દહેજની બ્લાસ્ટની ઘટના નું કેમિકલ વરસાદી પાણીમાં દરિયામાં જતા લાખો જળચર જીવોના મોત થયા હોવાના માછીમારોના આક્ષેપ.....
દરિયાઈ કિનારે હજારો ની સંખ્યામાં લેવતા ,સિંગારી, બોઈ,ઝીંગા, કરચલા, સહિતના વિવિધ જળચર જીવો ના મૃતદેહો દરિયાકાંઠે મોટી સંખ્યામાં જોવા મળતા સમગ્ર ઘટનાનું વિડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, દરિયાઈ પાણી માં ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી જવાના કારણે પણ દરિયાઈ જળચર જીવો મોટી સંખ્યામાં મોતને ભેટી રહ્યા છે જેના કારણે માછલીઓ વિનાશ થઈ રહેયો છે અને સાથે સાથે માછીમારોનો પણ વિનાશ થઈ રહેયો હોવાના આક્ષેપ પણ સમગ્ર. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ કરી રહ્યું છે અને તાબડતોબ માછીમાર સમાજ એ જે તે લાગતા વળગતા વિભાગમાં ફરિયાદ કરી હતી જેના કારણે gpcb ની ટિમ ત્યાં પહોંચી જઈ જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે અને મત્સ્યોદ્યોગ ખાતાના અધિકારીઓને સ્થળ પર બોલવામાં આવ્ય છે અને તેઓને માછલીઓના pm કરવા સૂચના આપવામાં આવેલ છે....
સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા લાગતાં વળગતા સ્થાનિક કક્ષાએ અને વિવિધ રાજ્ય સરકારના તથા કેન્દ્ર સરકારના ખાતાઓમાં પણ વારંવાર રજૂઆતો કરવામાં આવેલી હોવા છતા આ બાબતે સરકાર ગંભીર નથી. ત્યારે તાજેતરમાં દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને તેનું કેમિકલ વરસાદી પાણી સાથે દરિયાઇ પાણી માં ગયું હોવાના કારણે પણ દરિયામાં રહેલા લાખો જળચર જીવો મોતને ભેટયા હોવાનો પણ આક્ષેપ માછીમાર સમાજ કરી રહ્યું છે માછીમારોએ આક્ષેપ કર્યા છે કે યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો તે કંપની દરિયાઈ નજીક હોવાથી તેનું કેમિકલ ત્યાં વરસાદ થવાના કારણે નદીમાં ફેલાયેલું હોવાની પણ પૂરેપૂરી શક્યતાઓ હોવાથી, આ ગંભીર મુદ્દે યોગ્ય તપાસ થાય તેવી માછીમાર સમાજ માંગ ઉઠાવતા તંત્ર દોડતું થઇ ગયું હતું.....
Comments
Post a Comment