દહેજની યશસ્વી કંપનીમાં બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત વધુ ૨ ના મોત આંક ૧૦ ઉપર પહોંચ્યો....




ગતરોજ દહેજની યશસ્વી કંપનીમાં ભયંકર બ્લાસ્ટની ઘટનામાં ૭૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમણે ભરૂચની વિવિધ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલી ઓર્ચીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જયંત મહંતો (ઉમર વર્ષ ૨૮) રહેવાસી પશ્ચિમ બંગાળ, હરીદર્શન ચૌધરી (ઉમર વર્ષ ૨૦ ) બંનેના સારવાર દરમિયાન મોત નિપજતાં મૃત્યુઆંક ૧૦ ઉપર પહોંચ્યો છે, ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે...

Comments