SNP ના અહેવાલ બાદ જ્યોતિનગર નાકા નજીકના કચરાના ઢગલા દૂર કરાયા...
ભરૂચના જ્યોતિનગર નજીક ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં કચરાના ખડકલાઓ વરસાદી પાણીના કારણે અત્યંત દુર્ગંધ મારતા હોવાના કારણે વાહનચાલકો પરેશાન હતા મીડિયાના અહેવાલ બાદ ભોલાવ ગ્રામ પંચાયતે દંડનીય કાર્યવાહી અંગેનું બેનર દૂર કર્યું હતું જે બાદ ના અહેવાલ પછી મોડે મોડે પણ ભોલાવ ગ્રામ પંચાયતે કચરાના ઢગલા દૂર કરવાની કવાયત હાથ ધરી હતી.....
ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ જ્યોતિનગર નજીકના કોલેજ તરફ જવાના નાકા ઉપર છેલ્લા એક અઠવાડિયાથી કચરાના ઢગલાઓ થી લોકો પરેશાન હતા ત્યારે ભોલાવ ગ્રામ પંચાયતે આ સ્થળે કચરો નાખનાર સીસીટીવી કેમેરામાં કેદ થશે તો દંડ કરવામાં આવશે તેવું બેનર લગાવ્યું હતું છતાં કચરાના ઢગલા યથાવત રહેતા મીડિયાએ અહેવાલો પ્રકાશિત કરતા ભોલાવ ગ્રામ પંચાયતે કચરો દૂર કરવાના બદલે દંડનીય કાર્યવાહી અંગે લગાવેલું બેનર દૂર કરતા સમગ્ર ઘટના હાસ્યાસ્પદ બની ગઈ હતી જે પૂનઃ અહેવાલો પ્રકાશિત થતા મોડેમોડે ભોલાવ ગ્રામ પંચાયતને ભાન થયુ કે કચરો દૂર કરવાના બદલે આપણે બેનર દૂર કર્યું છે જેના કારણે સવારથી જ કચરાના ઢગલાઓ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી...
Comments
Post a Comment