ભરૂચમાં પણ ૫૦ ભક્તોને રથયાત્રાની પરવાનગી માટે AHP ની માંગ....
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે જેને લઇ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ રથયાત્રા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે પરંતુ ગૃહ મંત્રી અમદાવાદમાં રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપી હોવાના અહેવાલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યા છે તો ભરૂચના ફુરજા બંદરેથી પણ ૨૫૦ વર્ષ થી રથયાત્રા નીકળતી હોય તો તંત્ર દ્વારા ૨૫ ભક્તો રથ માં જોડાઈ રથયાત્રા કાઢી શકે તે માટે લેખિત રજૂઆત કરતો પત્ર સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરવામાં આવ્યું છે અને આ પત્રમાં લેખિત રજૂઆત ભરૂચ કલેકટર સાહેબ શ્રી ભરૂચ એસ.પી સાહેબ શ્રી ને તેઓના વોટ્સએપ ઉપર પહોંચાડી રજૂઆત કરવામાં આવી હતી...
ત્યારબાદ સવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ડોક્ટર એમડી મોડીયાને રૂબરૂમાં રથયાત્રા કાઢવા માટે આજીજી કરવા માટે પહોંચ્યા હતા પરંતુ અંત સુધી જિલ્લા વહીવટી તંત્રે રથયાત્રા માટે પરવાનગી આપી ન હતી જેના કારણે રથ ખેંચવા ઉત્સુક લોકોમાં નારાજગી જોવા મળી હતી...
જેમ અમદાવાદમાંથી વર્ષોની પરંપરા છે તે મુજબ ભરૂચના ફુરજા બંદર ની રથયાત્રા પણ પરંપરાના પ્રતીક માનવામાં આવતું હોવાની માન્યતા રહેલી છે તેમ પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સેજલ ભાઈ દેસાઈ જણાવ્યું છે....
Comments
Post a Comment