અવશ્ય નિહાળો.... કોરોના કોવિદ-19 માટે અલગ હોસ્પિટલ તો કોરોનાના મૃતદેહ માટે અલગ સ્મશાન કેમ નહિ....?? એક મૃતદેહ આઠ કલાક રજળતો રહે તે કેટલે અંશે યોગ્ય...??
જબુંસર ના કોરોના ના દર્દીના મૃત્યુ બાદ ભરૂચ ,અંકલેશ્વર ના સ્મશાન માં અંતિમવિધિ માટે ના કહેવા માં આવતા વિવાદ સર્જાયો હતો.. જે બાદ હવે ભરૂચ રોટરી કલબ દ્વારા પીપીઈ કીટ સ્મશાન માં આપવામાં આવી છે. જે બાદ ભરૂચ ના શાંતિવન સ્મશાન ગૃહ માં કોવિડ - 19 ના દર્દીઓ ના મૃતદેહને અહીં અગ્નિદાહ આપવામાં આવશે તેવી દહેશતથી કબીરપુરા ના સ્થાનિક રહીશો સ્મશાન ખાતે દોડી આવ્યા હતા. અને કોરોના ગ્રસ્ત દર્દીઓ ના મૃતદેહ ની અંતિમવિધિ અહીં કરવા સામે ઉગ્રતા પૂર્વક મેનેજર સમક્ષ રજૂઆત કરી હતી...
સ્થાનિકો એ હોબાળો મચાવતા જણાવ્યું હતું કે શાંતિવન સ્મશાન ગૃહ માં કોરોના વાયરસ ના મૃતદેહ ની અંતિમવિધિ કરવાથી ચીમની માં જે મૃતદેહ બાળવામાં આવે છે, તેમના ધમાળા ના ગોટેગોટા ઉપર સુધી ઉડે છે અને નર્મદા નદી તરફ ની ખુલ્લી જગ્યા નો પવન શહેરી વિસ્તાર તરફ હોઈ ત્યારે ચીમની ના ધુમાડા રહેણાંક વિસ્તાર તરફ ઉડી રહ્યા છે જેના કારણે કોરોના ગ્રસ્ત નો મૃતદેહ અહીંયા બાળવામાં આવે તો તેના ધુમાડા થી અન્ય લોકો પણ કોરોના સંક્રમિત થઇ તદ્ઉપરાંત આસપાસ ના રહીશો ના સ્વાસ્થ્ય ને નુકસાન થશે તેવી દહેશત પણ તેવો એ વ્યક્ત કરી હતી.વહીવટી તંત્ર દ્વારા કોઈ ખુલ્લી જગ્યામાં અલગ થી કોરોના ગ્રસ્ત દર્દીઓ ના મૃતદેહ ને અગ્નિદાહ માટે ની વૈકલ્પિક વ્યવસ્થા કરવા તેમને માગણી કરી હતી... જો કે આ બાબતે હજુ કોઈ માર્ગદર્શિકા આવી નથી પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોવિડ ગાઈડલાઈન પ્રમાણે તે માટે ના આદેશ આપે અને તેની વ્યવસ્થા કરે તે જરૂરી છે....
Comments
Post a Comment