ભરૂચ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ૫ હજારથી વધુ માસ્કનું વિતરણ કરાયું...
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા પણ માત્ર ફરજિયાત કરી દેવાયું છે અને માસ્ક વિનાના વાહન ચાલકો અને રાહદારીઓને દંડ પણ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ શાકભાજીનો વેપાર કરનારા લોકો પણ માસ્ક ન પહેરતા હોય જેને લઇ કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાય તેવી દહેશત વર્તાઇ રહી છે ત્યારે ભરૂચ માં કાર્યરત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની બહેનો દ્વારા લોકડાઉનના સમય નો સદુપયોગ કરી પોતાના ઘરમાં રહી ૫૦૦૦ જેટલા માસ્ક બનાવ્યા હતા..
૫૦૦૦ જેટલા માસ્કો તૈયાર થતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સેજલભાઈ દેસાઈની આગેવાનીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ૧૦૦થી વધુ કાર્યકરોએ જાહેર માર્ગોઉપર થી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો સહિત વિવિધ વિસ્તારો તથા સોસાયટી વિસ્તારોમાં પણ માસ્કનું વિતરણ કરી કોરોનાવાયરસ ની મહામારી થી સાવચેત રહેવા અંગે અપીલ પણ કરી હતી...
जय श्री राम
ReplyDelete