નર્મદા નદીમાં નવા નીર આવતા નર્મદા ઘાટ ઉપર નજારો જોવા સહેલાણીઓ ઉમટ્યા.....નર્મદા નદી પુનઃ બે કાંઠે વહેતી થઈ....
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભરૂચની ભાગોળમાંથી વહેતી નર્મદા નદી શુદ્ધ થઈ રહી છે જેને લઇ નર્મદા નદીમાં નર્મદે હર હર ના નાંદ સાથે નર્મદા નદીના વહેણમાં ડૂબકી મારી પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે ભરૂચની ભાગોળમાંથી વહેતી અને જેના માત્ર દર્શનથી પાપ મુક્ત થવાય તેવી પવિત્ર નર્મદા નદીમાં નવા નીર આવતાની સાથે જ નર્મદા નદી પુનઃ એક વાર તેના અસલ સ્વરૂપમાં વહેતી થઇ છે....
નર્મદા નદીમાં નવા વહેણ આવતા નર્મદા નદી પુનઃ એક વાર બે કાંઠે વહેતી થઈ છે જેનો નજારો જોવા માટે ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર નર્મદા ઓવારે ગાયત્રી મંદિર ના ઘાટ શીતળા માતાના મંદિરે સહિત નર્મદા નદીના વિવિધ ઓવારા ઉપર લોકો નજારો જોવા ઉમટી રહ્યા છે કેટલાક ઘાટો ઉપર લોકો નર્મદા નદીમાં ડૂબકી લગાવી સ્નાન પણ કરી રહ્યા છે.. જોકે નર્મદા નદીના વહેણમાં મગરોના ભય વચ્ચે પણ નર્મદા નદીમાં નવા નીર આવતા ભરૂચ વાસીઓએ નવા નીર ને આવકારી સ્નાન કરવામાં મગ્ન બન્યા છે નર્મદા નદીના દશાશ્વમેઘ ઘાટ સ્થિત ગ્રહણ પૂર્ણ થતાની સાથે જ સંતો મહંતો સ્નાન અર્થે ઉમટી પડ્યા હતા તો શહેરીજનો પણ નર્મદા નદીમાં નવા નીર આવતા જ ડૂબકી લગાવવા માં મગ્ન બન્યા છે....
નર્મદા નદીમાં પાણીની આવક થતાં ની સાથે જ સંધ્યાકાળ ના સમય નો નજારો અદભુત જોવા મળ્યો છે નર્મદા નદી પુનઃ એકવાર પોતાના અસલ સ્વરૂપમાં વહેતી થતા માછીમારો માં ખુશીની લહેર જોવા મળી રહી છે જોકે નર્મદા નદીમાં સ્નાન કરવાથી કોરોનાનો ભય સતાવી રહ્યો હોય તેવા આક્ષેપો થયા છે ... ત્યારે ભલે ધાર્મિક તહેવારો ઉપર રોક લાગી હોય પરંતુ નર્મદા નદી આજે પણ ભરૂચવાસીઓ માટે આર્શીવાદરૂપ સાબિત થઇ રહી છે....
Comments
Post a Comment