કાસદ કચરા કૌભાંડનું ભૂત પુનઃ ધૂણીયું...ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતના ઠરાવ કર્યા વિના ડમ્પિંગ સાઈડના વિવાદમાં પ્રાદેશિક કમિશનરનો ૭ દિવસમાં ખુલાસો કરવા ફરમાન....



ભરૂચ તાલુકાના કાસદ ગ્રામ પંચાયતની હદમાં સરપંચ અને ડોર ટુ ડોર ના કોન્ટ્રાક્ટર ની મિલીભગતથી ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ભરૂચ શહેરના કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ ઊભી કરી દેવામાં આવી હતી જેના કારણે આસપાસના ખેડૂતો ખેત મજૂરી અર્થે આવતા મજૂરોને દુર્ગંધથી ભારે ત્રાહિમામ પુકારી ઉઠયા હતા ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતના ઠરાવ વિના કચરા કૌભાંડ ધમધમતું હતું જે સમગ્ર કૌભાંડ સુરત પ્રાદેશિક કમિશનર માં પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવતા પ્રાદેશિક કમિશનરે પણ ભરૂચ નગરપાલિકાને સમગ્ર કૌભાંડ ના અહેવાલો સાત દિવસમાં રજૂ કરવા માટે નોટિસ ફટકારતાં સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડોમાં ફફડાટ મચી જવા પામ્યો છે....

કાસદ કચરા કૌભાંડમાં સરપંચની મિલીભગતથી ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ રહી હોવાના આક્ષેપ થતા સમગ્ર કૌભાંડમાં બે જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ અને કૌભાંડીઓ સામે સીઆરપીસીની કલમ ૧૩૩ તથા આઈપીસીની કલમ ૨૭૮ મુજબ ફોજદારી ગુનો બનતો હોય જેના કારણે પ્રાદેશિક કમિશનર સુરત દ્વારા ભરૂચ નગરપાલિકાને સમગ્ર કૌભાંડ અંગે યોગ્ય ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી છે જોકે અગાઉ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર જ મીડિયા સમક્ષ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કોઈ પણ જાત ઠરાવ વિના કચરો ઠલવાતો હતો... 

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....