો વિદેશી દારૂ...

Image
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઈન્સપેક્ટર જે.એન.ઝાલા નાઓએ તાબાના અધીકારી/પોલીસ માણસોને જીલ્લામાં મોટા નામચીન બુટલેગરોની હાલની પ્રવૃત્તિ ઉપર નજર રાખી કેસો શોધી કાઢવા માર્ગદર્શન આપી અલગ અલગ ટીમો બનાવામાં આવેલ હતી.જે પૈકી પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એસ.ચૌહાણ અને તેઓ ની ટીમ ભરૂચ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.આ દરમ્યાન બાતમી મળી હતી કે એક સફેદ કલર ની બંધ બોડી ની ટાટા એસ ઝીપ માં વિદેશી દારૂ ભરેલ છે અને તેના પાયલોટીંગ માં એક કાળા કલર ની ફોર્ડ ઈકોસ્પોર્ટ ગાડી છે જે બંને ગાડીઓ વરેડીયા પાટીયા થી પાલેજ તરફ જતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ તુલસી હોટેલ ના કંપાઉન્ડ માં ઉભી છે.જેના આધારે ભરૂચ એલ.સી.બી પોલીસે પંચો સાથે બાતમી વાળી જગ્યા એ ખાનગી વાહનો માં રેડ કરતા પોલીસને જોઈ ફોર્ડ ઈકોસ્પોર્ટ ગાડી વડોદરા તરફ રવાના થઈ જતા પોલીસ ના હાથે લાગી ન હતી.પરંતુ હોટલ ના કંપાઉન્ડ માં રહેલી ટાટા એસ ઝીપ ગાડી ઝડપાઈ જતા તેને કોર્ડન કરી તેમાં ડ્રાઈવર સીટ ઉપર બેસેલ નિલેષભાઈ ભીખાભાઈ ધામેલીયા રહે.કતારગામ તાપી એવન્યુ ફ્લેટ નં.બી/૧૦૧ સુરત અને કંડકટર સીટ ઉપર બેસેલ સાગરભાઈ ગરુણજી જયસ્વાલ રહે.હોળી બંગલા વેડ રોડની બાજ

ભરૂચ જિલ્લામાં નવા 10 કોરોના પોઝિટિવ, 2 ના મોત... કોરોના પોઝિટિવનો આંકડો ૧૭૨ પાર...

Image
ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે પણ કોરોના પોઝિટિવ નો આંકડો 10 ઉપર નોંધાયો હતો જે ભરૂચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ ના દર્દીઓમાં દિવસેને દિવસે વધારો થયો છે ત્યારે લોકોમાં પણ સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લામાં આજે નવા 10 કોરોના પોઝિટિવ સામે આવતા આંકડો 172 ને પાર થવા પામ્યો છે જયારે મૃત્યુ આંક 2 નોધાયો છે.... ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ ના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે કોરોના વાયરસનું સંક્રમણ જંબુસર બાદ ભરૂચ શહેરમાં પણ ધીરે ધીરે પ્રવેશી રહ્યું છે ત્યારે ગતરોજ ભરૂચ શહેરમાં નવ કોરોના પોઝિટિવ નોંધાયા બાદ સતત બીજા દિવસે પણ ભરૂચ શહેરમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે અંકલેશ્વર નવી માં 1 આમોદમાં 1 જંબુસરમાં 3 મળી ભરૂચ જિલ્લામાં નવા કોરોના પોઝિટિવ ના 10 કેસ નોંધાયા હતા ભરૂચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ ના દિન-પ્રતિદિન કેસોમાં વધારો થયો છે ત્યારે કોરોના પોઝિટિવ કેસો સામે આવતા તંત્ર હજુ પણ ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે... ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર કડકાઈ ભર્યું વલણ નહીં અપનાવે તો આવનારા દિવસોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ત્રણ ગણી વધી જાય તો નવાઈ નહીં કારણ ક

ભરૂચ અધિક કલેકટરના જાહેરનામાનો અમલ ન થતો હોય તો APMC ખુલ્લી કરવી જોઈએ...?? ભરૂચની મહંમદપુરા APMC બંધ થતાં વેપારીઓનો જાહેર માર્ગ ઉપર અડિંગો....

Image
ભરૂચ જીલ્લા માં કોરોના વાયરસ નું સંક્રમણ દિવસે અને દિવસે વધુ રહ્યું છે અને ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર ના કન્ટેનમેઈન્ટ એરિયા ના જાહેરનામા માત્ર કાગળ ઉપર જ રહ્યા છે.ભરૂચ ના મહંમદપુરા એપીએમસી નું જાહેરાનમું કાગળ ઉપર જ હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરા માં કેદ થયા છે.... ભરૂચ જીલ્લા માં કોરોના પોઝીટીવ નો આંકડો લોકડાઉન ના સમયગાળા માં 32 ઉપર હતો.મહંમદપુરા એપીએમસી ખાતે સોશ્યલ ડીસન્ટન્સ ન જળવાતું હોવાના બહાના હેઠળ એપીએમસી ના ચેરમેન અરુણસિંહ રણા એ વડદલા એપીએમસી ખાતે સ્થળાંતર કરવા માટે જીલ્લા વહીવટી તંત્ર પાસે જાહેરનામું પ્રસિદ્ધ કરાવ્યું અને મહંમદપુરા એપીએમએસી નું સ્થળાંતર વડદલા ખાતે કરાવ્યું હતું.પરંતુ શું વડદલા એપીએમસી માં સોશ્યલ ડીસન્ટન્સ જળવાઈ છે ખરું? આજે મોટા ભાગ ના વડદલા એપીએમસી માં વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વિના અને સોશ્યલ ડીસન્ટન્સ વિના વેપાર કરી રહ્યા હોવાના દ્રશ્યો ડ્રોન કેમેરા માં કેદ થયા છે.ત્યારે સોશ્યલ ડીસન્ટસ અને બહાનું હોય પંરતુ વર્ષો થી બંધ પડેલી એપીએમસી ચાલુ કરવા માટે ચેરમેને મહંમદપુરા એપીએમસી ને સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનો રંગ આપી તેને વડદલા એપીએમસી ખાતે સ્થળાંતર કરાઈ હતી.પરં

ભરૂચમાં અષાઢી બીજે કોરોનાનો બોમ્બ ફૂટ્યો : ભરૂચ શહેર માં 9 અને જંબુસર માં 2 મળી 11 કેસ નોંધાયા...

Image
સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસે લોકો ના હાલ બેહાલ કર્યા છે.ચાર તબક્કા ના લોકડાઉન બાદ પાંચ માં તબક્કા ના અનલોક 1 માં કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે.ત્યારે જંબુસર માં દિવસ દીઠ 8 થી 10 કોરોના પોઝિટિવ કેસો મળી આવતા હતા.ત્યારે આ જે ભરૂચ શહેર માં લોકલ કોરોના વાયરસ નું સંક્રમણ ફેલાયું છે.જેમાં આજે ભરૂચ શહેર માં 9 કોરોના પોઝિટિવ જયારે જંબુસર નો 2 મળી 11 કોરોના પોઝિટિવ કેસ ભરૂચ જીલ્લા માં નોંધાયા હતા.જેનો આંકડો 162 ને પાર થયો છે... અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આજે નોંધાયેલા ભરૂચ શહેર ના કોરોના પોઝિટિવ ના શાકભાજી ની લારી ચલાવનાર અને આલી કાછીયાવાડ નો રહીશ નો પણ કોરોના પોઝીટીવ આવતા તેને કેટલા લોકો ને શાકભાજી વહેંચી હશે અને કેટલાક લોકો સંક્રમણ થયા હશે.શાકભાજી ની લારી વાળો કોરોના પોઝિટિવ આવ્યો તે ભરૂચ ની વડદલા એપીએમસી માંથી શાકભાજી વહેલી સવારે લાવી શક્તિનાથ વિસ્તાર માં વ્યવસાય કરી રહ્યો હતો.ત્યારે શાકભાજી ના લારી વાળા નો કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ ભરૂચ શહેર ના વિવિધ વિસ્તારો માં સેવાશ્રમ રોડ,શકિતનાથ,તુલસીધામ,સ્ટેશન રોડ ઉપર શાકભાજી ની લારી ઉભી રાખી વેપાર કરનારાઓ પણ માસ્ક અને ગ્લોઝ વિના

ભરૂચમાં પણ ૫૦ ભક્તોને રથયાત્રાની પરવાનગી માટે AHP ની માંગ....

Image
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે જેને લઇ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ રથયાત્રા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે પરંતુ ગૃહ મંત્રી અમદાવાદમાં રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપી હોવાના અહેવાલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યા છે તો ભરૂચના ફુરજા બંદરેથી પણ ૨૫૦ વર્ષ થી રથયાત્રા નીકળતી હોય તો તંત્ર દ્વારા ૨૫ ભક્તો રથ માં જોડાઈ રથયાત્રા કાઢી શકે તે માટે લેખિત રજૂઆત કરતો પત્ર સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરવામાં આવ્યું છે અને આ પત્રમાં લેખિત રજૂઆત ભરૂચ કલેકટર સાહેબ શ્રી ભરૂચ એસ.પી સાહેબ શ્રી ને તેઓના વોટ્સએપ ઉપર પહોંચાડી રજૂઆત કરવામાં આવી હતી... ત્યારબાદ સવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ડોક્ટર એમડી મોડીયાને રૂબરૂમાં રથયાત્રા કાઢવા માટે આજીજી કરવા માટે પહોંચ્યા હતા પરંતુ અંત સુધી જિલ્લા વહીવટી તંત્રે રથયાત્રા માટે પરવાનગી આપી ન હતી જેના કારણે રથ ખેંચવા ઉત્સુક લોકોમાં નારાજગી જોવા મળી હતી... જેમ અમદાવાદમાંથી વર્ષોની પરંપરા છે તે મુજબ ભરૂચના ફુરજા બંદર ની રથયાત્રા પણ પરંપરાના પ્રતીક માનવામાં આવતું હોવાની માન્યતા રહેલી છે તેમ પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સેજલ ભાઈ દેસાઈ જ

ભરૂચની સાયબર સેલે ઝડપી પાડેલ છેતરપિંડીનો આરોપી કોરોના પોઝિટિવ.... પોલીસ કર્મીઓમાં ફફડાટ...

Image
 વાલિયાના રામેશ્વર પાર્ક ના રહીશ જયરાજ આડમાર એ છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી જે તપાસ ભરૂચ સાઇબર સેલે સોંપવામાં આવી હતી જેમાં છેતરપિંડી કરનાર કોસંબા ૨૦૧ બ્લોક સી સૂર્યવંશી એપાર્ટમેન્ટ નો રહી કલ્પેશભાઈ ઈશ્વરભાઈ સુરતી હોવાનું સામે આવતા સાઇબર સેલ ના પોલીસ કર્મીઓ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા કોરોના પોઝિટિવ આવતા આરોપીની ધરપકડ કરનારા પોલીસકર્મીઓ ફફડાટ મચી જવા પામ્યો છે... જો કે છેતરપિંડી કરનાર આરોપી કલ્પેશ સુરતી કોરોના પોઝિટિવ આવતા તેની ધરપકડ કરનારા પોલીસકર્મીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે જોકે હાલ તો મળતો સાયબર સેલ ઓફિસને સેનેટ રાઈઝર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ આરોપીની ધરપકડ કરનાર અને તેની પૂછપરછ કરનાર પોલીસ કર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તે તપાસ થાય તે પણ જરૂરી છે... જોકે અત્યાર સુધીમાં પોલીસે પકડેલા મારામારી પ્રોહીબીશન અને છેતરપિંડીના ગુનાના ત્રણ આરોપીઓ કોરોના પોઝિટિવ આવતા પોલીસ કર્મીઓ પણ હવે ચિંતાતુર બન્યા છે ત્યારે આરોપીઓમાં કોરોના પોઝિટિવ આવતા પોલીસ પરિવારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે..

BTET ના જવાનને ગાડીચાલકે “ચકલી” પોલીસ કહેતા બિચકયો મામલો.....

Image
ભરૂચની નર્મદા ચોકડી પાસે ફરજમાં રહેલા બીટીઇટીના જવાને પીકઅપવાનને અટકાવી તલાશી લેતાં બંને વચ્ચે રકઝક થઇ હતી. આ રકઝકનો કોઇએ વિડીયો ઉતારી વાયરલ કરી દીધો છે… અનલોક – 1માં વાહનવ્યવહાર વધી રહયો છે ત્યારે વાહનચાલકો અને પોલીસ કર્મીઓ વચ્ચે માથાકુટના બનાવો બની રહયાં છે. ભરૂચની નર્મદા ચોકડી ખાતેથી પસાર થતી પીકઅપ વાનને અટકાવીને ફરજ પરના બીટીઇટીના જવાને રોકી હતી. વાહનની તલાશી લેવા માટે બંને વચ્ચે માથાકુટ થઇ હતી. વિડીયોમાં પીકઅપના ડ્રાયવરે બીટીઇટીના જવાનને ચકલી પોલીસ કહેતાં મામલો વધુ બિચકતો દેખાય છે. ..

નર્મદા નદીમાં નવા નીર આવતા નર્મદા ઘાટ ઉપર નજારો જોવા સહેલાણીઓ ઉમટ્યા.....નર્મદા નદી પુનઃ બે કાંઠે વહેતી થઈ....

Image
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભરૂચની ભાગોળમાંથી વહેતી નર્મદા નદી શુદ્ધ થઈ રહી છે જેને લઇ નર્મદા નદીમાં નર્મદે હર હર ના નાંદ સાથે નર્મદા નદીના વહેણમાં ડૂબકી મારી પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે ભરૂચની ભાગોળમાંથી વહેતી અને જેના માત્ર દર્શનથી પાપ મુક્ત થવાય તેવી પવિત્ર નર્મદા નદીમાં નવા નીર આવતાની સાથે જ નર્મદા નદી પુનઃ એક વાર તેના અસલ સ્વરૂપમાં વહેતી થઇ છે....  નર્મદા નદીમાં નવા વહેણ આવતા નર્મદા નદી પુનઃ એક વાર બે કાંઠે વહેતી થઈ છે જેનો નજારો જોવા માટે ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર નર્મદા ઓવારે ગાયત્રી મંદિર ના ઘાટ શીતળા માતાના મંદિરે સહિત નર્મદા નદીના વિવિધ ઓવારા ઉપર લોકો નજારો જોવા ઉમટી રહ્યા છે કેટલાક ઘાટો ઉપર લોકો નર્મદા નદીમાં ડૂબકી લગાવી સ્નાન પણ કરી રહ્યા છે.. જોકે નર્મદા નદીના વહેણમાં મગરોના ભય વચ્ચે પણ નર્મદા નદીમાં નવા નીર આવતા ભરૂચ વાસીઓએ નવા નીર ને આવકારી સ્નાન કરવામાં મગ્ન બન્યા છે નર્મદા નદીના દશાશ્વમેઘ ઘાટ સ્થિત ગ્રહણ પૂર્ણ થતાની સાથે જ સંતો મહંતો સ્નાન અર્થે ઉમટી પડ્યા હતા તો શહેરીજનો પણ નર્મદા નદીમાં નવા નીર આવતા જ ડૂબકી લગાવવા માં મગ્ન

ભરૂચ જિલ્લામાં કોરોના નો બોમ્બ ફાટ્યો... નવા ૧૧ કેસનો આંકડો ૧૪૫ ને પાર....

Image
ભરૂચ જીલ્લા અનલોક -૧ થી કોરોના પોઝીટીવ માં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે આજે વધુ પાંચ કોરોના પોઝીટીવ ભોલાવ ગ્રામ પંચાયત ની હદ માંથી મળી આવ્યા છે અને તેઓ ભોલાવ ગ્રામ પંચાયત ના ડે.સરપંચ ના પિતા સહીત ભોલાવ પંચયાત ના સભ્ય અને તેઓની પત્ની અને બે પુત્રી મળી પાંચ કોરોના પોઝીટીવ કેસ મળી આવતા ભોલાવ ગ્રામ પંચાયત કોરોના ની ઝપેટ માં આવી જતા લોકો માં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે... ભરૂચ જીલ્લા માં કોરોના વાયરસે સમગ્ર જીલ્લા ને બાન માં લીધું છે.ત્યારે જંબુસર માં દિવસ દીઠ કોરોના પોઝીટીવ ના ૮ થી ૧૦ દર્દીઓ નોંધાઈ રહ્યા છે.ત્યારે હવે કોરોના નું સંક્રમણ અન્ય તાલુકા અને ભરૂચ શહેર માં પણ પ્રવેશી રહ્યું છે.ત્યારે ભરૂચ પણ ધીરે ધીરે કોરોના ગ્રસ્ત તરફ વળી રહ્યું છે.ત્યારે ભરૂચ ના ભોલાવ ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ ના પિતા તથા ગ્રામ પંચાયત ના સભ્ય મનોજ મહેતા સહીત તેનું પરિવાર પણ કોરોના ની ઝપેટ માં આવી જતા ભોલાવ ગ્રામ પંચાયત ની હદ માંથી ૫ કોરોના ના દર્દીઓ નોંધાયા છે.ત્યારે ભરૂચ જીલ્લા માં સતત કોરોના પોઝીટીવ માં વધારો થતા કોરોના નો આંકડા માં સતત વધારો થઈ રહ્યો છે.જે ભરૂચ જીલ્લા નો આંકડો ૧૪૫ ને પાર થયો છે.ત્યારે હજ

એક દુકાનદારે સાપ ને દુકાન માં જતો રોકવા પાછળ થી ખેંચી બહાર લઈ જતા સીસીટીવી કેમેરા માં કેદ.....

Image
ભરૂચ ના ટંકારીયા થી કાંધ ગામ ના જવાના માર્ગ ઉપર જનરલ સ્ટોર નજીક કેટલાક યુવાનો મોબાઈલ માં મશગુલ બન્યા હતા.ત્યારે નજીક સાપ આવી જતા યુવાનો ચોંકી ઉઠ્યા હતા અને સાપ દુકાન માં પ્રવેશે તે પહેલા જ સાપ ને પાછળ થી પકડી બહાર ખેંચી જમીન ઉપર પટકારતા હોવાના સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા છે... અચાનક સાડા ત્રણ થી ચાર ફૂટ નો સાપ આવી પહોંચતા નાસભાગ મચી જવા પામી હતી અને તે સાપ જનરલ સ્ટોર્સ માં પ્રવેશે તે પહેલા જ એક યુવાન સાપ ને દુકાન માં જતો રોકી સાપ ની પૂંછડી પકડી બહાર ખેંચી રહ્યો હોવાનો વિડીયો સીસીટીવી કેમેરા માં કેદ થતા તેને સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરાયો હતો....

ભરૂચ માં પીવાનું પાણી માંગી ચાર્જિંગ માં મુકેલો 12 હજારનો મોબાઈલ શેરવી મહિલા ફરાર.....

Image
ભરૂચ માં ઝાડેશ્વર રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી માં ભિક્ષુક મહિલા ભીખ માંગવાના બહાને સોસાયટી માં પ્રવેશી હતી.તે દરમ્યાન એક મકાન માં મોબાઈલ ની ચોરી થઈ હોય તેવી ફરીયાદ ઉઠી હતી.ત્યારે ભરૂચ ના ધોળીકૂઈ બજાર ના મકાન માં રહેતા વ્યક્તિ પાસે પીવાનું પાણી માંગી તેઓ પાણી લેવા જતા ચાર્જિંગ માં રહેલો મોબાઈલ ની ઉઠાંતરી કરતી આવી એક મહિલા ઘર માં લગાવેલા સીસીટીવી કેમેરા માં કેદ થઈ જતા મહિલા ને પકડવા માટે સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરી લોકો ને સાવચેત કરાયા હતા.જો કે ધોળીકૂઈ માં મોબાઈલ ચોરી કરતી મહિલા સામે સીસીટીવી ફૂટેજ ના આધારે એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી...

વિશ્વ કોરોના મુક્ત થાય તે માટે પ.પૂ. સંતશ્રી સદગુરુ સાંઈરામ ગુરુજીની ઉલ્ટા ચાલી પદયાત્રા....

ભરૂચ તાલુકાના  ઝનોર  ગામના ધર્મશાળા મીની શેરડી ધામ સાંઈ પ્રેમ સમય આનંદ પ્રસન આશ્રમ ના સ્વામીએ વિશ્વ કોરોના મુક્ત થાય તે માટે ઉલ્ટા પદયાત્રા શરૂ કરી.... ચીનમાંથી ઉત્પન્ન થયેલા કોરોનાવાયરસ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે ત્યારે કોરોનાવાયરસથી મુક્તિ મેળવવા માટે સાવચેતી સાથે ભગવાન ઈશ્વરના સહારે સમગ્ર વિશ્વ છે ત્યારે વિશ્વ કોરોનાવાયરસ મુક્ત બને તે માટે ભરૂચ તાલુકાના ઝનોર ગામના ધર્મશાળા મીની શિરડી તીર્થધામની પ્રેમ સમય આનંદ પ્રસન આશ્રમ ના આચાર્ય પરમ પૂજ્ય પરમહંસ ૧૦૦૮ જગદગુરુ સ્વામી સંત શ્રી સદગુરુ સાંઈ રામ ગુરુજીએ આજે સવારથી વિશ્વ કોરોના મુક્ત બને તે હેતુસર ભરૂચથી ઉલ્ટા ચાલી પદયાત્રા શરૂ કરી હતી જે શેરડી સુધી પહોંચી સાંઈ બાબા ના ચરણોમાં સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું....

SNP ના અહેવાલ બાદ જ્યોતિનગર નાકા નજીકના કચરાના ઢગલા દૂર કરાયા...

Image
ભરૂચના જ્યોતિનગર નજીક ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં કચરાના ખડકલાઓ વરસાદી પાણીના કારણે અત્યંત દુર્ગંધ મારતા હોવાના કારણે વાહનચાલકો પરેશાન હતા મીડિયાના અહેવાલ બાદ ભોલાવ ગ્રામ પંચાયતે દંડનીય કાર્યવાહી અંગેનું બેનર દૂર કર્યું હતું જે બાદ ના અહેવાલ પછી મોડે મોડે પણ ભોલાવ ગ્રામ પંચાયતે કચરાના ઢગલા દૂર કરવાની કવાયત હાથ ધરી હતી..... ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જ્યોતિનગર નજીકના કોલેજ તરફ જવાના નાકા ઉપર છેલ્લા એક અઠવાડિયાથી કચરાના ઢગલાઓ થી લોકો પરેશાન હતા ત્યારે ભોલાવ ગ્રામ પંચાયતે આ સ્થળે કચરો નાખનાર સીસીટીવી કેમેરામાં કેદ થશે તો દંડ કરવામાં આવશે તેવું બેનર લગાવ્યું હતું છતાં કચરાના ઢગલા યથાવત રહેતા મીડિયાએ અહેવાલો પ્રકાશિત કરતા ભોલાવ ગ્રામ પંચાયતે કચરો દૂર કરવાના બદલે દંડનીય કાર્યવાહી અંગે લગાવેલું બેનર દૂર કરતા સમગ્ર ઘટના હાસ્યાસ્પદ બની ગઈ હતી જે પૂનઃ  અહેવાલો પ્રકાશિત થતા મોડેમોડે ભોલાવ ગ્રામ પંચાયતને ભાન થયુ કે કચરો દૂર કરવાના બદલે આપણે બેનર દૂર કર્યું છે જેના કારણે સવારથી જ કચરાના ઢગલાઓ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી...

કચરો દૂર કરવાના બદલે બેનર દૂર કર્યું.... ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતને સ્વચ્છતાનો શ્રેષ્ઠ એવોર્ડ અપાય...??

Image
ભરૂચમાં ભોલાવ ગ્રામ પંચાયત ની હદમાં કચરા ઓના ખડકલા જોવા મળ્યા છે ત્યારે ભરૂચના જ્યોતિનગર નજીકના ટોનિંગ નજીક કચરાના ખડકલા અંગેના મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતા ગ્રામ પંચાયતે કચરાના ખડકલાઓ દૂર કરવાના બદલે પોતે લગાવેલા દંડનીય અંગેનું બેનરો દૂર કરતાં ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અંગે નવો અભિગમ અપનાવાય રહ્યો હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે... ભરૂચમાં ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં જાહેર માર્ગો ઉપર કચરાઓના ખડકલાઓથી વાહનચાલકો દુર્ગંધથી ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ભરૂચના જ્યોતિનગર નજીકના પાસેના જ જાહેર માર્ગ ઉપર છેલ્લા ચાર-પાંચ દિવસથી કચરાઓના ખડકલા જોવા મળી રહ્યા હતા અને કચરાના કારણે આખલાઓ ના તોફાનથી વાહનચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે કચરાના ઢગલા ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવાના બદલે કચરાના ખડકલા સ્થળે લગાવવામાં આવેલ દંડનીય કાર્યવાહી નું બેનર ભોલાવ ગ્રામ પંચાયતની દૂર કરી સફાઈ અભિયાન અંગે નવો અભિગમ અપનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે ભોલાવ ગ્રામ પંચાયત જાહેર માર્ગો ઉપર રહેલા કચરાના નિકાલ કરવાના બદલે કચરો નાખનારાં ઓ માટે દંડનીય કાર્યવાહી અંગે નું બેનર લગાવ્યું હતું તે બેનર દૂર કર

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

Image
ભરૂચના ગોલ્ડનબ્રિજ ઉપરથી અજાણ્યા વ્યક્તિએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવ્યા બાદ બ્રિજના પીલરની લોખંડની એંગલ સાથે લટકી બૂમાબૂમ કરતા માછીમારોએ તેને બચાવી બહાર કાઢ્યો હતો... બનાવની મળતી માહિતી અનુસાર  ભરૂચના ગોલ્ડનબ્રિજ ઉપરથી એક અજાણ્યા વ્યક્તિએ નર્મદા નદીમાં  મોતની છલાંગ લગાવી હતી  ત્યારબાદ  મોતની છલાંગ લગાવનાર  વ્યક્તિએ  બ્રિજના પીલરની લોખંડની એંગલ સાથે  લટકી  બૂમાબૂમ કરી હતી  જેના કારણે ગોલ્ડન બ્રિજ ઉપરથી પસાર થતા લોકોએ આ દ્રશ્ય જોઈ પોલીસને જાણ કરતાં  પોલીસે પણ માછીમારોની નાવડી  મારફતે  તેને બહાર કાઢ્યો હતો...  જોકે આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કરનાર યુવાન ભરૂચના લલ્લુભાઈ ચકલા માં આવેલ શ્રીજી એપાર્ટમેન્ટનો જેઠાભાઈ રાજપુરોહિતનો ૨૮ વર્ષીય પુત્ર ઇશ્વર રાજપુરોહિત બેકારી ને લઈ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું...

ભરૂચના શેરપુરા ગામે આરોપીના જામીન થતા તેના સ્વાગત ના ભાગરૂપે સરઘસ કાઢતા નવ જણાં સામે જાહેરનામા ભંગ બદલ અટકાયત....

Image
શેરપુરા ગામમાં આરોપીનું સરઘસ નીકળતા પોલીસને પડકાર ફેંકતા વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થતા નવ જણાં સામે જાહેરનામા ભંગ બદલ ગુનો... ભરૂચના શેરપુરા ગામે રિક્ષાચાલક લોકડાઉનના સમયે બાળકોને લઇ રોડ ઉપર નીકળ્યા હતા તે દરમિયાન પોલીસે મુકવા જતા પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાના પ્રકરણમાં પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો ત્યારબાદ એક મહિના પછી જામીન પર છૂટકારો થતાં જામીન પર છૂટેલા આરોપી એ સરઘસ કાળી પોલીસે પડકાર થયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં પોલીસે જાહેરનામાના ભંગ બદલ નવ જણાં સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે... બનાવની મળતી માહિતી અનુસાર સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોરોના વાયરસ મહામારી અન્વયે સરકાર તરફથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ જેનો ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે,દ્રારા શેરપુરા ખાતે અમલ કરાવવા જતા તા.૧૮/૦૪/૨૦૨૦ ના રોજ શેરપુરા ગામના મોહસીન ઇનાયત પટેલ (ડીપોટી) ઉ.વ ૩૩ રહે, શેરપુરા, ડીપોટી ફળિયુ, તા.જી. ભરૂચ નાનો તેની રીક્ષા નંબર જીજે ૧૬ વાય ૨૭૨૯ ની લઇને આવતા પોલીસ કર્મચારીએ તેને રોકી પુછપરછ કરતાં આરોપી મોહસીને પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કરી ઝપાઝ

દહેજની બ્લાસ્ટની ઘટના નું કેમિકલ વરસાદી પાણીમાં દરિયામાં જતા લાખો જળચર જીવોના મોત થયા હોવાના માછીમારોના આક્ષેપ.....

Image
દરિયાઈ કિનારે  હજારો ની સંખ્યામાં  લેવતા ,સિંગારી, બોઈ,ઝીંગા,  કરચલા, સહિતના વિવિધ જળચર જીવો ના મૃતદેહો દરિયાકાંઠે  મોટી સંખ્યામાં જોવા મળતા  સમગ્ર ઘટનાનું  વિડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, દરિયાઈ પાણી માં  ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી  જવાના કારણે પણ દરિયાઈ જળચર જીવો મોટી સંખ્યામાં મોતને ભેટી રહ્યા છે જેના કારણે માછલીઓ વિનાશ થઈ રહેયો છે અને સાથે સાથે માછીમારોનો પણ વિનાશ થઈ રહેયો હોવાના આક્ષેપ પણ સમગ્ર. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ કરી રહ્યું છે અને તાબડતોબ માછીમાર સમાજ એ જે તે લાગતા વળગતા વિભાગમાં ફરિયાદ કરી હતી જેના કારણે  gpcb ની ટિમ ત્યાં પહોંચી જઈ જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે અને મત્સ્યોદ્યોગ ખાતાના અધિકારીઓને સ્થળ પર બોલવામાં  આવ્ય છે અને તેઓને માછલીઓના pm કરવા સૂચના આપવામાં આવેલ છે.... સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા લાગતાં વળગતા સ્થાનિક કક્ષાએ અને વિવિધ રાજ્ય સરકારના તથા કેન્દ્ર સરકારના ખાતાઓમાં પણ વારંવાર રજૂઆતો કરવામાં આવેલી હોવા છતા આ બાબતે સરકાર ગંભીર નથી. ત્યારે તાજેતરમાં  દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને તેનુ

ભરૂચ તાલુકાના જુના તવરાના નર્મદા ઓવારે રહેલા શ્વાનો ઉપર હુમલો કરતો મગર શ્વાનને નદીમાં ખેંચી ગયો...

Image
ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના નર્મદા નદીના ઓવારે મગર નો ભય જોવા મળી રહ્યો છે અને નર્મદા નદીમાં મગરોના જૂથ હોવાની માહિતી પણ સાંપડી રહી છે ત્યારે થોડા દિવસ અગાઉ જ ભરૂચ તાલુકાના તવરા ગામના નર્મદા નદીના કિનારે મગરો દેખા દીધા હતા ત્યારે આજરોજ બપોરના સમયે જૂના તવરા નર્મદા નદીના કાંઠે બે શ્ચાનો કિનારા ઉપર આંટાફેરા મારી રહ્યો હતો તે દરમિયાન એક શ્ચાન નર્મદા નદીના વહેણમાં જવાની કોશિશ કરતી વેળા નદીમાં રહેલો મગર અચાનક શ્વાન ઉપર હુમલો કરી અને નર્મદા નદીના વહેણમાં ખેંચી જતો વિડીયો સામે આવ્યો છે....

ભરૂચમાં પ્રથમ વરસાદે પ્રિમોન્સુન કામગીરી ના અભાવે જાહેર માર્ગો જળબંબોળ બન્યા....

Image
કોરોના વાયરસના કહેર વચ્ચે મંગળવારે ભરૂચ શહેર તથા જિલ્લામાં ચોમાસું બેઠું હતું. સવારે થોડો સમય સુર્યનારાયણે દર્શન આપ્યાં બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડીંબાગ વાદળોની હાજરી વચ્ચે અચાનક વરસાદ તુટી પડયો હતો. ભરૂચ, અંકલેશ્વર, દહેજ સહિત જિલ્લામાં ઠેર ઠેર મુશળધાર વરસાદ વરસતાં માર્ગો ભીંજાય ગયાં હતાં.. તો બીજી તરફ ભરૂચમાં પ્રથમ વરસાદે જ ભરૂચ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી કરી હતી મીડિયાના અહેવાલ બાદ મોડે મોડે ભરૂચ નગરપાલિકા એ દેખાવા પૂરતી તપાસ શરૂ કરાવી હતી જોકે ભરૂચની ૨૯ જેટલી ની સફાઈ સમયસર કરવામાં ન આવતા ભરૂચના અનેક જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઇ ગયા હતા જેમાં ભરૂચના પાંચબત્તી ,સેવાશ્રમ રોડ, દાંડિયા બજાર ચાર રસ્તા ફાટા તળાવ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તો ભરૂચમાં પાંચબત્તી વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ખુલ્લી કાંસમાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે લાકડીઓ મૂકી સાવચેતી રાખવામાં આવી હતી... અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પ્રથમ સામાન્ય વરસાદમાં જ ભરૂચના જાહેર માર્ગો જળબંબોળ બન્યા છે ત્યારે ચોમાસાના ચાર મહિનાની સ્થિતિ કેવી હશે તે લોકોમાં ચર્ચાનો

કાંસ ની સફાઈ કરવાના બદલે નન્નુંમીયા ના ઝુપડા સાફ કરતી પાલિકા....

Image
ભરૂચ માં પ્રથમ સામાન્ય વરસાદ માં જળબંબાકાર ની સ્થિતિ ઉભી થતા ભરૂચ નગર પાલિકા દ્વારા કાંસ સફાઈ કરવાના બદલે નન્નુમીયા ઝુપડપટ્ટી નું ગેરકાયદેસર દબાણ દૂર કરવા પોલીસ કાફલા સાથે પહોંચેલી પાલિકા ની ટીમ સામે લોકો નો ભારે આક્રોશ જોવા મળ્યો હતો.ભરૂચ નગર પાલિકા એ પ્રથમ વરસાદ માં વિવિધ વિસ્તારો માં ભરાયેલા વરસાદી પાણી ના નિકાલ માટે કાંસ ની સફાઈ કરવાના બદલે ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ નન્નુમીયા ઝુપડપટ્ટી નું ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે પોલીસ કાફલા સાથે પાલિકા ની ટિમ પહોંચી ગઈ હતી અને દબાણ દૂર કરવામાં આવતા સ્થાનિકો માં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો...

ભરૂચના જાહેર માર્ગો ઉપર જીઈબીની ડીપીઓ જીવતા બોંબ સમાન, ઝાડેશ્વર રોડ પર જી.ઈ.બી.ની ડી. પી. માં ધડાકા....

Image
ભરૂચમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે જાડેશ્વર રોડ ઉપર આઈનોક્સ નજીક જાહેર માર્ગ ઉપર રહેલ જીબીની ડીપીમાં અચાનક શોર્ટસર્કિટથી ધડાકા સાથે તણખા ઝરતા આસપાસના દુકાનદારો અને નજીકથી પસાર થતાં લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો... ભરૂચમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો ત્યારે ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ આઈનોક્ષ નજીક જાહેર રોડને અડીનેે આવેલ જીઈબીની ડીપી માં અચાનક શોર્ટ સર્કિટના કારણે તણખાા સાથે ધડાકા થતા આસપાસના દુકાનદારો ફફડાટ મચી જવા પામ્યો હતો જોકેે જીઈબી ડીપીમાંં ધડાકાઓને પગલે વીજપુરવઠો પણ ખોરવાયો હતો ને ભરૂચ જીઈબીને જાણ કરવામાં આવતા જીઈબીના અધિકારીઓ સાથે સ્થળ ઉપર દોડી આવી વીજ પુરવઠો બંંધ કરી કામગીરી શરૂ કરી હતી....

દહેજની યશસ્વી કંપનીમાં બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત વધુ ૨ ના મોત આંક ૧૦ ઉપર પહોંચ્યો....

Image
ગતરોજ દહેજની યશસ્વી કંપનીમાં ભયંકર બ્લાસ્ટની ઘટનામાં ૭૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમણે ભરૂચની વિવિધ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલી ઓર્ચીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જયંત મહંતો ( ઉમર વર્ષ  ૨૮) રહેવાસી પશ્ચિમ બંગાળ, હરીદર્શન ચૌધરી (ઉમર વર્ષ ૨૦ ) બંનેના સારવાર દરમિયાન મોત નિપજતાં મૃત્યુઆંક ૧૦ ઉપર પહોંચ્યો છે, ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે...

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજના અભાવે 8 મૃતદેહો પંખા ના સહારે, તમામ મૃતદેહોને લાકડાની પેટીમાં બરફ સાથે પેક કરવાની ફરજ પડી...

Image
ભરૂચના દહેજ પંથકની યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં આઠ લોકોના મૃત્યુ થયા હતા પરંતુ આ મૃતદેહોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાના કારણે આખી રાત પંખાના સહારે રાખવાની ફરજ પડી હતી અને વધુ દુર્ગંધ ન આવે તે માટે તાબડતોબ લાકડાની પટ્ટીઓ તૈયાર કરાવી બરફ સાથે પેક કરવાની ફરજ પડી રહી છે તો બીજી તરફ મૃતકોને તેના પરિવારજનો સ્વીકારે તે માટે કંપની સત્તાધીશોએ તેઓના પરિવાર સાથે હોટલોમાં મિટિંગ શરૂ કરી હતી... ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ પંથકની યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થતા આઠ લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા જેના પગલે બ્લાસ્ટની ઘટના થી આસપાસની કંપનીઓ તથા ગ્રામજનોને સુરક્ષિત રીતે અન્ય સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી ,  પરંતુ મૃતકના પરિવારજનો પણ વળતર વિના મૃતદેહો સ્વીકારવા તૈયાર ન હતા જેના પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલ નો કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાના કારણે આઠે મૃતદેહોને લાકડાની પેટીમાં બરફ ના સહારે પેક કરવાની ફરજ પડી હતી અને ભરૂચ સિવિલ હોસ્પિટલ નજીક જ લાકડા ની પેટીઓ તૈયાર કરવા માટે ની ફરજ પડી હતી.... ભરૂચ સિવિલ હોસ્પિટલના

કાસદ કચરા કૌભાંડનું ભૂત પુનઃ ધૂણીયું...ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતના ઠરાવ કર્યા વિના ડમ્પિંગ સાઈડના વિવાદમાં પ્રાદેશિક કમિશનરનો ૭ દિવસમાં ખુલાસો કરવા ફરમાન....

Image
ભરૂચ તાલુકાના કાસદ ગ્રામ પંચાયતની હદમાં સરપંચ અને ડોર ટુ ડોર ના કોન્ટ્રાક્ટર ની મિલીભગતથી ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ભરૂચ શહેરના કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ ઊભી કરી દેવામાં આવી હતી જેના કારણે આસપાસના ખેડૂતો ખેત મજૂરી અર્થે આવતા મજૂરોને દુર્ગંધથી ભારે ત્રાહિમામ પુકારી ઉઠયા હતા ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતના ઠરાવ વિના કચરા કૌભાંડ ધમધમતું હતું જે સમગ્ર કૌભાંડ સુરત પ્રાદેશિક કમિશનર માં પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવતા પ્રાદેશિક કમિશનરે પણ ભરૂચ નગરપાલિકાને સમગ્ર કૌભાંડ ના અહેવાલો સાત દિવસમાં રજૂ કરવા માટે નોટિસ ફટકારતાં સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.... કાસદ કચરા કૌભાંડમાં સરપંચની મિલીભગતથી ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ રહી હોવાના આક્ષેપ થતા સમગ્ર કૌભાંડમાં બે જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ અને કૌભાંડીઓ સામે સીઆરપીસીની કલમ ૧૩૩ તથા આઈપીસીની કલમ ૨૭૮ મુજબ ફોજદારી ગુનો બનતો હોય જેના કારણે પ્રાદેશિક કમિશનર સુરત દ્વારા ભરૂચ નગરપાલિકાને સમગ્ર કૌભાંડ અંગે યોગ્ય ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી છે જોકે અગાઉ ભરૂચ નગરપાલિકાના ચી