ભરૂચમાં પ્રથમ વરસાદે પ્રિમોન્સુન કામગીરી ના અભાવે જાહેર માર્ગો જળબંબોળ બન્યા....
કોરોના વાયરસના કહેર વચ્ચે મંગળવારે ભરૂચ શહેર તથા જિલ્લામાં ચોમાસું બેઠું હતું. સવારે થોડો સમય સુર્યનારાયણે દર્શન આપ્યાં બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડીંબાગ વાદળોની હાજરી વચ્ચે અચાનક વરસાદ તુટી પડયો હતો. ભરૂચ, અંકલેશ્વર, દહેજ સહિત જિલ્લામાં ઠેર ઠેર મુશળધાર વરસાદ વરસતાં માર્ગો ભીંજાય ગયાં હતાં..
તો બીજી તરફ ભરૂચમાં પ્રથમ વરસાદે જ ભરૂચ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી કરી હતી મીડિયાના અહેવાલ બાદ મોડે મોડે ભરૂચ નગરપાલિકા એ દેખાવા પૂરતી તપાસ શરૂ કરાવી હતી જોકે ભરૂચની ૨૯ જેટલી ની સફાઈ સમયસર કરવામાં ન આવતા ભરૂચના અનેક જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઇ ગયા હતા જેમાં ભરૂચના પાંચબત્તી ,સેવાશ્રમ રોડ, દાંડિયા બજાર ચાર રસ્તા ફાટા તળાવ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તો ભરૂચમાં પાંચબત્તી વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ખુલ્લી કાંસમાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે લાકડીઓ મૂકી સાવચેતી રાખવામાં આવી હતી...
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પ્રથમ સામાન્ય વરસાદમાં જ ભરૂચના જાહેર માર્ગો જળબંબોળ બન્યા છે ત્યારે ચોમાસાના ચાર મહિનાની સ્થિતિ કેવી હશે તે લોકોમાં ચર્ચાનો પ્રશ્ન બની ગયો છે તો ભરૃચના દાંડિયા બજાર વિસ્તારમાં ખુલ્લી કાંસોનુ પ્રદૂષિત પાણી અને વરસાદી પાણી જાહેર માર્ગો ઉપર ભરાઈ રહેતા લોકોમાં ગંભીર રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ વરતાઈ રહી છે....
Comments
Post a Comment