ભરૂચની સરકારી કચેરીમાં ટોકન સિસ્ટમથી લોકોનો મેળાવડો જામ્યો : કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દેહશત.....
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે સરકારી કચેરીઓ શરુ કરવાની પરવાનગી મળી હતી. જેથી ભરૂચની વિવિધ સરકારી કચેરીઓ અરજદારોથી પુનઃ ધમધમતી થતાં જ ભરૂચની મામલતદાર કચેરીમાં રાસન કાર્ડ ઈ-સ્ટેમ્પ, આવકના દાખલ સહીતની કામગીરી માટે અરજદારો સવારથી જ કચેરીઓ ઉપર મેળાવડો જમાવી ઉભા રહ્યા હતા. ત્યારે સરકારી કચેરીઓમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે ટોકન સિસ્ટમ સારું કરવામાં આવી છે. ભરૂચની મામલતદાર કચેરીમાં ગેટ પાસે ટોકન મેળવવા માટે લોકોએ પડાપડી કરી મૂકી હતી. ગેટ પાસે કોઈ પણ જાતનું સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું જોવા મળ્યું ન હતું. જેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ લાપરવાહીના કારણે સરકારી કચેરીઓમાંથી જ ફેલાઈ તેવી દેહસત લોકો વ્યક્ત કરી રહ્યા છે..
ટોકન સિસ્ટમ સરકારી કચેરીઓમાં શરુ કરતા વરસતા વરસાદમાં પણ ટોકન મેળવવા માટે ગેટ ઉપર પડાપડી કરતા અરજદારો નજરે પડ્યા હતા..
Comments
Post a Comment