ભરૂચના શેરપુરા ગામે આરોપીના જામીન થતા તેના સ્વાગત ના ભાગરૂપે સરઘસ કાઢતા નવ જણાં સામે જાહેરનામા ભંગ બદલ અટકાયત....



શેરપુરા ગામમાં આરોપીનું સરઘસ નીકળતા પોલીસને પડકાર ફેંકતા વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થતા નવ જણાં સામે જાહેરનામા ભંગ બદલ ગુનો...

ભરૂચના શેરપુરા ગામે રિક્ષાચાલક લોકડાઉનના સમયે બાળકોને લઇ રોડ ઉપર નીકળ્યા હતા તે દરમિયાન પોલીસે મુકવા જતા પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાના પ્રકરણમાં પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો ત્યારબાદ એક મહિના પછી જામીન પર છૂટકારો થતાં જામીન પર છૂટેલા આરોપી એ સરઘસ કાળી પોલીસે પડકાર થયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં પોલીસે જાહેરનામાના ભંગ બદલ નવ જણાં સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...

બનાવની મળતી માહિતી અનુસાર સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોરોના વાયરસ મહામારી અન્વયે સરકાર તરફથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ જેનો ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે,દ્રારા શેરપુરા ખાતે અમલ કરાવવા જતા તા.૧૮/૦૪/૨૦૨૦ ના રોજ શેરપુરા ગામના મોહસીન ઇનાયત પટેલ (ડીપોટી) ઉ.વ ૩૩ રહે, શેરપુરા, ડીપોટી ફળિયુ, તા.જી. ભરૂચ નાનો તેની રીક્ષા નંબર જીજે ૧૬ વાય ૨૭૨૯ ની લઇને આવતા પોલીસ કર્મચારીએ તેને રોકી પુછપરછ કરતાં આરોપી મોહસીને પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કરી ઝપાઝપી કરી ડ્રેસના શર્ટના બટન તથા ડ્રેસ ફાડી સાહેદ હોમગાર્ડ નાઓને પણ કપાળના ભાગે જોરથી મુક્કો મારી ઇજા પહોચાડી સરકારી કામમા ફરજમાં રૂકાવટ કરી ફરી તથા સાહેદોને જાનથી મારી નાંખવાની ધમકી આપી તથા ડી.એમ સા.ના જાહેરનામાનો ભંગ કરી બીનજરૂરી કામ વગર પોતાની રીક્ષા લઇ ફરવા નીકળી નાસી જઇ ગુનો કરેલ હોય તે બાબતે એ ડિવિઝન પો.સ્ટે.માં ઇ.પી.કો કલમ ૨૬૯,૩૩ ૨,૩૫૩,૧૮૬,૧૮૮,૫૦૪, ૫૦૬(૨) જી.પી.એક્ટ ૧૩૯, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૫૧(બી) તથા મહામારી અધિનિયમ ૩ મુજબ દાખલ કરી આરોપીને તા.૨૯/૦૪/૨૦૨૦ ના કલાક ૨૨/૪૫ વાગે અટક કરવામાં આવી હતી જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરી મે,જીલ્લા મેજીસ્ટ્રેટ સા.શ્રી ભરૂચ નાઓ તરફ મોકલી આપતાં તેઓની કચેરી હુકમ નંબર POL/PASA/DET/કેસ નંબર ૧૬/૨૦ ૨૦ તા, ૧૧/૦૫/૨૦૨૦ થી પાસા દરખાસ્ત મંજુર થઇ આવતા આધારે સામાવાળા મોહસીન ઇબ્રાહીમ ડીપોટી રહે,શેરપુરા તા જી.ભરૂચને તા.૧૪/૦૫/ ૨૦૨૦ ના કલાક ૧૪/૦૦ વાગે અટક કરી સામાવાળા ને મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો હતો જે સદર પાસા અટકાયતી નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી પાસા મુક્ત જામીન કરવામાં આવતા તેઓ ઘરે પરત ફર્યા હતા...

તે દરમિયાન શેરપુરા ગામે તા.૧૩/૦૬/૨૦૨૦ના રોજ આશરે સાંજના સમયે શેરાપુરા ગામના કેટલાક લોકોએ તેના સ્વાગત માટે કોઇપણ જાતની મંજુરી વિના સરધસ કાઢી વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો જે વિડીયો પોલીસને પડકાર ફેંકતા હોવાના કારણે પોલીસે તાત્કાલિક સરઘસમાં દેખાતા દેખાતા લોકો સામે.પી.કો. કલમ ૧૮૮, ૨૬૯, ૨૭૯ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ (બી) તથા એપેડીમીક એક્ટની કલમ ૩ તથા એમ.વી.એક્ટ ૧૨૩,૧૭૭ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ  છે....

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....