ભરૂચ જિલ્લામાં કોરોના નો બોમ્બ ફાટ્યો... નવા ૧૧ કેસનો આંકડો ૧૪૫ ને પાર....
ભરૂચ જીલ્લા અનલોક -૧ થી કોરોના પોઝીટીવ માં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે આજે વધુ પાંચ કોરોના પોઝીટીવ ભોલાવ ગ્રામ પંચાયત ની હદ માંથી મળી આવ્યા છે અને તેઓ ભોલાવ ગ્રામ પંચાયત ના ડે.સરપંચ ના પિતા સહીત ભોલાવ પંચયાત ના સભ્ય અને તેઓની પત્ની અને બે પુત્રી મળી પાંચ કોરોના પોઝીટીવ કેસ મળી આવતા ભોલાવ ગ્રામ પંચાયત કોરોના ની ઝપેટ માં આવી જતા લોકો માં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે...
ભરૂચ જીલ્લા માં કોરોના વાયરસે સમગ્ર જીલ્લા ને બાન માં લીધું છે.ત્યારે જંબુસર માં દિવસ દીઠ કોરોના પોઝીટીવ ના ૮ થી ૧૦ દર્દીઓ નોંધાઈ રહ્યા છે.ત્યારે હવે કોરોના નું સંક્રમણ અન્ય તાલુકા અને ભરૂચ શહેર માં પણ પ્રવેશી રહ્યું છે.ત્યારે ભરૂચ પણ ધીરે ધીરે કોરોના ગ્રસ્ત તરફ વળી રહ્યું છે.ત્યારે ભરૂચ ના ભોલાવ ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચ ના પિતા તથા ગ્રામ પંચાયત ના સભ્ય મનોજ મહેતા સહીત તેનું પરિવાર પણ કોરોના ની ઝપેટ માં આવી જતા ભોલાવ ગ્રામ પંચાયત ની હદ માંથી ૫ કોરોના ના દર્દીઓ નોંધાયા છે.ત્યારે ભરૂચ જીલ્લા માં સતત કોરોના પોઝીટીવ માં વધારો થતા કોરોના નો આંકડા માં સતત વધારો થઈ રહ્યો છે.જે ભરૂચ જીલ્લા નો આંકડો ૧૪૫ ને પાર થયો છે.ત્યારે હજુ પણ ભરૂચવાસીઓ માં કોરોના વાયરસ અંગે સાવચેતી આવે તે જરૂરી છે....
Comments
Post a Comment