ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજના અભાવે 8 મૃતદેહો પંખા ના સહારે, તમામ મૃતદેહોને લાકડાની પેટીમાં બરફ સાથે પેક કરવાની ફરજ પડી...



ભરૂચના દહેજ પંથકની યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં આઠ લોકોના મૃત્યુ થયા હતા પરંતુ આ મૃતદેહોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાના કારણે આખી રાત પંખાના સહારે રાખવાની ફરજ પડી હતી અને વધુ દુર્ગંધ ન આવે તે માટે તાબડતોબ લાકડાની પટ્ટીઓ તૈયાર કરાવી બરફ સાથે પેક કરવાની ફરજ પડી રહી છે તો બીજી તરફ મૃતકોને તેના પરિવારજનો સ્વીકારે તે માટે કંપની સત્તાધીશોએ તેઓના પરિવાર સાથે હોટલોમાં મિટિંગ શરૂ કરી હતી...


ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ પંથકની યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થતા આઠ લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા જેના પગલે બ્લાસ્ટની ઘટના થી આસપાસની કંપનીઓ તથા ગ્રામજનોને સુરક્ષિત રીતે અન્ય સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી
પરંતુ મૃતકના પરિવારજનો પણ વળતર વિના મૃતદેહો સ્વીકારવા તૈયાર ન હતા જેના પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલ નો કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાના કારણે આઠે મૃતદેહોને લાકડાની પેટીમાં બરફ ના સહારે પેક કરવાની ફરજ પડી હતી અને ભરૂચ સિવિલ હોસ્પિટલ નજીક જ લાકડા ની પેટીઓ તૈયાર કરવા માટે ની ફરજ પડી હતી....


ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજમાં ૬ જેટલા મૃતદેહો સાચવી શકાય તેવું કોલ્ડ સ્ટોરેજ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કોલ્ડ સ્ટોરેજ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ જતા વિવિધ વિસ્તારોમાંથી મળી આવતા બિનવારસી મૃતદેહોને સાચવવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ચોવીસ કલાક માટે મૃતદેહને સાચવવા માટે ભરૂચની રંગૂન હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં ખસેડવામાં આવે છે જેનું એક દિવસનું ભાડું ૧૫૦૦ થી ૨૦૦૦ છે ત્યારે બિનવારસી મૃતદેહોને રંગુન હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મુકવા માટે રૂપિયા કોણ..
ચૂકવે જેના કારણે બિનવારસી મૃતદેહોને પણ તાબડતોબ નિકાલ કરાવી દેવામાં આવે છે....

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....